AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુડ ન્યૂઝ: ડાયાબિટીસના દર્દીઓ હવે ખાઈ શકશે ખાંડ! વિશ્વાસ ના આવતો હોય તો વાંચો આ સ્ટોરી

આપણે બધા જાણીએ છીએ કે એકવાર આપણને ડાયાબિટીસ થાય છે, આપણે મીઠાઈઓ ખાવાનું બંધ કરી દઈએ છીએ, આપણે ઈચ્છીએ તો પણ મીઠાઈ ખાઈ શકતા નથી, પરંતુ હવે જો તમને ડાયાબિટીસ હશે તો પણ તમે મીઠાઈ ખાઈ શકશો અને ડોક્ટરો પણ તમને મીઠાઈ ખાતા રોકી નહી શકે. તમામ વિગતો જાણવા માટે વાંચો આ સ્ટોરી.

ગુડ ન્યૂઝ: ડાયાબિટીસના દર્દીઓ હવે ખાઈ શકશે ખાંડ! વિશ્વાસ ના આવતો હોય તો વાંચો આ સ્ટોરી
ડાયાબિટીસના દર્દીઓ માટે ખુશખબર, હવે ખાઈ શકશે ખાંડ
Pinak Shukla
| Edited By: | Updated on: Mar 20, 2024 | 7:03 PM
Share

ડાયાબિટીસના દર્દીઓ માટે મોટા ગુડ ન્યૂઝ આવ્યા છે કે જેમાં તે હવેથી ખાંડ પણ ખાઈ શકશે સાથે તેમને કોઈ રોકટોક પણ નહી કરે. જી હાં તમે બિલકુલ સાચુ વાંચી રહ્યા છો કેમકે કાનપુર સ્થિત નેશનલ સુગર ઇન્સ્ટિટ્યૂટે એવી ખાંડની શોધ કરી છે જેનાથી તમને ડાયાબિટીસ જેવી બીમારી થશે નહીં.

આ અંગે સંસ્થાના ડાયરેક્ટર નરેન્દ્ર મોહને વિગતો આપતા જણાવ્યું હતું કે ખાંડમાં જી.આઈ. એટલે કે ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઘણો ઓછો રહેશે જેને લઈને બ્લડમાં સુગર લેવલને નુક્શાન નહી પોંહચાડી શકે. આ ઓછી જી.આઈ. વાળી ખાંડનો ઉપયોગ આર્ટિફિશ્યલ સુગર તરીકે પણ કરી શકાય છે.

આ અંગે વધુ માહિતિ આપતા નરેન્દ્ર મોહને જણાવ્યું કે બધાને એ જાણવાની ઈંતેજારી રહેતી હોય છે કે આ ખાંડમાં છેવટે હશે શું? તો જણાવી દઈએ કે દાણેદાર ખાંડ બનાવવા માટે શેરડીના રસને કુદરતી રીતે જ ફિલ્ટર કરીને લો જી.આઈ. વાળી ખાંડ તૈયાર કરવામાં આવે છે. આ ખાંડમાં તમને વિટામીન એ, બી 12, મેગ્નેશ્યિમ, ઝિંક વગેરે વિટામિન્સ પણ ઉમેરી શકાશે. આ પ્રકારની ખાંડ કે ઉત્પાદનો કોલેસ્ટ્રોલથી લઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદરૂપ થશે.

ખાંડ પર રિસર્ચ વર્ક ચાલી રહ્યું છે

કાનપુર સ્થિત નેશનલ સુગર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આના પર સંશોધન કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. સંસ્થાએ તો ટેકનિકલ રિસર્ચ પેટન્ટ માટે પણ એપ્લિકેશન કરવામાં આવી છે. મળતી સૂત્રીય માહિતિ અનુસાર આ ખાંડના સંશોધન પાછળની ટીમમાં અનુષ્કા કનોડિયા સાથે શ્રુતિ શુક્લા, સ્વેચ્છા સિંહનો સમાવેશ થાય છે

ડાયાબિટિસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે શોધ

ભારતમાં અને એમા પણ ગુજરાતમાં તો બ્લડ સુગરના દર્દીઓ દર દશમાંથી એકાદ તો મળી જ જાય છે તેવા સંજોગોમાં વધતા સુગરના દર્દીઓની સંખ્યા 10 કરોડને પાર જતી રહી છે જે એક મોટો આંકડો છે. લાઈફ સ્ટાઈલ સાથે આદતોના પ્રતાપે સુગરના દર્દીઓ વધી રહ્યા છે સાથે તેની આડઅસરના કારણે કિડની, હાર્ટ, આંખો જેવી બિમારીઓ પણ ઉમેરાવા લાગી છે. આ બધા વચ્ચે શરીરનું રક્ષણ કરવું જરૂરી છે. ડૉક્ટરોની સલાહ મુજબ ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું ધ્યાન રાખવું જોઈએ અને દરરોજ કસરત કરવી જોઈએ.

g clip-path="url(#clip0_868_265)">