રાજ્યના આભમાંથી વરસી રહી છે આગ, જાણો હીટ સ્ટ્રોક અને ઝાડા- ઉલટીથી બચવા કેવા કરશો ઉપાય 

રાજ્યના આભમાંથી વરસી રહી છે આગ, જાણો હીટ સ્ટ્રોક અને ઝાડા- ઉલટીથી બચવા કેવા કરશો ઉપાય 
Avoid heat stroke

રાજ્યમાં અત્યારે ગરમી (Temperature)તેની ચરમસીમાએ છે ત્યારે ઝાડા ઉલટીના (diarrhea)કેસમાં તેમજ હીટ સ્ટ્રોક (Heat stroke) ના કેસમાં વધારો થયો છે. ત્યારે સર્ગભા સ્ત્રીઓ, બાળકો, તેમજ વૃદ્ધોએ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની જાય છે.

TV9 GUJARATI

| Edited By: Pinak Shukla

May 13, 2022 | 4:16 PM

રાજ્યમાં અત્યારે ગરમી(Temperature)તેની ચરમસીમાએ છે ત્યારે ઝાડા ઉલટીના (diarrhea)કેસમાં તેમજ હીટ સ્ટ્રોક (Heat stroke) ના કેસમાં વધારો થયો છે. ત્યારે સર્ગભા સ્ત્રીઓ, બાળકો, તેમજ વૃદ્ધોએ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની જાય છે. મે મહિનાના મધ્યમાં જ ગરમી વધતા ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે.સાથે જ ટાઇફોઇડને કમળાના કેસમાં પણ વધારો થયો છે.

હાલમાં શહેરની સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટીના 1000થી 1140-45 જેટલા કેસ આવી રહ્યા છે. જેમાં બાળકોનું પ્રમાણ વધારે છે. ગરમીનું પ્રમાણ વધતા આ પ્રકારની મુશ્કેલીઓ વધી છે ત્યારે કેવી રીતે કાળજી રાખવી તે અંગે સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના પ્રોફેસર ડો. ભગીરથ સોલંકીએ ખાસ માહિતી આપી હતી.

હીટ સ્ટ્રોક અને ડાયેરિયાથી બચવા ગરમીમાં નીકળવાનું ટાળો

લૂ લાગવી અથવા તો ઝાડા ઉલટી તાપમાં નીકળવાને કારણે વધારે થાય છે ત્યારે સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના પ્રોફેસર ડો. ભગીરથ સોલંકીએ જણાવ્યું હતું કે પ્રાથમિકતા એ જ રાખો કે તમે ગરમીના સમયમાં બહાર જ ન નીકળો, પરંતુ નોકરિયાત વર્ગને  અન્ય લોકોને કોઈને કોઈ  કારણસર બહાર નીકળવાનું થતું જ હોય છે ત્યારે તેમણે  તો કેટલીક બાબતો અનિવાર્યપણે કરવી જ જોઈએ.

  1. શરીરને સંપૂર્ણ કવર કરીને નીકળો.
  2. સૂતરાઉ વસ્ત્રો પહેરવાનું રાખવું.
  3. બહારના પીણાંને બદલે ફળોનું સેવન કરીને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખો.
  4. લૂ ન લાગે તે માટે બહાર નીકળતા પહેલા પૂરતા પ્રમાણમાં પાણી, જ્યૂસ કે લીંબુ શરબત પીને નીકળો.
  5. હાલની સિઝનમાં મળતા પાણીનું પ્રમાણ ધરાવતા ફળો જેવા કે લિચી, તરબૂચ,ટેટીનું સેવન કરવાનું રાખો.
  6. બને ત્યાં સુધી બહારના ખાદ્ય પદાર્થોનું સેવન ટાળવું.
  7. ગરમીમાં ખૂલ્લા પગે ચાલવાનું ટાળવું.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati