ગુજરાત બાર કાઉન્સિલના નવા ચેરમેન તરીકે કિશોર ત્રિવેદી, વાઇસ ચેરમેન કિરણસિંહ વાઘેલાની વરણી

ભાજપ પ્રેરિત સમરસ પેનલનો 23 વર્ષથી બાર કાઉન્સિલર ઓફ ગુજરાત દબદબો પર છે. જેમાં 25 માંથી 20 સભ્યો સમરસ પેનલના ભાજપના છે.

ગુજરાત બાર કાઉન્સિલના રવિવારે યોજાયેલા ઇલેકશનમાં ગુજરાત બાર કાઉન્સિલના નવા ચેરમેન તરીકે કિશોર ત્રિવેદીની નિયુક્તિ થઈ છે. જ્યારે ગુજરાત બાર કાઉન્સિલના નવા વાઇસ ચેરમેન કિરણસિંહ વાઘેલા બન્યા છે. ગુજરાત બાર કાઉન્સિલના નવા એક્ઝિક્યુટિવ કમિટી ચેરમેન મનોજ અનડકટ ચૂંટાયા છે.

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સમરસ પેનલે સતત 23મા વર્ષે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે અને કાઉન્સિલના કુલ 25માંથી સમરસ પેનલના 20 સભ્યો ચૂંટાયા છે.બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 6 કમિટીઓ માટે 80 હજાર કરતા વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

જેમાં ભાજપ પ્રેરિત સમરસ પેનલે મેદાન માર્યું છે.કિશોર ત્રિવેદી બાર કાઉન્સિલના નવ નિયુક્ત ચેરમેન બન્યા છે.જ્યારે કિરણસિંહ વાઘેલા વાઇસ ચેરમેન બન્યા છે. ત્યારે નવ નિયુક્ત હોદ્દેદારોએ જીત બાદ વકીલોના વિકાસ માટે પ્રયાસો કરવાની વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, 80 હજાર ધારાશાસ્ત્રીઓની માતૃસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે. જેની ચૂંટણી રવિવારે યોજાઈ હતી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના ચેરમેન, વાઇસ ચેરમેન અને એક્ઝિક્યુટિવ ચેરમેન સહિતની 6 જુદી જુદી કમિટી માટે મતદાન થયું હતું.

ભાજપ પ્રેરિત સમરસ પેનલનો 23 વર્ષથી બાર કાઉન્સિલર ઓફ ગુજરાત દબદબો પર છે. 25 માંથી 20 સભ્યો સમરસ પેનલના ભાજપના છે. લીગલ સેલ સંયોજક જે જે પટેલે 23માં વર્ષે પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ઓર દબદબો જાળવી રાખ્યો છે

આ પણ વાંચો : Teachers’ Day : અમરેલીના આ શિક્ષક પોતે જ રમકડું બની વિદ્યાર્થીઓને ભણાવે છે

આ પણ વાંચો :  Teachers’ Day 2021: શિક્ષણને સમર્પિત શિક્ષક દંપતીએ પ્લાસ્ટિકની થેલીમાં રોપા વાવ્યા અને વિદ્યાર્થીઓને ભેટ આપ્યા

Click on your DTH Provider to Add TV9 Gujarati