AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Hearing Day 2023: દુનિયાના 150 કરોડથી વધારે લોકોને છે હીયરિંગ લોસ જેવી સમસ્યા, નશાની આદત બરબાદ કરે છે જીવન

World Hearing Day 2023: એક રિપોર્ટ અનુસાર, દુનિયાના લગભગ 1.5 અરબ લોકોને શ્રવણશક્તિ સંબંધિત સમસ્યાઓ છે. સિગાકેટ, દારુનું સેવન કરવા જેવી આદતને કારણે લોકોમાં હીયરિંગ લોસનું જોખમ વધે છે.

World Hearing Day 2023: દુનિયાના 150 કરોડથી વધારે લોકોને છે હીયરિંગ લોસ જેવી સમસ્યા, નશાની આદત બરબાદ કરે છે જીવન
World Hearing Day 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 7:48 AM
Share

ભગવાનએ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ સર્જનહાર છે. તેમણે રહેવા માટે પૃથ્વીનું સર્જન કર્યું. તેના પર પર્વત, નદી, દરિયા જેવી કુદરતી સૌદર્યની રચના કરી. તેની જાળવણી અને પૃથ્વી પર રહી શકે તે માટે અનેક પ્રકારના જીવનું સર્જન કર્યું. અને તેમાં પણ તેણે માણસોના શરીરનું શ્રેષ્ઠ સર્જન કર્યું. તેમણ બોલવા માટે મોં, ચાલવા માટે પગ, કામ કરવા માટે હાથ અને સાંભળવા માટે કાનનું સર્જન કર્યું. પણ કેટલીક વાર માણસ પોતાની ભૂલોને કારણે ભગવાનની આ અનમોલ ભેટને નુકશાન પહોંચાડતો હોય છે.

એકબીજા સાથે સંવાદ કરવા માટે દરેક વ્યક્તિના કાનમાં સારી શ્રવણશક્તિ હોવી જરુરી છે. આજકાલ ધ્વનિ પ્રદૂષણ તથા મોબાઈલ-નશાની આદતને કારણે ઘણા લોકો પોતાની શ્રવણશક્તિ ગુમાવી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર, સિગારેટ અને દારુના સેવનની આદતને કારણે કરોડો લોકો શ્રવણશક્તિ ગુમાવી રહ્યાં છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા અનુસાર, દુનિયામાં 1.5 અરબ લોકો શ્રવણશક્તિ સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. વર્ષ 2050 સુધીમાં આ આંકડો 2.5 અરબને પાર પહોંચી શકે છે. અને ચોંકાવનારી વાત તો એ છે કે સૌથી વધારે યુવા લોકો પહેલા શ્રવણશક્તિ ગુમાવી રહ્યાં છે.

હીયરિંગ લોસ માટે જવાબદાર સૌથી મોટા કારણો

  1. ધૂમ્રપાન – આ આદતથી હીયરિંગ લોસની આશંકા 70 ટકાથી વધારે થઈ જાય છે. તમાકુના ધુમાડામાં ફોર્મલડિહાઈડ, હાઈડ્રોજન સાઈનાઈડ જેવા કેમિકલ હોય છે. જે સાંભળવાની શક્તિને પ્રભાવિત કરે છે.
  2. દારુ – વધારે પડતું દારુ પીવાથી મસ્તિષ્કને અવાજ સાંભળવા માટે વધારે શક્તિ વાપરવી પડે છે.
  3. ઉંમર – જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ કાનની અંદરની નાજુક કોશિકાઓ તૂટવા લાગે છે.
  4. મોટો અવાજ – કાનની સૌથી નજીક ઘોંઘાટ થતો હોય તો કોશિકાઓને નુકશાન થાય છે અને તેને કારણે સાંભળવાની ક્ષમતા ધીરેધીરે ઘટે છે.
  5. ઈજા – જન્મથી કોઈ આનુવાંશિક બીમારી કે ઈજાને કારણે પણ સાંભળવાની ક્ષમતા ઘટે છે.

સાંભળવાની ક્ષમતાને સુરક્ષિત રાખવાની રીત

  1. 60/60 નો નિયમ – કાનમાં હેડફોન લગાવીને તમારે માત્ર 60 ટકા સાઉન્ડની ક્ષમતા રાખીને કોઈપણ વસ્તુ સાંભળવી જોઈએ. 60 મિનિટ બાદ એક બ્રેક પણ લેવો જોઈએ.
  2. હેડફોન સાફ રાખો અને ઈયરબર્ડના ઉપયોગને ટાળો.
  3. આંખ, કાન અને નાકના સંક્રમણથી બચો.
  4. સાઉન્ડ લોકેશન એક્ટિવિટી કરો – એક રુમમાં ફોન અને રેડિયો પર ગીતો ચાલુ કરીને કવિતા કે ન્યૂઝ પેપર વાંચવાનો પ્રયત્ન કરો.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">