AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lip Care in Summer: શું ઉનાળામાં તમારા પણ હોઠ વારંવાર ફાટી રહ્યા છે? માત્ર ગરમી જ નહીં, આ 5 ગંભીર બીમારીઓના હોઈ શકે છે ‘સંકેત’, જાણો બચવાના અચૂક ઉપાયો

ઉનાળાની કાળઝાળ ગરમીમાં હોઠ ફાટવા, સુકાઈ જવા કે પપડી જામવી એ સામાન્ય વાત છે, પરંતુ તેની પાછળ શરીરની આંતરિક બીમારીઓ પણ છુપાયેલી હોઈ શકે છે. જાણો કેવી રીતે કુદરતી રીતે હોઠને નરમ રાખી શકાય.

Lip Care in Summer: શું ઉનાળામાં તમારા પણ હોઠ વારંવાર ફાટી રહ્યા છે? માત્ર ગરમી જ નહીં, આ 5 ગંભીર બીમારીઓના હોઈ શકે છે 'સંકેત', જાણો બચવાના અચૂક ઉપાયો
Image Credit source: AI
| Updated on: Mar 28, 2026 | 7:45 PM
Share

સામાન્ય રીતે લોકો હોઠ ફાટવાની સમસ્યાને માત્ર શિયાળા સાથે જોડતા હોય છે, પરંતુ સત્ય એ છે કે ઉનાળામાં પણ આ સમસ્યા એટલી જ હેરાન કરે છે. હોઠની ચામડી અત્યંત સંવેદનશીલ હોય છે અને તેમાં ઓઈલ ગ્લેન્ડ્સ હોતા નથી, જે તેને કુદરતી રીતે મોઈશ્ચરાઈઝ રાખી શકે. આ કારણે તેજ તડકો અને ગરમ પવનના સંપર્કમાં આવતા જ હોઠ ડેમેજ થવા લાગે છે.

ઉનાળામાં હોઠ ફાટવાના મુખ્ય 5 કારણો:

  • ડિહાઈડ્રેશન: ગરમીમાં પરસેવાને કારણે શરીરમાં પાણીનું સ્તર ઝડપથી ઘટે છે. જો તમે પૂરતું પાણી નથી પીતા, તો તેની સીધી અસર હોઠ પર દેખાય છે.
  • વિટામિનની ઉણપ: શરીરમાં વિટામિન બી9, બી2, બી6 અને બી12 ની કમી હોવાને કારણે પણ હોઠ ફાટી શકે છે.
  • થાઈરોઈડની સમસ્યા: જો લાંબા સમય સુધી હોઠ સુકાઈ રહ્યા હોય, તો તે થાઈરોઈડનો સંકેત હોઈ શકે છે. આવા કિસ્સામાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
  • આયર્નની કમી: લોહીની ઉણપ અથવા એનીમિયાના લક્ષણ તરીકે પણ ફાટેલા હોઠ જોવા મળે છે.
  • એલર્જી કે ઈન્ફેક્શન: ઘણીવાર કોઈ કોસ્મેટિક પ્રોડક્ટ કે ઈન્ફેક્શનને કારણે હોઠ પર બળતરા અને પપડી જામવાની સમસ્યા થાય છે.

સોફ્ટ હોઠ મેળવવાના સરળ ઉપાયો:

  • પૂરતું પાણી પીવો: ઉનાળામાં શરીરમાં પાણીની કમી ન થવા દો. દિવસ દરમિયાન ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવાનું રાખો.
  • એક્સફોલિએટ કરો: અઠવાડિયામાં બે વાર હોઠની ડેડ સ્કીન દૂર કરવી જરૂરી છે. આ માટે એક ચમચી ખાંડમાં મધ મિક્સ કરીને 2 મિનિટ સુધી હોઠ પર હળવા હાથે ઘસો. તેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરશે.
  • નેચરલ ઓઈલથી મસાજ: રોજ રાત્રે સૂતા પહેલા નાળિયેર તેલથી હોઠ પર મસાજ કરો. તેમાં રહેલા કુદરતી ગુણો હોઠને અંદરથી પોષણ આપે છે.
  • એલોવેરા જેલનો ઉપયોગ: જો લિપ બામથી ફાયદો ન થતો હોય, તો એલોવેરા જેલ લગાવો. તેને સીધું જ અથવા નાળિયેર તેલ સાથે મિક્સ કરીને લગાવી શકાય છે. રાત્રે સૂતી વખતે આ ઉપાય કરવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે.

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

ગજબ છે આ રેલવે સ્ટેશન! આખું વર્ષ રહે છે સુમસામ પણ વર્ષમાં માત્ર 2 જ વાર અહીં ઉભી રહે છે ટ્રેન, જાણો આ સ્ટેશન પાછળનો ચોંકાવનારો ઇતિહાસ

Follow Us
"ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા..." જુઓ Viral Video
અમદાવાદ: કોંગ્રેસ કોર્પોરેટરનું LC બોગસ? DEO ની તપાસમા થયો મોટો ખુલાસો
અમદાવાદ: કોંગ્રેસ કોર્પોરેટરનું LC બોગસ? DEO ની તપાસમા થયો મોટો ખુલાસો
15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી
15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી
રેપિડો રીક્ષા ચાલકોએ ત્રિકોણબાગ ખાતે નોંધાવ્યો વિરોધ, જુઓ Video
રેપિડો રીક્ષા ચાલકોએ ત્રિકોણબાગ ખાતે નોંધાવ્યો વિરોધ, જુઓ Video
ઈશાન કિશનને આ નાનકડા ફેન્સ માટે કંઈક એવુ કર્યુ કે લોકો જોતા રહી ગયા
ઈશાન કિશનને આ નાનકડા ફેન્સ માટે કંઈક એવુ કર્યુ કે લોકો જોતા રહી ગયા
PM મોદી 11 મેના રોજ વડોદરામાં સરદારધામ-3નું કરશે લોકાર્પણ
PM મોદી 11 મેના રોજ વડોદરામાં સરદારધામ-3નું કરશે લોકાર્પણ
વડોદરા અને દાહોદમાં નાહવા પડેલા કુલ 3 લોકોના મોત
વડોદરા અને દાહોદમાં નાહવા પડેલા કુલ 3 લોકોના મોત
સુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ-Video
સુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ-Video
શેરબજારના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, જુઓ વીડિયો
શેરબજારના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, જુઓ વીડિયો
Breaking News: અમરેલીમાં પ્રેમ પ્રકરણને લઈ હાઇવે પર ખૂની કાંડ
Breaking News: અમરેલીમાં પ્રેમ પ્રકરણને લઈ હાઇવે પર ખૂની કાંડ
g clip-path="url(#clip0_868_265)">