AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cancer Day : શું તમે જાણો છો કેન્સર કેટલા પ્રકારના છે અને તેના લક્ષણો શું હોય છે

નિષ્ણાતો અનુસાર 100 પ્રકારના કેન્સર થાય છે. તેમાં મુખ્યત્વે બ્લડ કેન્સર, ગળાનું કેન્સર, મોંનું કેન્સર, સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર, ફેફસાનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, મૂત્રાશયનું કેન્સર, લીવર કેન્સર, હાડકાનું કેન્સર, પેટનું કેન્સર જેવા કેન્સરનો સમાવેશ થાય છે.

World Cancer Day : શું તમે જાણો છો કેન્સર કેટલા પ્રકારના છે અને તેના લક્ષણો શું હોય છે
Symbolic ImageImage Credit source: simbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2023 | 3:42 PM
Share

કેન્સરનું નામ સાંભળીને બધા લોકો ગભરાઈ જાય છે. જ્યારે શરીરના કોઈ ચોક્કસ ભાગના કોષો અસામાન્ય રીતે વધે છે, ત્યારે તે કેન્સરનું સ્વરૂપ લે છે. કેટલાક કેન્સરમાં ગાંઠો વિકસે છે, જ્યારે લ્યુકેમિયા જેવા બ્લડ કેન્સરમાં સામાન્ય રીતે ગાંઠો વિકસિત થતી નથી. પરંતુ જો સમયસર આપણે તેની સારવાર કરીએ તો તેનાથી રાહત મેળવી શકીએ છીએ.

આ પણ વાંચો : World Cancer Day : લોહીના કેન્સરની સારવાર કરાવતા ‘કલ્પ’  માટે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ બની ગયા દર્દી અને બાળદર્દીને બનાવ્યો ડોક્ટર

કેન્સરના કેટલા પ્રકાર છે?

નિષ્ણાતો અનુસાર 100 પ્રકારના કેન્સર થાય છે. તેમાં મુખ્યત્વે બ્લડ કેન્સર, ગળાનું કેન્સર, મોંનું કેન્સર, સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર, ફેફસાનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, મૂત્રાશયનું કેન્સર, લીવર કેન્સર, હાડકાનું કેન્સર, પેટનું કેન્સર જેવા કેન્સરનો સમાવેશ થાય છે. જેમા બધા કેન્સરના લક્ષણો પણ અલગ-અલગ હોય છે. અહીં ફક્ત તે પ્રકારના કેન્સર વિશે વાત કરીશું, જે વધારે જોવા મળે છે. મહત્વની વાત તો એ છે કે તેમાંથી મોટાભાગના કેન્સર એવા હોય છે જેને આપણે આપણી જાગૃતિના આધારે શરીરમાં ફેલાતું અટકાવી શકાય છે.

બ્લડ કેન્સર

સૌથી વધુ ફેલાતા કેન્સરમાં બ્લડ કેન્સરનું નામ મોખરે છે. આ રોગમાં માનવ શરીરના રક્તકણોમાં કેન્સર વધવા લાગે છે. જેના કારણે શરીરમાં લોહીની ઉણપ થાય છે અને તે આખા શરીરમાં ઝડપથી ફેલાવા લાગે છે.

સ્કીન કેન્સર

સ્કીન કેન્સરના કેસો પણ ઝડપથી બહાર આવી રહ્યા છે. નિષ્ણાતો અનુસાર આ કેન્સર લાંબા સમય સુધી સૂર્યપ્રકાશમાં રહેવું, યોગ્ય આહાર ન લેવો અને શારીરિક પ્રવૃત્તિ ન કરવાથી આ કેન્સર થઈ શકે છે. આ કેન્સર દરેક વય જૂથના લોકોને થઈ શકે છે.

સ્તન કેન્સર

સ્તન કેન્સર સામાન્ય રીતે સ્ત્રીઓમાં થાય છે. પરંતુ આનો અર્થ એ નથી કે પુરૂષો આ રોગનો શિકાર નથી થતા. સ્તન કેન્સર પુરુષોને પણ થઈ શકે છે. આ કેન્સર દરમિયાન, સ્ત્રીઓના સ્તન શરૂઆતમાં એક ગઠ્ઠા જેવું લાગે છે, જે ધીમે ધીમે ફેલાવાનું શરૂ કરે છે અને ઘાતક સ્થિતિમાં પહોંચી જાય છે. તેનાથી બચવા માટે, એ મહત્વનું છે કે તમે નિયમિતપણે તમારા સ્તનનું ચેકઅપ કરાવતા રહેવું જોઈએ.

પ્રોસ્ટેટ કેન્સર

પ્રોસ્ટેટ કેન્સર એ શરીરની પ્રોસ્ટેટ ગ્રંથિમાં થતું કેન્સર છે. તે વધુને વધુ પુરુષોમા જોવા મળે છે. ખાસ વાત એ છે કે આ કેન્સરની જાણ ખૂબ જ મોડેથી થાય છે અને જાણકારીના અભાવે લોકો ખોટી દિશામાં સારવાર કરાવતા રહે છે. આ જ કારણ છે કે આ કેન્સર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે જો સ્થિતિ આવી જ રહી તો આવનારા કેટલાક વર્ષોમાં આ કેન્સરના દર્દીઓ બમણા થઈ જશે.

g clip-path="url(#clip0_868_265)">