Tips: વજન ઉતારવાને લઈને આ છે સૌથી મોટી 5 અફવાઓ, ભૂલથી પણ ના કરતા આ વાતો પર વિશ્વાસ

વજન ઉતારવા અંગે આવી ઘણી વાતો છે, જેના વિશે લોકોની ઘણી ધારણાઓ છે જે ખોટી છે. આ ખોટી વાતો પર ધ્યાન ન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ.

Tips: વજન ઉતારવાને લઈને આ છે સૌથી મોટી 5 અફવાઓ, ભૂલથી પણ ના કરતા આ વાતો પર વિશ્વાસ
Do not believe on these myths of weight loss
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 10:52 AM

મહામારીએ આપણામાંના મોટાભાગના લોકોનું વજન વધારી દીધું છે. અને જેમ જેમ આપણે આપણી સામાન્ય જીંદગીમાં પાછા ફરી રહ્યા છીએ તેમ, વજન ઘટાડવાનું દરેકના મન થઈ રહ્યું છે. તદુપરાંત તંદુરસ્ત વજન જાળવવું વ્યક્તિના એકંદર સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્વનું છે. આવા સમયે અસંખ્ય ડાયટ અને ટીપ્સ છે જે તમારું વજન ઘટાડવાની વાતો કરે છે. પરંતુ તેમાંથી અમુક માત્ર મિથ્યા એટલે કે અફવા જ હોય છે. આજે તમને 5 સામાન્ય વજન ઘટાડવાની અફવા વિશે જણાવીશું.

1. કાર્બોહાઈડ્રેટ તમારું વજન વધારી શકે છે

શરીરને દરેક નાની કે મોટી પ્રવૃત્તિ માટે કાર્બોહાઈડ્રેટની જરૂર હોય છે. જ્યારે યોગ્ય કાર્બોહાઈડ્રેટ પૂરતી માત્રામાં લેવામાં આવે, ત્યારે તે વજન વધારતું નથી. વજન ઘટાડવાનો પ્રયાસ કરતી વખતે, તમામ ભોજનમાં આખા અનાજ, જટિલ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ખાવું જરૂરી છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

2. પેકેજ્ડ ફૂડ તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે

તાજા ઘરે બનાવેલા ખોરાક કરતાં પેકેટ ફૂડ ક્યારેય તંદુરસ્ત ન હોઈ શકે. ઘણા પેકેજ્ડ ફૂડ્સ છે જે ઓછી ચરબી, ચરબી રહિત અને ગુલ્ટેન ફ્રી હોવાનો દાવો કરે છે. પરંતુ ઘણા ફૂડમાં ખાંડ વધારે હોય છે અને તેથી તે તમારા વજન ઘટાડવા માટે સારું નથી. આમ પેકેજ્ડ ફૂડને બદલે તાજા રાંધેલા હોમમેઇડ ફૂડ લેવું શ્રેષ્ઠ છે.

3. સ્લિમિંગ ટી તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે

હર્બલ ટીમાં ફાયટોકેમિકલ્સ અને એન્ટીઓકિસડન્ટોનું પ્રમાણ વધારે હોય છે અને તે તમારા શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે. પરંતુ વજન ઘટાડવામાં ટી તમને સીધી મદદ કરી શકતી નથી. તેઓ મેટાબોલિક એક્ટિવીટીં અને એનર્જી-બર્નિંગમાં સુધારો કરે છે.

4. ઓછું ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે

કેલરી ઘટાડવી એ વજન ઘટાડવાની દિશામાં પહેલું પગલું છે. કેલરીની ઉણપનો અર્થ છે કે તમે વપરાશ કરતા વધુ કેલરી બર્ન કરો. આ રીતે, ઓછું ખાવું અને વધુ ચાલવું વધુ વજન ઘટાડવા માટે તાર્કિક લાગે છે.

જોકે, આ ટૂંકા ગાળા માટે કામ કરી શકે છે, પરંતુ તેને લાંબા સમય સુધી અનુસરવું અથવા તેને જીવનશૈલીની આદત બનાવવી એ સારો વિચાર નથી. જે લોકો શારીરિક અને બાયોકેમિકલ પરિબળોને કારણે ઓછું ખાવાનું શરૂ કરે છે તેઓ તેમના સામાન્ય ખોરાકમાં પાછા ફરતા જ તેમનું મોટાભાગનું વજન વધારી દે છે.

5. ભૂખ્યા રહેવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે

ક્રેશ ડાયેટ્સ લાંબા ગાળે મદદ કરતા નથી. વાસ્તવમાં તેનાથી વિપરીત, તે લાંબા ગાળે વજન વધારવા તરફ દોરી જાય છે. સૌથી મોટો મુદ્દો એ છે કે ક્રેશ ડાયટનું પાલન કરવું અત્યંત મુશ્કેલ છે અને તમને ઘણા મહત્વના પોષક તત્વોથી વંચિત રાખે છે.

તે તમારા શરીરની ઉર્જા ઘટાડે છે, જે ઉચ્ચ ચરબી, વધુ ખાંડવાળા ખોરાકની ઇચ્છા તરફ દોરી જાય છે. આ વિચાર કરતા તમે વજન ઘટાડવા માટે જરૂરી કરતાં ઓછી કેલરી ધરાવતા ખોરાકનો વધુ વપરાશ કરી શકો છો.

આ પણ વાંચો: સ્ટડીમાં દાવો: લાંબા આયુષ્ય માટે આ 2 ફળો અને 3 શાકભાજીને આહારમાં શામેલ કરો, રોગ રહેશે દુર

આ પણ વાંચો: આમળા છે કમાલ: શું તમે જાણો છો આમળાથી થતા આ 6 સ્વાસ્થ્ય લાભો વિશે?

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">