પોલીસ ક્યારે એન્કાઉન્ટર કરે છે ? નિયમો શું છે ? જાણો વિસ્તારથી
ભારતીય કાયદામાં 'એન્કાઉન્ટર' શબ્દનો ઉલ્લેખ નથી, પોલીસને ગુનેગારને મારવાનો અધિકાર ક્યારે મળે છે.સુપ્રીમ કોર્ટ અને માનવ અધિકાર આયોગ દ્વારા એન્કાઉન્ટર સાથે સંબંધિત કેટલાક દિશા નિર્દેશ નક્કી કર્યા છે.?ચાલો વિસ્તારથી જાણીએ.

રાજકોટના આટકોટમાં 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટનામાં પોલીસે કડકડ કાર્યવાહી હાથ ધરી છે. પંચનામાની કાર્યવાહી દરમિયાન આરોપીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. બે રાઉન્ડ ફાયરિંગમાં આરોપીના બંને પગ પર ગોળી વાગી હતી. આરોપીએ હેડ કોન્સ્ટેબલને ઈજા પહોંચાડી હતી. ત્યારે કાર્યવાહીમાં પોલીસ જવાન પણ ઈજાગ્રસ્ત થયો હતો. આ એન્કાઉન્ટર બાદ લોકો જાણવા માંગે છે કે, એન્કાઉન્ટર ક્યારે કરવામાં આવે છે.
એન્કાઉન્ટર ક્યારે થાય છે?
કેટલીક વખત જોવા મળે છે કે, પોલીસ કોઈ આરોપીની ધરપકડ કરવા પહોંચે છે પરંતુ આરોપી દ્વારા પોલીસ સામે સરેન્ડર કરવાની ના પાડી દે છે અને કેટલીક વખતે આરોપી પોલીસ પર જીવલેણ હુમલો પણ કરે છે. ત્યારે જવાબી કાર્યવાહી દરમિયાન પોલીસ પણ અપરાધી પર કાબુ લેવા માટે બળ પ્રયોગ કરે છે. આ સ્થિતિને એન્કાઉન્ટર કહેવામાં આવે છે. પરંતુ દેશમાં એન્કાઉન્ટર માટે કોઈ કાનુન નથી. પરંતુ સુપ્રીમ કોર્ટ અને માનવ અધિકાર આયોગ દ્વારા એન્કાઉન્ટર સાથે સંબંધિત કેટલાક દિશા નિર્દેશ નક્કી કર્યા છે.જોકે, સુપ્રીમ કોર્ટ અને માનવાધિકાર અનુસાર, જ્યારે આરોપી શરણાગતિ સ્વીકારવા તૈયાર ન હોય અને પોલીસ પર ઘાતક હથિયારોથી હુમલો કરવા માટે આવે ત્યારે પોલીસે એન્કાઉન્ટરનો ઉપયોગ છેલ્લા ઉપાય તરીકે કરવો જોઈએ.
એન્કાઉન્ટરને નિયંત્રિત કરતો કોઈ સીધો કાયદો નથી, પરંતુ સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC)એ કડક માર્ગદર્શિકા નક્કી કરી છે, જેમાં FIR નોંધવી, તાત્કાલિક મેજિસ્ટ્રેટ તપાસ, સ્વતંત્ર એજન્સી (CID) દ્વારા તપાસ, NHRCને જાણ કરવી અને દોષિત ઠરે તો પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવી, જેથી ખાતરી કરી શકાય કે આ નકલી નથી અને બંધારણ (કલમ 21) હેઠળ જીવનના અધિકારનું ઉલ્લંઘન ન થાય.
ગુનેગારો અને પોલીસ વચ્ચેના ટક્કરાવ
“એન્કાઉન્ટર” શબ્દ બંધારણમાં નથી, તેને ઘણીવાર ગુનેગારો અને પોલીસ વચ્ચેના ટક્કરાવ તરીકે ઓળખવામાં આવે છે.ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 46(2) પોલીસને સ્વ-બચાવમાં અથવા ગુનેગારને ભાગી જવાથી રોકવા માટે બળનો ઉપયોગ કરવાની સત્તા આપે છે, પરંતુ આ સ્વ-બચાવમાં હોવું જોઈએ, નિયમિત કાર્યવાહી તરીકે નહીં. બંધારણની કલમ 21 (જીવનનો અધિકાર) જણાવે છે કે કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના કોઈની પણ હત્યા કરી શકાશે નહીં, તેથી નકલી એન્કાઉન્ટર બંધારણનું ઉલ્લંઘન છે.
