AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cholesterol Control Tips: શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવુ છે તો ના કરો આ 4 ભૂલ

Cholesterol Control Tips: ઘણી વખત લોકો ઘણા પ્રયત્નો કરે છે, છતાં પણ કોલેસ્ટ્રોલ ઘટતું નથી. તેની પાછળ ઘણા કારણો છે. જે જાણવું જરૂરી છે. ચાલો તમને જણાવીએ તમારી તે 4 ભૂલો જેના કારણે કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં નથી આવતું.

Cholesterol Control Tips: શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવુ છે તો ના કરો આ 4 ભૂલ
Cholesterol Control Tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 5:07 PM
Share

Cholesterol Control Tips: આજકાલ વધતું કોલેસ્ટ્રોલ (Cholesterol) લેવલ એક મોટી સમસ્યા બની રહી છે. દાયકાઓ પહેલા, 60 વર્ષની વયના લોકોને આ સમસ્યા થતી હતી, પરંતુ હવે 30 વર્ષની વયના લોકોના શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે. જેના કારણે હૃદયની બીમારીઓ પણ થઈ રહી છે. તબીબોનું કહેવું છે કે હળવાશભરી જીવનશૈલીના કારણે આ બીમારી ઝડપથી વધી રહી છે. તેને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે.

ઘણી વખત લોકો ઘણા પ્રયત્નો કરે છે, છતાં પણ કોલેસ્ટ્રોલ ઘટતું નથી. તેની પાછળ ઘણા કારણો છે. જે જાણવું જરૂરી છે. ચાલો તમને જણાવીએ તમારી તે 4 ભૂલો જેના કારણે કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં નથી આવતું.

આ પણ વાંચો; ઉનાળાની ઋતુમાં અનાનસ તમને અનેક રોગોથી બચાવશે, જાણો તેને ડાયટમાં કેવી રીતે સામેલ કરશો

યોગ્ય ડાયેટ ના લેવુ

સફદરજંગ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગમાં ડૉ. દીપક સુમન જણાવે છે કે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાનું સૌથી મોટું કારણ ખરાબ આહાર છે. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે તમે તમારા ડોક્ટરની સલાહ મુજબ ડાયટ ચાર્ટ બનાવો અને તેનું પાલન કરો. પ્રયત્ન કરો કે ખોરાકમાં ફળો, લીલા શાકભાજી, ફાઈબર, પ્રોટીન અને વિટામિન્સ હોવા જોઈએ.

સમયસર દવાઓ ન લેવી

ઉચ્ચ કોલેસ્ટ્રોલ ધરાવતા દર્દીઓએ તેને નિયંત્રિત કરવા માટે સમયસર દવાઓ લેવી જરૂરી છે. પરંતુ ઘણી વખત લોકો ડોક્ટરની સલાહ વગર દવા લેવાનું બંધ કરી દે છે. કેટલાક દર્દીઓ ફોલોઅપ માટે પણ જતા નથી. જેના કારણે તેમને પાછળથી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં લોકોને તેમની દવાનો કોર્સ પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે.

દારૂનું સેવન અને ધૂમ્રપાન

જો શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી ગયું હોય તો તમારે આલ્કોહોલ અને સ્મોકિંગથી બચવું જોઈએ. આ બંને તમારા કોલેસ્ટ્રોલ લેવલ માટે ખતરનાક છે.

કસરત ના કરવી

જો તમે નિયમિત કસરત કરશો તો તમારું કોલેસ્ટ્રોલ લેવલ જળવાઈ રહેશે, પરંતુ જોવામાં આવે છે કે કોલેસ્ટ્રોલના ઘણા દર્દીઓ કસરત કરવાનું ટાળે છે, પરંતુ આવું ન કરવું જોઈએ. તમે તમારા ડૉક્ટરની સલાહ મુજબ કસરત કરી શકો છો.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">