AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પશ્ચિમ રેલવે અમદાવાદ – પ્રયાગરાજ વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

ટ્રેન નં. 04166 અસારવા–પ્રયાગરાજ સ્પેશિયલ, અસારવાથી દર ગુરુવારે સવારે 08.45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 10.35 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે. જ્યારે ટ્રેન નં. 04165 પ્રયાગરાજ–અસારવા સ્પેશિયલ, પ્રયાગરાજથી દર બુધવારે સવારે 5.00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 5.45 વાગ્યે અસારવા પહોંચશે.

Breaking News : પશ્ચિમ રેલવે અમદાવાદ - પ્રયાગરાજ વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવશે
| Updated on: Oct 16, 2026 | 6:56 PM
Share

આગામી દિવાળીના તહેવારોમાં લોકો ફરવા અને વતન જવા માટે રેલવે, બસનો વ્યાપક ઉપયોગ કરે છે. દિવાળીના પર્વમાં મુસાફરોના ધસારાને ધ્યાને લઈને પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ફેસ્ટિવલ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે, અમદાવાદના અસારવાથી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ વચ્ચે આગામી 22મી નવેમ્બરથી ખાસ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે. આ ટ્રેન, હિંમતનગર, ઉદેપુર, સવાઈ માધોપુર, હિડૌન સિટી, ઈદગાહ આગ્રા થઈને દોડશે.

આગામી તહેવારોની સીઝન દરમિયાન મુસાફરોની સુવિધા માટે અને વધારાના ભીડભાડના ભારણને સંભાળવા માટે, પશ્ચિમ રેલવેએ અસારવા અને પ્રયાગરાજ વચ્ચે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન બંને દિશાઓમાં કુલ 12 ફેરા (ટ્રિપ્સ) કરશે, જેનાથી મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાનો સુધી પહોંચવામાં સરળતા રહેશે. આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નં. 04166/04165 અસારવા–પ્રયાગરાજ સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ (કુલ 12 ફેરા)

ટ્રેન નં. 04166 અસારવા–પ્રયાગરાજ સ્પેશિયલ, અસારવાથી દર ગુરુવારે સવારે 08.45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 10.35 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે. આ ટ્રેન 22 ઓક્ટોબરથી 26 નવેમ્બર, 2026 સુધી દોડશે. તેવી જ રીતે, ટ્રેન નં. 04165 પ્રયાગરાજ–અસારવા સ્પેશિયલ, પ્રયાગરાજથી દર બુધવારે સવારે 5.00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 5.45 વાગ્યે અસારવા પહોંચશે. આ ટ્રેન 21 ઓક્ટોબરથી 25 નવેમ્બર, 2026 સુધી દોડશે.

આ ટ્રેન બંને દિશાઓમાં નીચેના સ્ટેશનો પર રોકાશે: હિંમતનગર, લુસડિયા, ડુંગરપુર, સેમારી, જાવર, ઉદયપુર સિટી, રાણા પ્રતાપ નગર, માવલી ​​જંક્શન, ચંદેરિયા, મંડલગઢ, બુંદી, કેશોરાયપાટન, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, બયાના, રૂપબાસ, ફતેહપુર સીકરી, ઈદગાહ આગ્રા, ટુન્ડલા, ફિરોઝાબાદ, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ અને ફતેહપુર.

આ ટ્રેનમાં એસી 3-ટાયર (AC 3-Tier), સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે. ટ્રેન નંબર 04166 માટેનું બુકિંગ 19.10.2026થી તમામ PRS કાઉન્ટરો પર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમયપત્રક અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Breaking News: સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ : 27 ઓક્ટોબરથી રેલવે કાઉન્ટર પરથી ટિકિટ ખરીદનારા મુસાફરોને પણ મળશે યાત્રા વીમો!

Follow Us
g clip-path="url(#clip0_868_265)">