AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Care Tips : દિવસમાં 10,000 સ્ટેપ્સ ચાલવાથી મળે છે સ્વાસ્થ્ય લાભો ? જાણો નિષ્ણાતોનો શું છે દાવો

એવું માનવામાં આવે છે કે દરેક વ્યક્તિએ દિવસમાં 10,000 સ્ટેપ્સ ચાલવું જોઈએ. લોક માન્યતા એવી છે કે તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે "જાદુઈ ઉપચાર" છે. જ્યારે ઘણા એવો દાવો પણ કરે છે કે તેનાથી ઓછા સ્ટેપ્સ ચાલવા જોઈએ નહીં તો વધારે પડતા સ્ટેપ્સ ચાલવાતી પગને નુકશાન થઈ શકે છે. ચાલો જાણીએ આ અંગે નિષ્ણાતોનું શું માનવું છે ?

Health Care Tips : દિવસમાં 10,000 સ્ટેપ્સ ચાલવાથી મળે છે સ્વાસ્થ્ય લાભો ? જાણો નિષ્ણાતોનો શું છે દાવો
Health benefits of walking
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2023 | 6:58 AM
Share

બદલતા સમય સાથે દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્ય અંગે સજાગ રહેવું જરુરી છે. આજના સમયમાં ખરાબ લાઈફ સ્ટાઈલને કારણે થતી બિમારીઓને કારણે લોકોના અચાનક મોત થઈ રહ્યાં છે. સતત કામ અને વ્યસ્ત જીવન વચ્ચે દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્ય માટે સમય કાઢવો જરુરી છે. એવું માનવામાં આવે છે કે દરેક વ્યક્તિએ દિવસમાં 10,000 સ્ટેપ્સ ચાલવું જોઈએ. લોક માન્યતા એવી છે કે તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે “જાદુઈ ઉપચાર” છે. જ્યારે ઘણા એવો દાવો પણ કરે છે કે તેનાથી ઓછા સ્ટેપ્સ ચાલવા જોઈએ નહીં તો વધારે પડતા સ્ટેપ્સ ચાલવાતી પગને નુકશાન થઈ શકે છે. ચાલો જાણીએ આ અંગે નિષ્ણાતોનું શું માનવું છે ?

વર્ષ 1965માં એક જાપાની કંપનીના સ્ટેપ મીટર માટેની જાહેરાતની ઝુંબેશમાંથી 10,000 સ્ટેપ્સ ચાલવાનો વિચાર ઉદ્દભવ્યો હતો. આજકાલ મોટાભાગના લોકો બેઠાડું જીવન જીવી રહ્યાં છે તેઓ દિવસમાં 5000 કે 7500 સ્ટેપ્સ જ ચાલી શકતા હોય છે. પણ 10,000 સ્ટેપ્સથી ઓછા સ્ટેપ્સ ચાલવામાં પણ કોઈ ગેરફાયદા નથી તેવું નિષ્ણાતોનું માનવું છે.

કેટલા સ્ટેપ્સ ચાલવા ? નિષ્ણાતોનો શું છે દાવો ?

નિષ્ણાતોનું માનવું છે કે, દરરોજ 10 હજાર સ્ટેપ્સ ચાલવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. દરેક વ્યક્તિએ રોજ 10 હજાર સ્ટેપ્સ ચાલવું જોઈએ. પણ તેને એક આદર્શ લક્ષ્ણ માનીને ન ચાલવું જોઈએ. ઉંમર કે કોઈ ઈજાને કારણે રોજ 10 હજાર સ્ટેપ્સ નહીં ચાલી શકો તો કોઈ સમસ્યા નથી. નિષ્ણાતોનું માનવું છે કે ખરાબ લાઈફસ્ટાઈલ વચ્ચે વ્યક્તિએ શરીરનું હલચલન જાળવી રાખીને સ્વાસ્થ્ય સમસ્યાથી દૂર રહેવું જોઈએ.સાંધાની સમસ્યાઓ, હૃદયની અથવા ફેફસાની સમસ્યાઓ હોય તેમને તબીબી સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો : Health Tips : રાત્રે સૂતા પહેલા તમે પણ પાણી પીઓ છો ? બની શકો છો આ 3 બીમારીના શિકાર

ચાલવાના સ્વાસ્થ્ય લાભો

  • હૃદય રોગના જોખમોમાં ઘટાડો
  • સ્થૂળતા દૂર થાય
  • ડાયાબિટીસ અને બ્લડ સુગર નિયંત્રણ
  • હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણ
  • હતાશા દૂર થાય
  • શરીરને બીમારીથી દૂર રાખે છે

આ પણ વાંચો : Health Tips : રોજ 15 મિનિટ કરો આ 5 કસરત, થોડા દિવસમાં દૂર થઈ જશે વધારાની ચરબી

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">