Cause of Migraine : કેમ થાય છે માઇગ્રેનનો દુખાવો અને શું છે તેના માટે સમાધાન ?
માઇગ્રેનનો દુખાવો મોટાભાગે માથાના અડધા ભાગમાં અનુભવાય છે, પરંતુ કેટલીક વાર તે આખા માથામાં ફેલાય જાય છે. માઇગ્રેનનો દુખાવો એટલો ભયંકર હોય છે કે લોકો તેને સહન નથી કરી શકતા.
આપણામાંથી ઘણા લોકોને માઇગ્રેનની (Migraine) સમસ્યા હશે. માઇગ્રેનને આધાશીશી પણ કહેવાય છે. માઇગ્રેનનો દુખાવો મોટાભાગે માથાના અડધા ભાગમાં અનુભવાય છે, પરંતુ કેટલીક વાર તે આખા માથામાં ફેલાય જાય છે. માઇગ્રેનનો દુખાવો એટલો ભયંકર હોય છે કે લોકો તેને સહન નથી કરી શક્તા અને પછી તેમને પેઇન કિલર લેવી પડે છે.
માઇગ્રેન કેમ થાય છે ?
માઇગ્રેનના દુખાવાથી બચવા માટે તમારે પહેલા એ કારણોને જાણવા જરૂરી છે જેનાથી માઇગ્રેન થાય છે. માથાના દુખાવાને ક્યારે પણ ઇગ્નોર ન કરો અને જાણવાનો પ્રયત્ન કરો કે તમને ક્યારે ક્યારે માથુ દુખે છે. સ્ટ્રોન્ગ સ્મેલ, ડિહાઇડ્રેશન, આલ્કોહોલનું સેવન અથવા બહુ સ્ટ્રેસ લેવાથી માઇગ્રેન થઇ શકે છે. કેટલીકવાર વાતાવરણ બદલાવાથી પણ માઇગ્રેન થઇ શકે છે.
પુરુષોની સરખામણીમાં મહિલાઓ માઇગ્રેનનો વધુ શિકાર થાય છે. એક્સપર્ટ્સનું માનવુ છે કે મહિલાઓમાં માઇગ્રેનમાં મેન્સ્ટ્રુઅલ સાઇકલની ભૂમિકા હોય છે. કેટલીક મહિલાઓને માસિક દરમિયાન માઇગ્રેનનો દુખાવો ઉપડે છે. પિરિયડ્સના સમયે પ્રોજેસ્ટેરોન અને એસ્ટેરોજેન નામના હારમોન્સમાં ઉતાર ચઢાવના કારણે માઇગ્રેન થઇ શકે છે. કેટલીક વાર વધુ લાઇટ અને ઘોંઘાટના કારણે પણ માઇગ્રેન થઇ શકે છે. માઇગ્રેનનો દુખાવો ઉપડે ત્યારે શાંત જગ્યાએ જઇને બેસી જાઓ.
કેટલીક વાર વધુ સમય સુધી ભૂખ્યા રહેવુ અથવા તો સવારનો નાસ્તો સ્કીપ કરવો અથવા તો વધુ પ્રમાણમાં ઉપવાસ કરવાથી પણ માઇગ્રેન થઇ શકે છે. જો તમને પણ માઇગ્રેનની સમસ્યા હોય તો તમારે હેલ્ધી ખોરાક ખાવો જોઇએ. તમારે હંમેશા સાથે હેલ્ધી સ્નૈક્સ પણ રાખવા જોઇએ. જો તમને મહિનામાં ઓછામાં ઓછા 15 દિવસ માઇગ્રેનનો દુખાવો રહે છે તો ડૉક્ટર્સ તમને ક્રોનિક માઇગ્રેન પ્રીવેન્શન મેડિકેશનની સલાહ આપી શકે છે.
દરેક વ્યક્તિ માટે પૂરતી ઉંઘ લેવી જરૂરી હોય છે. ઘણા ઓછા લોકો આ વાત જાણે છે કે પૂરતી ઉંઘ ન લેવાથી પણ માઇગ્રેન થઇ શકે છે. જો તમારી સાથે પણ આ સમસ્યા છે તો સ્થિતીને સારી બનાવવાનો પ્રયત્ન કરો. તમારે તમારા સુવા અને જાગવાના શેડ્યૂલ પર કામ કરવાની જરૂર છે.