AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : જે લોકો ઈતિહાસ નથી રચી શક્તા તેઓ ઈતિહાસનો નાશ કરી નાખે છે, સંજય રાઉતનો ભાજપ પર પ્રહાર

'આઝાદી કા અમૃત મહોત્સવ'ના પોસ્ટરમાં મહાત્મા ગાંધી, તેમના અનુયાયીઓ રાજેન્દ્ર પ્રસાદ અને સરદાર પટેલનું ચિત્ર છે પરંતુ પંડિત નેહરુ, મૌલાના આઝાદને પોસ્ટરમાંથી હટાવી દેવામાં આવ્યા છે. સંજય રાઉતે આ અંગે કટાક્ષ કર્યો છે.

Maharashtra : જે લોકો ઈતિહાસ નથી રચી શક્તા તેઓ ઈતિહાસનો નાશ કરી નાખે છે, સંજય રાઉતનો ભાજપ પર પ્રહાર
પંડિત નેહરુ માટે આટલી નફરત શા માટે? - સંજય રાઉત
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 6:12 PM
Share

રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી સાથે મોદી સરકાર અને ભાજપની લડાઈ સમજી શકાય તેવી છે. પણ પંડિત નહેરુને નફરત શા માટે? શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) આજના ‘સામના’માં પ્રકાશિત થયેલા તેમના લેખ ‘રોકઠોક’ માં આ પ્રશ્ન ઉઠાવ્યો છે. ભારતની આઝાદીનું 75 મો વર્ષ એટલે કે અમૃત મહોત્સવ શરૂ થઈ રહ્યો છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ (ICHR), ભારતના ઇતિહાસ પર સંશોધન કરતી  સંસ્થાએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ સંબંધિત પોસ્ટરમાંથી જવાહરલાલ નહેરુની તસવીર હટાવી દીધી હતી. સંજય રાઉતે આ અંગે કટાક્ષ કર્યો છે.

સંજય રાઉતે લખ્યું છે કે, “નહેરુ દ્વારા અર્જીત કરવામાં આવેલી રાષ્ટ્રીય સંપતિને (જાહેર ક્ષેત્રના ઉપક્રમોનું વિનિવેશ) વેચીને જ વર્તમાન સરકાર અર્થચક્રને ગતિ આપી રહી છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેહરુનું સ્થાન નિશ્ચિત છે. ઇતિહાસ ભૂંસી નાખવો એ બહાદુરી નથી! ”

‘જે લોકોનું ઇતિહાસમાં કોઈ યોગદાન  નથી, તે લોકો ઇતિહાસમાંથી નેહરુનું નામ ભૂંસી રહ્યા છે’

સંજય રાઉતે લખ્યું છે કે, “આઝાદી કા અમૃત મહોત્સવના પોસ્ટરમાંથી પંડિત નેહરુની તસવીર હટાવી દેવામાં આવી છે. આ પોસ્ટર પર મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ડો.બાબાસાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ, પં. મદન મોહન માલવિયા અને સ્વાતંત્ર્ય સેનાની વીર વિનાયક દામોદર સાવરકરની તસવીરો પ્રમુખ  છે, પરંતુ પંડિત જવાહરલાલ નેહરુ અને મૌલાના અબુલ કલામ આઝાદને છોડી દેવામાં  આવ્યા. નહેરુ-આઝાદને દૂર કરીને સ્વતંત્રતા સંગ્રામનો ઈતિહાસ પૂરો થઈ શકતો નથી, પરંતુ ખાસ કરીને નહેરુને હટાવીને વર્તમાન સરકારે પોતાના સંકુચિત મનનો પરીચય આપ્યો છે. જેમનો ઇતિહાસ રચવામાં કોઈ ફાળો નહોતો અને જેઓ સ્વતંત્રતા સંગ્રામથી દૂર હતા તે લોકો સ્વાતંત્ર્ય સંગ્રામના નાયક પંડિત નહેરુને  સ્વતંત્રતા સંગ્રામમાંથી હટાવવામાં  આવી રહ્યા છે. આ યોગ્ય નથી. ”

‘મતભેદો હોવા એ ખરાબ નહી પરંતુ મનભેદ પીડાદાયક’

આગળ તેમના લેખમાં, સંજય રાઉતે લખ્યું છે કે, “પંડિત નેહરુ અને તેમની કોંગ્રેસ પાર્ટી વિશે મતભેદ હોઈ શકે છે. નેહરુની રાષ્ટ્રીય, રાજકીય, આંતરરાષ્ટ્રીય નીતિ ભલે કોઈ સ્વીકારે નહીં, પરંતુ રાજકીય પૂર્વગ્રહને કારણે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેહરુના યોગદાનને ભૂંસી નાખવું એ સ્વતંત્રતા સંગ્રામના દરેક સૈનિકનું અપમાન છે.

‘નેહરુનું નામ હટાવીને, તમે શું કામ કરવા માંગો છો?’

આ પછી, શિવસેનાના મુખપત્ર સામનામાં પ્રકાશિત થયેલા તેમના લેખમાં, સંજય રાઉતે ઇતિહાસ સમજાવતી વખતે નહેરુની તસવીર હટાવવાના હેતુ પર સવાલ ઉઠાવ્યો છે, “ઇતિહાસ માનવ પ્રગતિ અને ભૂલોનો રેકોર્ડ છે. ઇતિહાસ તે સમયગાળાના લોકોની સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય અને આર્થિક વિચારસરણી, આશાઓ અને આકાંક્ષાઓ, ઘટનાઓ અને પરિસ્થિતિઓનું પ્રતિબિંબ છે. ઘટનાઓ, પ્રવૃત્તિઓ, વિચારો એક પ્રકારનું સમજૂતી છે. ટૂંકમાં, ઇતિહાસ માનવ સમાજનું એક અભિન્ન, અખંડ અને અવિભાજ્ય ચિત્ર છે. પંડિત નેહરુને બહાર કરીને શું મેળવવાનું છે? ”

આ મુદ્દાને આગળ લઈ જતા તેઓ કહે છે કે, “વર્તમાન મોદી સરકારમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે રાજકીય વિવાદો છે તેમાં કંઈ ખોટું નથી. સરકારે રાજીવ ગાંધીના નામે આપવામાં આવેલા ‘ખેલ રત્ન’ પુરસ્કારનું નામ બદલીને પોતાનો દ્વેષ જગજાહેર કર્યો. પરંતુ સ્વાતંત્ર્ય સંગ્રામ અને રાષ્ટ્ર નિર્માણમાં પંડિત નેહરુ અને ઇન્દિરા ગાંધીનું યોગદાન એક અમર ઇતિહાસ છે. તેનો નાશ કરવાથી શું પ્રાપ્ત થશે? ”

નેહરુ પણ ગાંધીના અનુયાયી, તો નેહરુની તસવીર રાખવા પર શું આફત હોય શકે ?

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના પોસ્ટરમાં મહાત્મા ગાંધી, તેમના અનુયાયીઓ રાજેન્દ્ર પ્રસાદ અને સરદાર પટેલની તસવીર છે, પરંતુ પોસ્ટરમાંથી નહેરુને હટાવી દેવામાં આવ્યા છે. આ અંગે કટાક્ષ કરતા સંજય રાઉતે લખ્યું, “નેહરુ ગાંધીના મૃદુ અનુયાયી હતા. નેહરુને કોંગ્રેસના નેતૃત્વમાં ભારતની આઝાદી માટેના મહાસંગ્રામના છેલ્લા મુખ્ય નેતા તરીકે માન્યતા આપવી પડશે.

સંજય રાઉત અહીં ટુંકા પડ્યા, ઇતિહાસની પુરી જાણકારી નથી

જો કે, અહીં સંજય રાઉતે ઇતિહાસ વિશેનું પોતાનું અસ્પષ્ટ જ્ઞાન રજૂ કર્યું છે. હકીકતમાં, નેહરુ ગાંધીના બિલકુલ મૃદુ અનુયાયી નહોતા. ઇતિહાસ નિષ્ણાતો આ જાણે છે. નેહરુ ગાંધીના શિષ્ય  હતા અને કોંગ્રેસના સૌથી મોટા ટીકાકાર પણ હતા. એ અલગ વાત છે કે તેઓ ગાંધીજીના નિર્ણયની તેમના ચહેરા પર ટીકા કરતા હતા, પરંતુ તેમના નિર્ણયની વિરુદ્ધ ક્યારેય નહોતા ગયા. જ્યારે સુભાષચંદ્ર બોઝે પોતાનો રસ્તો પસંદ કર્યો અને કોંગ્રેસ છોડી દીધી. તેના બદલે, ગાંધીની હા માં હા કરનારા અથવા મૃદુ અનુયાયીઓ અથવા કટ્ટર સમર્થકો રાજેન્દ્ર પ્રસાદ અને સરદાર પટેલ હતા. તે બંને કટ્ટર ગાંધીવાદી હતા. જ્યારે નેહરુ-સુભાષ કોંગ્રેસમાં સમાજવાદી વિચારધારા અને રશિયન ક્રાંતિથી અત્યંત પ્રભાવિત નેતાઓમાં હતા

આ પણ વાંચો : Video : વેક્સિનેશન સેન્ટર પર NCP કાર્યકરોએ મહિલા સરપંચને માર માર્યો, વીડિયો સામે આવ્યા બાદ FIR દાખલ

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">