Health Tips : મેથીના દાણાના આ ફાયદાઓ તમને ખબર નહીં હોય, જાણીને આજથી જ ચાલુ કરશો સેવન

મેથીના દાણા અને મેથીના બીજ ખૂબ જ સહેલાઈથી મળી રહે છે અને તેમા જોવા મળનારા સ્વાસ્થ્ય ગુણોને કારણે ભારતીય રસોડામાં તેનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.

Health Tips : મેથીના દાણાના આ ફાયદાઓ તમને ખબર નહીં હોય, જાણીને આજથી જ ચાલુ કરશો સેવન
benefits and effects of Fenugreek (Methi) seeds
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 7:38 PM

Health Tips : મેથીની ભાજી કે મેથી દાણા આ ભારતીય રસોડામાં જોવા મળનારુ એક ખૂબ જ મહત્વપૂર્ણ ખાદ્ય પદાર્થ છે. પણ કદાચ તમને એ જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે મેથી ઔષધીય ગુણોથી ભરપૂર છે. અને આ આપણા શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક પણ છે.

વાળ માટે – મેથી વાળ માટે કંડિશનર તરીકે કામ કરે છે. તેનો ઉપયોગ હોમ સ્પા માટે વાળના માસ્ક બનાવવા માટે થાય છે. તેનાથી વાળ ખરવાના ઓછા થાય છે અને વાળ નરમ અને રેશમી બને છે.

મેથીના દાણાને નાળિયેર તેલમાં ઉકાળીને આ તેલથી નિયમિત માલિશ કરવાથી વાળ જાડા અને નરમ પણ બને છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સુકુ ગળું – મેથીમાં જોવા મળતું મ્યુસિલેજ નામનું તત્વ ગળા અને કફમાં રાહત આપે છે. બે ચમચી મેથીના દાણા બે કપ પાણીમાં ઉકાળો. તેમાં બે ચમચી મધ નાખીને પીવો. તેનાથી ગળામાં દુખાવો, શરદી, કફ વગેરેમાં રાહત મળે છે તેનાથી મોઢાની દુર્ગંધ પણ દૂર થાય છે.

મેનોપોઝ – મેનોપોઝ દરમિયાન મહિલાઓને ડિપ્રેશન, મૂડમાં પરિવર્તન, ખેંચાણ, રાત્રે પરસેવો વગેરે જેવી ઘણી સમસ્યાઓ થાય છે. મેથીનો ઉપયોગ તેમની આ સમસ્યાને ઓછી કરી શકે છે. કારણ કે તેમાં સ્ત્રી હોર્મોન એસ્ટ્રોજન જેવા તત્વો હોય છે. આ સિવાય તે મહિલાઓને થતી અન્ય આંતરસ્ત્રાવીય સમસ્યાઓ પણ ઘટાડે છે.

સંધિવા –  વા, આર્થરાઇટિસ રોગને કારણે થતા સાંધાના દુખાવામાં રાહત આપી શકે છે. સવારે ખાલી પેટ એક ચમચી મેથીના દાણા ગરમ પાણી સાથે નિયમિત લેવાથી સાંધાના દુખાવામાં ઘણી રાહત મળે છે.

પાચન તંત્ર – મેથી પાચનતંત્રને અનેક રીતે ફાયદો કરે છે. તે પેટ અને આંતરડામાં બળતરા અને સોજામાં રાહત આપે છે. તે પેટ અને આંતરડાના અલ્સરમાં રાહત આપે છે. તેના પાણીમાં રહેલા દ્રાવ્ય તંતુ આંતરડાને શુદ્ધ કરે છે અને કબજિયાતને દૂર કરે છે અને આંતરડાની શક્તિમાં વધારો કરે છે.

ડાયાબિટીસ – મેથી ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તેનાથી પેશાબમાં ખાંડની માત્રા ઓછી થાય છે. તેના કુદરતી ફાયબર ડાયાબિટીઝમાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.આ ઇન્સ્યુલિન બનાવવાની ગતિ અને લોહીમાં તેની ગતિ બંને પર સારી અસર કરે છે. આ બ્લડ સુગરને ખૂબ ઉપર અને નીચે જતા રોકે છે. દરરોજ ત્રણથી ચાર ચમચી મેથીનો ઉપયોગ કરવાથી સારા પરિણામ મળી શકે છે.

આ પણ વાંચો –

AMCની ડીમોલેશન ડ્રાઇવને લઇને વિવાદ, કોંગ્રેસ સમર્થિત વિસ્તારોમાં જ ડીમોલેશન કાર્યવાહીનો કોંગ્રેસ ધારાસભ્યોનો આક્ષેપ

આ પણ વાંચો –

ગુજરાત બાર કાઉન્સિલના નવા ચેરમેન તરીકે કિશોર ત્રિવેદી, વાઇસ ચેરમેન કિરણસિંહ વાઘેલાની વરણી

આ પણ વાંચો –

Maharashtra : જે લોકો ઈતિહાસ નથી રચી શક્તા તેઓ ઈતિહાસનો નાશ કરી નાખે છે, સંજય રાઉતનો ભાજપ પર પ્રહાર

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">