Child care: બાળકોને આ ફળ ખવડાવવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ રહેશે દૂર, જાણો આ ફળની ખાસિયત

Parenting tips: બાળકોને ખાવા માટે એવી વસ્તુઓ આપવી જોઈએ, જેમાં પોષણ પુષ્કળ પ્રમાણમાં મળી રહે. એવું પણ જોવામાં આવ્યું છે કે માતા-પિતા ઘણી મહેનતથી અમુક ખોરાક બનાવે છે અને બાળકો એ વાનગીને સ્પર્શ પણ કરતા નથી. નિષ્ણાતોના મતે ફળો દ્વારા પણ બાળકોને પોષક તત્વો આપી શકાય છે.

Child care: બાળકોને આ ફળ ખવડાવવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ રહેશે દૂર, જાણો આ ફળની ખાસિયત
Must feed kiwi to children (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 8:14 AM

સામાન્ય રીતે દરેક માતા-પિતા બાળકોને સ્વસ્થ ( Keep child healthy )રાખવાના પ્રયત્નોમાં વ્યસ્ત હોય છે. તેમને ખાવા માટે શું આપવું જોઈએ અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મોટા ભાગના બાળકો ખાવા-પીવાની ચીજવસ્તુઓમાં રુચિ નથી રાખતા. આવી સ્થિતિમાં, વાલીઓ ( Parenting tips )મૂંઝવણમાં રહે છે કે તેમને શું ખવડાવવું, જે બાળકો માટે સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ( Healthy foods for kids ) પણ હોય.

બાળકોને એવી વસ્તુઓ ખાવા માટે આપવી જોઈએ, જેમાં ભરપૂર માત્રામાં પોષણ મળી રહે. એવું પણ જોવામાં આવ્યું છે કે માતા-પિતા ઘણી મહેનતથી અમુક ખોરાક બનાવે છે અને બાળકો એ વાનગીને સ્પર્શ પણ કરતા નથી. તજજ્ઞોના મતે ફળો દ્વારા પણ બાળકોને પોષક તત્વો આપી શકાય છે. જો તમારું બાળક 6 મહિનાથી વધુ ઉમરનું છે, તો તમે તેને યોગ્ય રીતે કેટલીક આરોગ્યપ્રદ વસ્તુઓનું સેવન કરાવી શકો છો.

આ લેખમાં, અમે બાળકોને કિવી ખવડાવવા વિશે વાત કરી રહ્યા છીએ. આ એક એવું જ હેલ્ધી ફળ છે, જે વિટામિન સી અને આયર્ન જેવા પોષક તત્વોથી ભરપૂર છે. તેને ખાવાથી લોહીની ઉણપ દૂર કરવા ઉપરાંત અન્ય ઘણા ફાયદાઓ પણ મળે છે. બાળકો માટે કીવીના ફાયદાઓ વિશે જાણો.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

કબજિયાતથી રાહત

ઘણી વખત બાળકોને ખોરાક આપવાની પ્રક્રિયામાં માતા-પિતા કેટલીક એવી વસ્તુઓ આપે છે, જે કબજિયાતનું કારણ બની જાય છે. કબજિયાતને કારણે બાળકને ઘણી તકલીફ થાય છે અને તે દરરોજ જે ખોરાક ખવડાવે છે તેનાથી તે દૂર રહે છે. આવી સ્થિતિમાં તેને કીવી જેવા હેલ્ધી ફ્રુટ્સ ખવડાવો. તેમાં હાજર ફાઈબર પેટ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. જો પેટમાં યોગ્ય માત્રામાં ફાઈબર પહોંચાડવામાં આવે તો તે પેટને હંમેશા સાફ રાખે છે. તેને ખવડાવવાની સાચી રીત એ છે કે પહેલા બાળકને કિવીનો થોડો ટેસ્ટ કરાવો. જો તેને ખાવાનું ગમતું હોય તો તેને તેનું નિયમિત સેવન કરાવો.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

જો બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તેમને શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ ઝડપથી થાય છે. એવું કહેવાય છે કે જે બાળક પ્રી-મેચ્યોર હોય છે તેને ઘણીવાર નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે રોગોનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, ડૉક્ટરની સલાહ પર, તમે તેને કીવીનું સેવન કરાવી શકો છો. કિવીમાં રહેલા ઘટકો બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અસરકારક છે.

આયર્નની ઉણપ દૂર કરે છે

જે બાળકોને આયર્નની ઉણપ હોય તેમને કિવી જેવા ફળો ખવડાવવા જોઈએ. તજજ્ઞોના મતે, કીવી એક આયર્નથી ભરપૂર ફળ છે અને તમે તેને નિયમિતપણે તમારા બાળકને ખવડાવી શકો છો. જો કે, કેટલીક પરિસ્થિતિઓમાં, બાળકને કીવી ખવડાવવાનું ટાળવું જોઈએ. તજજ્ઞોના મતે, જો બાળકને પેટની સમસ્યા હોય અથવા ફોલ્લીઓ હોય, તો તેને કીવી ખવડાવવી જોઈએ નહીં.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

આ પણ વાંચો-

Cancer treatment: કેન્સરની સારવાર દરમિયાન પગનો દુખાવો ખૂબ રહે છે, તેને દૂર કરવા માટે આ ઉપાયો અનુસરો

આ પણ વાંચો-

Watermelon : તરબૂચના ફાયદા મેળવવા હોય તો આ બાબતોનું ધ્યાન રાખવું છે ખુબ જ જરૂરી, અસ્થમાના દર્દીઓએ આ ફળના સેવનથી રહેવું દૂર

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">