AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup Breaking : ભારતને મોટો ઝટકો, શુભમન ડેન્ગ્યુની ઝપેટમાં, પહેલી મેચમાં રમવું અનિશ્ચિત

ODI વર્લ્ડ કપમાં ભારતે તેની પ્રથમ મેચ રવિવારે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. મેચના બે દિવસ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમનો સ્ટાર ઓપનર અને ઈનફોર્મ બેટ્સમેન શુભમન ગિલ ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યો છે, જેના કારણે તેના ચેન્નાઈમાં રમાનાર ભારતની વર્લ્ડ કપ 2023ની પહેલી મેચમાં રમવા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે.

World Cup Breaking : ભારતને મોટો ઝટકો, શુભમન ડેન્ગ્યુની ઝપેટમાં, પહેલી મેચમાં રમવું અનિશ્ચિત
Shubman Gill
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2023 | 9:04 AM
Share

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) રવિવારે ODI વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ રમશે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં ઓસ્ટ્રેલિયા (Australia) ની ટીમ ભારત સામે ટકરાશે. પરંતુ આ મેચ પહેલા ભારતને એક ઝટકો લાગ્યો છે. આ મેચમાં શુભમન ગિલ (Shubman Gill) રમશે તે નિશ્ચિત નથી.

શુભમન ગિલનો ડેન્ગ્યુ ટેસ્ટ પોઝિટિવ આવ્યો

એક અહેવાલ મુજબ, શુભમન ગિલનો ડેન્ગ્યુ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને મેચના દિવસ સુધી તેના માટે સ્વસ્થ થવું મુશ્કેલ છે. શુભમન ગિલે ગુરુવારે ટ્રેનિંગ સેશનમાં પણ ભાગ લીધો ન હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ટીમ મેનેજમેન્ટ શુભમન ગિલની કાળજી લઈ રહ્યું છે અને પ્રથમ મેચમાં તેના રમવા અંગેનો નિર્ણય શુક્રવારે યોજાનારી બીજી વાર ડેન્ગ્યુ ટેસ્ટ પછીજ લેવામાં આવશે.

કોણ ઓપનિંગ કરશે ?

જો શુભમન ગિલ આ મેચમાં નહીં રમે તો ભારત સામે રોહિત શર્માનો ઓપનિંગ પાર્ટનર પસંદ કરવાનો પડકાર રહેશે. તેનો પ્રબળ દાવેદાર ફરી ઈશાન કિશન છે. ટીમ ઓપનિંગમાં કેએલ રાહુલને પણ અજમાવી શકે છે.તે ઓપનર છે પરંતુ વનડેમાં તે ટીમની જરૂરિયાત મુજબ મિડલ ઓર્ડરમાં રમે છે. કોઈ પણ સંજોગોમાં, ગિલની ગેરહાજરી ભારત માટે ટેન્શન સાબિત થશે કારણ કે તે અત્યારે શાનદાર ફોર્મમાં છે. ગીલે તાજેતરમાં 24 સપ્ટેમ્બરે ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં સદી ફટકારી હતી. તેણે મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે 74 રનની ઈનિંગ રમી હતી.

આ પણ વાંચો : Asian Games 2023 : ચેન્નાઈ પહેલા ચીનમાં ટીમ ઈન્ડિયા બતાવશે તાકાત, સેમીફાઈનલમાં બાંગ્લાદેશ સામે ટકરાશે

ચેન્નાઈમાં શુભમન ગિલની જરૂર છે !

ભારતે તેની પ્રથમ મેચ ચેન્નાઈમાં રમવાની છે જ્યાં પિચ સ્પિનરો માટે મદદરૂપ માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા પાસે એડમ ઝમ્પા જેવો સ્પિનર ​​છે જે ભારતને મુશ્કેલીમાં મુકવાની શક્તિ ધરાવે છે. શુભમન ગિલ એ ભારતીય બેટ્સમેનોમાંનો એક છે જે સ્પિનરોને સારી રીતે રમે છે અને તેથી જ તેનું ચેન્નાઈમાં રમવું ટીમ ઈન્ડિયા માટે ખૂબ મહત્વનું છે, જો તે નહીં રમે તો ભારતને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
g clip-path="url(#clip0_868_265)">