Tokyo Paralympics માં રજત ચંદ્રક વિજેતા ભાવિના પટેલને 3 કરોડનો પુરસ્કાર આપવાની ગુજરાત સરકારની જાહેરાત
મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ પેરા ઓલિમ્પિક્સ રમતોમાં ટેબલ ટેનિસ રમતમાં આગવી સિધ્ધિ મેળવી દેશને ગૌરવ અપવાનારી ગુજરાતના મહેસાણા જિલ્લાની દીકરી ભાવિના પટેલને અભિનંદન પાઠવ્યા.
ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics 2020)માં ભાવિના પટેલે (Bhavina Patel) સિલ્વર મેડલ જીતી લઇને દેશનુ ગૌરવ વધાર્યુ છે. મહેસાણા જીલ્લાના સુંઢીયા ગામની ભાવિના હસમુખભાઇ પટેલે પ્રથમ વખત ટેબલ ટેનિસ (Table tennis) માં ભારતને મેડલ અપાવ્યો છે. જેને લઇને તેને દેશભરમાંથી શુભેચ્છાઓ અપાઇ રહી છે. આ દરમ્યાન ગુજરાત સરકારે (Government of Gujarat) પણ ભાવિનાને નોકરી અને 3 કરોડ રુપિયા આપવાની જાહેરાત કરી હતી.
મુખ્યપ્રધાન વિજય રુપાણી (CM Vijay Rupani) એ પણ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. ભાવિના પટેલને 3 કરોડનો પુરસ્કાર આપવાની ગુજરાત સરકાર ની જાહેરાત, ગુજરાતના રમત ગમત પ્રધાન ઈશ્વર પટેલે સરકાર વતી કરી હતી. ટોક્યોમાં રમાઈ રહેલી પેરાલિમ્પિકમાં ગુજરાતની ભાવિના પટેલે, ચીનના ખેલાડી સામે ટેબલ ટેનિસની ફાઈનલ મેચમાં હારી હતી. જો કે સેમિફાઈનલમાં ભાવિનાએ ચીનની જ ખેલાડીને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
સરકારી નોકરી મળશે ભાવિનાને
ગુજરાત સરકાર આ સ્ટારનું સન્માન કરવામાં કોઈ કસર છોડવા માંગતી નથી. તેમના ભારતમાં આગમન પહેલા જ સરકારે પુરસ્કારોની જાહેરાત કરી છે. સરકાર ભાવિનાને ત્રણ કરોડ રૂપિયા આપશે. આ સિવાય સિલ્વર મેડલ વિજેતા ખેલાડીને સરકારી નોકરી પણ આપવામાં આવશે. પૈસાના અભાવે ભાવિનાએ પોતાની કારકિર્દીમાં ઘણો સંઘર્ષ કર્યો છે. તે જ સમયે, તેણે નોકરી માટે ઘણો સંઘર્ષ કર્યો છે.
વિજય રૂપાણીએ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતવા બદલ ભાવનાબેનને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વિટ કરીને લખ્યું, ‘ભાવિનાબેનને ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન. ગુજરાત સરકાર તરફથી ભાવિનાબેનને ત્રણ કરોડ રૂપિયા આપવામાં આવશે.
CM Shri @vijayrupanibjp announces a cash prize of ₹ 3 crore for Bhavina Patel, a para-paddler from Mehsana district, under the State Govt’s ‘Divyang Khel Ratna Protsahan Puraskar Yojana’ for her historic achievement at the #TokyoParalympics
— CMO Gujarat (@CMOGuj) August 29, 2021
ભાવિનાની આ સિધ્ધિને બિરદાવતા, ગુજરાતના રમતગમત પ્રધાન ઈશ્વર પટેલે, પણ જાહેરાતને દોહરાવતા કહ્યુ હતુ કે, પેરાલિમ્પિકમાં દેશની સાથેસાથે ગુજરાતનુ પણ નામ રોશન કરનાર ભાવિનાને ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 3 કરોડનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
ભાવિના ઘરે ઉત્સવનું વાતાવરણ
ભાવનાબેનના પિતા હસમુખ પટેલે વિજય બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, તેઓ ભલે વિકલાંગ હોય પરંતુ અમે તેમને આ રીતે ક્યારેય જોયા નથી. અમારા માટે તે ‘દિવ્ય’ છે. અમે ખૂબ ખુશ છીએ કે તેમણે દેશ માટે સિલ્વર મેડલ જીત્યો.હસમુખ ગામમાં નાની કરિયાણાની દુકાન ચલાવે છે. ટોક્યોથી તેમની મેચનું લાઇવ ટેલિકાસ્ટ જોવા માટે ભાવનાબેનના વતન ગામમાં મોટી સ્ક્રીન લગાવવામાં આવી હતી.
મેચ જોવા માટે લોકો સવારથી જ એકઠા થયા હતા. ભવિનાબેનને ભલે તેમની પ્રથમ પેરાલિમ્પિકની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ આ હોવા છતાં લોકોએ ઉગ્ર ઉજવણી કરી હતી. મેચ સમાપ્ત થતાં જ લોકોએ નૃત્ય કરવાનું, ફટાકડા ફોડવા અને એકબીજા પર ગુલાલ ફેંકવાનું શરૂ કર્યું.