ડાયાબિટીસથી થઈ શકે છે કિડનીને નુકસાન, જાણો તેનાથી બચવાના ઉપાય
સમય રહેતા ડાયાબિટીસની સારવાર ન કરવામાં આવે તો આ રોગ સ્ટ્રોક,ન્યુરોપૈથી અને અન્ય સમસ્યાઓ ઉભી કરી શકે છે પરંતુ તમને જણાવી દઈએ કે, ડાયાબિટીસની બિમારી કિડનીને પણ નુકસાન કરી શકે છે. તો ચાલો જાણીએ કે, ડાયાબિટીસમાં કિડનીની સમસ્યાઓથી કઈ રીતે બચી શકાય.

અનિયમિત ખાણીપીણી અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે પણ લોકો ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે. ડાયાબિટીસ એ એવો રોગ છે કે તેને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાતો નથી.તેને માત્ર તમારી સારી લાઈફસ્ટાઈલથી કંટ્રોલ કરી શકો છો. શરીરમાં બ્લડ શુગર લેવલ વધવાથી હાર્ટ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે બ્લડ સુગર વધવાથી પણ કિડનીને નુકસાન થઈ શકે છે.
કિડની ફેલ થવાની સમસ્યા હંમેશા ડાયાબિટીસના કારણે થાય
હેલ્થ એક્સપર્ટની વાત માનીએ તો કિડનીની બિમારી સાથે ઝઝુમી રહેલા 80 ટકા દર્દીઓમાં ડાયાબિટીસની સમસ્યાઓ જોવા મળે છે. કિડની ફેલ થવાની સમસ્યા હંમેશા ડાયાબિટીસના કારણે થાય છે. જેના માટે બ્લડમાં શુગરની માત્રાને નિયંત્રિત કરવી જરુરી છે. કારણ કે તેનાથી કિડની પર અસર ન થાય.
ડાયાબિટીસના દર્દીઓમાં કિડની રોગ
ડાયાબિટીસની બિમારીઓમાં હંમેશા કિડની રોગ સાથે જોડાયેલા શરુઆતના લક્ષણોને અવગણવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ એ કહે છે કે, જ્યારે તમારી કિડની 80 ટકા પ્રભાવિત થાય ત્યારે આ લક્ષણ જોવા મળે છે. ક્યારેક ક્યારેક યુરિનમાં આલ્બ્યુમિન લીકેજને કારણે આની જાણ થઈ શકે છે. તો ચાલો જાણીએ તેના લક્ષણો
- જલ્દી થાક લાગવો
- રાત્રે વારંવાર પૈશાબ જવું
- ભુખ ન લાગવી
- શ્વાસ લેવામાં તકલીફ
લાઈફ સ્ટાઈલની સારી આદતો અપનાવો
જો ડાયાબિટીસને યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં ન આવે તો તે શરીરની અંદરની રક્તવાહિનીઓ અને જ્ઞાનતંતુઓને નુકસાન પહોંચાડે છે. જેના કારણે શરીરના અન્ય અંગોની સાથે કિડનીને પણ નુકસાન થાય છે.જો તમે કિડનીને સુરક્ષિત રાખવા માંગો છો તો તમે બ્લ્ડ શુગરને મેનેજ કરો.લાઈફ સ્ટાઈલની સારી આદતો અપનાવો જે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા ઉપરાંત તમારી કિડનીને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરશે.
કેટલાક ઘરેલું ઉપાયો પણ છે જે તમને ડાયાબિટીસને નિયંત્રણ કરવામાં મદદ કરશે. આ માટે તમારે તમારા શરીરની કાળજી રાખવી જરુરી છે. આજ કાલ નાના બાળકો પણ ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે માટે લાઈફ સ્ટાઈલમાં ખુબ જ ધ્યાન રાખો.
