AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનમાં જામી ગયેલો મેલ કેવી રીતે કાઢવો? જાણો ઈયરવેક્સ સાફ કરવાની સાચી રીત

કાનમાં જામી ગયેલો મેલ સાફ કરવા માટે માચીસની સળી કે ઈયરબડ્સ વાપરવી કાનના પડદા માટે જોખમી બની શકે છે. હેલ્થ એક્સપર્ટ્સ મુજબ બેકિંગ સોડા અથવા હૂંફાળા તેલના ઉપયોગથી ઘરે જ કાન સાફ કરવાની સુરક્ષિત રીત અને શું ન કરવું તે જાણો.

કાનમાં જામી ગયેલો મેલ કેવી રીતે કાઢવો? જાણો ઈયરવેક્સ સાફ કરવાની સાચી રીત
| Updated on: Oct 11, 2026 | 10:00 PM
Share

કાનમાં મેલ જામવો એ એક સામાન્ય પ્રક્રિયા છે. ઘણીવાર લોકો તેને ગંદકી કે હાનિકારક ગણીને જાતે જ બહાર કાઢવા લાગે છે. આ માટે લોકો ઘણીવાર માચીસની સળી, રૂ કે અન્ય અણીદાર વસ્તુઓ કાનમાં નાખે છે, જે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. હેલ્થલાઈનના અહેવાલ મુજબ કાનમાં બનતો મેલ એટલે કે ‘ઈયરવેક્સ’ એક કુદરતી પદાર્થ છે જે કાનની નળી (કેનાલ)માં બને છે અને તે કાન માટે ફાયદાકારક પણ છે. પરંતુ વધુ પડતો મેલ જમા થવાથી સાંભળવામાં તકલીફ થઈ શકે છે અથવા કાન બહારથી ગંદો દેખાવા લાગે છે. તેથી કાનની યોગ્ય સફાઈ જરૂરી બને છે. જો શિયાળામાં કાનનો મેલ સાફ ન કરવામાં આવે તો કાનમાં તીવ્ર દુખાવો થઈ શકે છે, ખાસ કરીને બાળકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.

કાનમાંથી મેલ કાઢવાની સુરક્ષિત રીતો

  • બેકિંગ સોડાનો ઉપયોગ કરો

હેલ્થલાઈનના અહેવાલ અનુસાર તમે કાનનો મેલ સાફ કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે અડધી ચમચી બેકિંગ સોડાને લગભગ 60 મિલીલીટર હૂંફાળા પાણીમાં બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણને ડ્રોપરવાળી બોટલમાં ભરો. ત્યારબાદ માથું એક તરફ નમાવી આ મિશ્રણના 5 થી 10 ટીપાં ધીમે ધીમે કાનમાં નાખો. આ દ્રાવણને લગભગ 1 કલાક સુધી કાનમાં રહેવા દો અને પછી સ્વચ્છ પાણીથી કાન સાફ કરી લો. જ્યાં સુધી મેલ સાફ ન થાય ત્યાં સુધી દિવસમાં 1 વખત આ પ્રયોગ કરી શકાય છે.

  • કુદરતી તેલનો ઉપયોગ કરો

કાનનો મેલ નરમ પાડીને બહાર કાઢવા માટે બેબી ઓઈલ, નાળિયેર તેલ (કોકોનટ ઓઈલ), મિનરલ ઓઈલ અથવા ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકાય છે. તમારી પસંદગીના તેલને સહેજ હૂંફાળું ગરમ કરો (ધ્યાન રહે કે તે વધુ ગરમ ન હોય). માથું એક તરફ નમાવીને ડ્રોપરની મદદથી તેલના થોડા ટીપાં કાનમાં નાખો. લગભગ 5 મિનિટ સુધી માથું તે જ સ્થિતિમાં રાખો જેથી તેલ અંદર સુધી પહોંચી શકે. તેલ મેલને નરમ બનાવશે જેથી તે સરળતાથી બહાર નીકળી જશે. આ પ્રક્રિયા દિવસમાં 1 થી 2 વખત કરી શકાય છે.

ભૂલથી પણ ન અપનાવતા આ પદ્ધતિઓ

સોશિયલ મીડિયા પર વાયરલ થતી અયોગ્ય રીતો કાનના પડદાને કાયમી નુકસાન પહોંચાડી શકે છે:

  • નાની અને અણીદાર વસ્તુઓનો ઉપયોગ ટાળો: પેનનું ઢાંકણું, હેરપિન, માચીસની સળી કે સેફ્ટી પિન જેવી અણીદાર વસ્તુઓ કાનમાં ક્યારેય ન નાખો.
  • કોટન સ્વેબ (ઈયરબડ્સ): સામાન્ય રીતે ઈયરબડ્સ સુરક્ષિત લાગતા હોય છે, પરંતુ તે મેલને બહાર કાઢવાના બદલે વધુ અંદર ધકેલી દે છે.
  • ઈયર કેન્ડલિંગ: આ પદ્ધતિમાં મીણબત્તી જેવી વસ્તુનો ઉપયોગ થાય છે. નિષ્ણાતો તેને સહેજ પણ સુરક્ષિત માનતા નથી, કારણ કે તેનાથી ચહેરો દાઝી જવાનું અને કાનના પડદામાં કાણું પડવાનું જોખમ રહે છે.

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

ઓપરેશન વગર પણ નીકળી શકે છે કિડનીની પથરી, જાણો કેટલા mmની પથરીમાં સર્જરી જરૂરી અને ક્યારે દવા-પાણીથી થાય છે ઈલાજ !

Follow Us
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
g clip-path="url(#clip0_868_265)">