Gujarati NewsHealthAlia Bhatt Fitness: Alia keeps herself fit and beautiful by doing Ariel natarajasana
Alia Bhatt Fitness : એરિયલ નટરાજાસન કરીને આલિયા પોતાને રાખે છે ફિટ અને સુંદર
એરિયલ નટરાજાસન અથવા ડાન્સર્સ(dancers ) પોઝ કરવાથી ત્વચા અને વાળ માટે વિશેષ ફાયદા થાય છે. અનુષ્કાએ આ ખાસ આસનને આલિયાની ચમકતી ત્વચા અને સુંદર વાળનું રહસ્ય પણ જણાવ્યું છે.
આલિયા ભટ્ટ(Alia Bhatt ) તેની ત્વચા અને વાળનું(Hair ) ખાસ ધ્યાન રાખે છે, જેથી તે વધુ સુંદર(Beautiful ) દેખાય. તેની ચમકતી ત્વચા અને સુંદર વાળનું રહસ્ય યોગાભ્યાસ છે. હા, આલિયા પોતાની જાતને ફિટ રાખવા માટે નિયમિત રીતે યોગ કરે છે. અવારનવાર તે તેના ઈન્સ્ટાગ્રામ પર વિવિધ પ્રકારના યોગ પોઝ આપતી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં, આલિયાની સેલિબ્રિટી ટ્રેનર અનુષ્કાએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર આલિયાની એક તસવીર શેર કરી છે, જેમાં તે એરિયલ નટરાજાસન કરતી જોવા મળી રહી છે. આલિયા આ મુશ્કેલ યોગ પોઝ ખૂબ જ સારી રીતે કરતી જોવા મળે છે. એરિયલનટરાજાસન અથવા ડાન્સર્સ પોઝ કરવાથી ત્વચા અને વાળ માટે વિશેષ ફાયદા થાય છે. અનુષ્કાએ આ ખાસ આસનને આલિયાની ચમકતી ત્વચા અને સુંદર વાળનું રહસ્ય પણ જણાવ્યું છે. જાણો એરિયલ નટરાજાસનના(Arial Natarajasana) ફાયદા