AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dengue and Flu Symptoms: ડેન્ગ્યુ અને સીઝનલ ફ્લુમાં શું તફાવત? જાણો શું કહે છે નિષ્ણાંતો

Dengue and Flu symptoms : ડેન્ગ્યુના ડરને કારણે ઘણા લોકો ફ્લૂના લક્ષણો દેખાય કે તરત ડેન્ગ્યુનો રિપોર્ટ કરાવે છે,સમસ્યા એ છે કે ડેન્ગ્યુ અને સિઝનલ ફ્લૂના મોટાભાગના લક્ષણો સમાન હોય છે. જેના કારણે લોકોમાં આ બંને બીમારીઓને લઈને ભારે અસમંજસ જોવા મળી રહી છે. ઘણા લોકો સિઝનલ ફ્લૂના લક્ષણો દર્શાવ્યા બાદ જ ડેન્ગ્યુ માટે ટેસ્ટ કરાવતા હોય છે, પરંતુ તેમનામાં ડેન્ગ્યુનો રિપોર્ટ નેગેટિવ આવી રહ્યો છે.આવી સ્થિતિમાં, એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે સિઝનલ ફ્લૂ અને ડેન્ગ્યુના લક્ષણોમાં શું તફાવત છે?

Dengue and Flu Symptoms: ડેન્ગ્યુ અને સીઝનલ ફ્લુમાં શું તફાવત? જાણો શું કહે છે નિષ્ણાંતો
Dengue and Flu symptoms
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2023 | 2:13 PM
Share

Dengue and Flu symptoms: વાતાવરણમાં બદલાવને કારણે બીમારીઓના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, એમાં પણ ખાસ કરીને ડેન્ગ્યુ અને તાવના કેસનો રાફડો ફાટ્યો છે, ઘણા કિસ્સામાં તાવને કારણે દર્દીઓના મૃત્યુ પણ થઈ રહ્યા છે, સ્થિતી ગંભીર છે માત્ર ડેન્ગ્યુ જ નહીં સિઝનલ ફ્લૂના કેસ પણ વધવા લાગ્યા છે. બદલાતા હવામાનને કારણે તાવ અને બીમારીઓનો વ્યાપ વધી રહ્યો છે.

ડેન્ગ્યુના ડરને કારણે ઘણા લોકો ફ્લૂના લક્ષણો દેખાય કે તરત ડેન્ગ્યુનો રિપોર્ટ કરાવે છે,સમસ્યા એ છે કે ડેન્ગ્યુ અને સિઝનલ ફ્લૂના મોટાભાગના લક્ષણો સમાન હોય છે. જેના કારણે લોકોમાં આ બંને બીમારીઓને લઈને ભારે અસમંજસ જોવા મળી રહી છે. ઘણા લોકો સિઝનલ ફ્લૂના લક્ષણો દર્શાવ્યા બાદ જ ડેન્ગ્યુ માટે ટેસ્ટ કરાવતા હોય છે, પરંતુ તેમનામાં ડેન્ગ્યુનો રિપોર્ટ નેગેટિવ આવી રહ્યો છે.આવી સ્થિતિમાં, એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે સિઝનલ ફ્લૂ અને ડેન્ગ્યુના લક્ષણોમાં શું તફાવત છે? આવો જાણીએ શું કહે છે નિષ્ણાતો

આ પણ વાંચો : Health Tips: Thyroid હોય તો કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ વસ્તુ નહિ? જાણો

સફદરજંગ હોસ્પિટલમાં કોમ્યુનિટી મેડિસિન વિભાગના એચઓડી પ્રોફેસર ડૉ. જુગલ કિશોર કહે છે કે ડેન્ગ્યુ અને સિઝનલ ફ્લૂના મોટાભાગના લક્ષણો સમાન છે. તેનાથી તાવ, શરદી, સ્નાયુમાં દુખાવો અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થાય છે, પરંતુ ડેન્ગ્યુના કેટલાક લક્ષણો ફ્લૂથી તદ્દન અલગ હોય છે. જેને તમે આ રીતે ઓળખી શકો છો.

ડેન્ગ્યુ અને સિઝનલ ફ્લૂ વચ્ચે તફાવત

ડૉ. કિશોર સમજાવે છે કે ડેન્ગ્યુમાં શરીર પર લાલ ફોલ્લીઓ દેખાઈ શકે છે, પરંતુ સિઝનલ ફ્લૂમાં આવું થતું નથી. ફ્લૂમાં તાવ 100 કે 101 ડિગ્રી સુધી રહે છે, પરંતુ ડેન્ગ્યુમાં તાવ 104 ડિગ્રી સુધી જાય છે. ડેન્ગ્યુથી ઉલ્ટી અને ઝાડા થાય છે, પરંતુ સિઝનલ ફ્લૂમાં આવું થતું નથી. સિઝનલ ફ્લૂમાં તાવ વધે છે અને ઉતરે છે, પરંતુ ડેન્ગ્યુમાં તાવ ચાલુ રહે છે.

ડૉક્ટરની સલાહ લો

જો તમને ફ્લૂના લક્ષણો જણાય છે અને બે થી ત્રણ દિવસ સુધી ચાલુ રહે છે, તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. કારણ કે આ સમયે ડેન્ગ્યુ અને સિઝનલ ફ્લૂ સિવાય ટાઈફોઈડના કેસ પણ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, તાવના કિસ્સામાં બે દિવસથી વધુ રાહ ન જોવી અને ડેન્ગ્યુ માટે પરીક્ષણ પણ કરાવવું મહત્વપૂર્ણ છે. ડેન્ગ્યુના સમયસર નિદાનથી દર્દીમાં ગંભીર લક્ષણો ઘટાડી શકાય છે.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">