AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : ખાલી પેટે પાણી પીવાનું પણ સાબિત થઇ શકે છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

ભોજન પછી કે મસાલેદાર ખોરાક ખાધા પછી લોકો પાણી પીએ છે.પણ શું તમે ખાલી પેટે પાણી પીવાના ફાયદા જાણો છે. આવો અમે તમને જણાવીએ.

Health Tips : ખાલી પેટે પાણી પીવાનું પણ સાબિત થઇ શકે છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
Benefits of drinking water: 10 benefits of drinking water on an empty stomach
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 8:54 AM
Share

પાણી પીવાના ફાયદા: શરીરને તંદુરસ્ત(healthy) અને ફિટ(fit) રાખવા તેમજ આપણી દૈનિક ક્રિયાઓ જાળવી રાખવા આપણે ખોરાક(food) લઈએ છીએ. પરંતુ ખોરાકની સાથે આપણા માટે પાણી પીવું પણ તેટલું જ જરૂરી છે. માત્ર શરીરને હાઇડ્રેટ રાખવા માટે કે તરસ છીપાવવા માટે જ નહિ પરંતુ સ્વસ્થ રહેવા માટે પણ પાણી(water) પીવું જરૂરી છે. જમ્યા પછી પાણી પીવાથી ખોરાક પચવામાં સરળતા રહે છે. પણ ખાલી પેટે પાણી પીવાના પણ ઘણા ફાયદા છે.

માનવ શરીરનો 70 ટકા ભાગ પાણીથી બનેલો છે. તરસ મટાવવા માટે આ શ્રેષ્ઠ પીણું છે. ઘણીવાર આપણે ભોજન પછી કે મસાલેદાર ખોરાક ખાધા પછી પાણી પીએ છીએ. પરંતુ ખાલી પેટ પાણી પીવું પણ સ્વાસ્થ્ય માટે લાભકારક છે.

મેટાબોલિઝમ સુધારે છે – (metabolism) ખાલી પેટ પાણી પીવાથી મેટાબોલિઝમ સુધરે છે. તેનાથી ખોરાકને ઝડપથી પચવામાં મદદ મળે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. રોજ ઓછામાં ઓછું 4 લિટર પાણી પીવું જ જોઈએ.

ઇમ્યુનિટી તંત્ર માટે ફાયદાકારક – (immunity) હાલના સમયમાં ઇમ્યુનિટી સૌથી જરૂરી છે. ખાલી પેટે નિયમિત પાણી પીવાની ટેવ આપણી ઇમ્યુનિટી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી ચેપ કે બીમારી સામે લડવામાં મદદ મળી શકે છે. તે આરોગ્યને સુધારવા માટે કામ કરે છે.

શરીરમાંથી ટોક્સિન પણ મદદ કરે છે – (toxin) પૂરતા પ્રમાણમાં પાણી તમારા શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે. તમે જેટલું વધારે પાણી પીશો તેટલું તમે બાથરૂમ જવું પડશે. તે રીતે તમે તમારા શરીરને શુદ્ધ અને ડિટોક્સિફાય કરો છો.

માઇગ્રેન એટેકને અટકાવે છે – (migraine attack) વારંવાર માથાનો દુઃખાવો શરીરમાં પાણીની ઉણપના લીધે થાય છે. જેથી ઘણા લોકો માઇગ્રેનના હુમલાથી પીડાય છે. ડિહાઇડ્રેશન માથાનો દુખાવાનું મુખ્ય કારણ છે. વારંવાર અને ખાલી પેટ પાણી પીવાથી માથાનો દુખાવો નેચરલી દૂર થઈ શકે છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી મોં અથવા દાંતની સમસ્યાઓથી પણ દૂર રહી શકાય.

વજન ઘટાડવામાં મદદ કરે છે – (weight loss) આહાર દરમિયાન વધુ પાણી પીવાથી પણ તમે ઝડપથી વજન ઘટાડી શકો છો. પાણીમાં કેલરી નથી હોતી. સમયાંતરે પાણી પીવાથી તમારું પેટ ભરેલું રહે છે. ઉપરાંત, તેના કોઈ નકારાત્મક પરિણામો નથી. પાણી પીવાથી તે ઝડપથી કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.

તમને ભૂખ લાગે છે -(hungry) જો તમને બરાબર રીતે ભૂખ ન લાગતી હોય તો નિયમિત પાણી આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે. જેનાથી તમારું આરોગ્ય સારું રહે છે.અને તમને ભૂખ પણ લાગે છે.

ત્વચાને સુંદર બનાવવામાં મદદ કરે છે -(skin care) ખૂબ વધારે પાણી પીવું નિરોગી અને ચમકદાર ત્વચા મેળવવાનો સૌથી સહેલો રસ્તો છે. ખીલ શરીરમાં ઝેરના સંચયને કારણે થાય છે. પાણી શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં મદદ કરી શકે છે. તે તમારી ત્વચા પર ચમક લાવવામાં મદદ કરે છે.

તમારા આંતરડા સાફ કરે છે – (intestines) ખાલી પેટ પાણી પીવાથી ખોરાકમાં પાચનમાં મદદ મળે છે. તે તમારા શરીરમાંથી કચરો દૂર કરવામાં મદદ કરે છે.

ઉર્જા વધારવામાં મદદ કરે છે – (energy) જો તમને ઊંઘ અથવા સુસ્તી લાગે છે, તો ખાલી પેટ પાણી પીવાથી તમને તાત્કાલિક ઉર્જાનો અનુભવ થઈ શકે છે. તે રેડ બ્લડસેલ વધારવામાં મદદ કરે છે.

તે કોલોનને સાફ કરે છે -(colon) ખાલી પેટ એક ગ્લાસ પાણી પીવાથી સંગ્રહયેલી ગંદકીથી છુટકારો મેળવવામાં મદદ મળે છે અને પોષક તત્ત્વોનું ઝડપી શોષણ કરવામાં મદદરૂપ થાય છે.

આ પણ વાંચો :

Health Tips : શું તમને વધુ કૉફી પીવાની આદત છે, વાંચો તમારા સ્વાસ્થ્ય માટે કેટલી નુકસાનકારક છે ?

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">