ગુજરાતમાં આગામી વિધાનસભા સત્રમાં લવ જેહાદ અંગે કાયદો લાવીશું : સીએમ રૂપાણી

ગુજરાત સરકાર વિધાનસભામાં Love Jihad અંગે કાયદો લાવશે. વડોદરામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિવેદન આપ્યું હતું.

ગુજરાતમાં આગામી વિધાનસભા સત્રમાં લવ જેહાદ અંગે કાયદો લાવીશું : સીએમ રૂપાણી
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 14, 2021 | 7:54 PM

ગુજરાત સરકાર વિધાનસભામાં Love Jihad અંગે કાયદો લાવશે. વડોદરામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીના પ્રચાર માટે યોજાયેલી સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિવેદન આપ્યું હતું. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે Love Jihad ના નામે જે પ્રવૃત્તિ ચાલે છે તે ચલાવવાના ના નથી. તેમજ આગામી વિધાનસભા સત્ર માં અમે લવ જેહાદ નો કાયદો લાવવાના છે.

ઉલ્લેખનીય છે કે, લવ જેહાદના કિસ્સાઓને અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ઉત્તરપ્રદેશ સરકારની જેમ કાયદો આવે તેવી માંગ અલગ અલગ સંગઠનો અને વિવિધ ધારાસભ્યો લાંબા સમયથી માંગ મુખ્યમંત્રી પાસે કરી રહ્યા છે. જો કે ગત ડિસેમ્બરમાં વડોદરામાં બ્રાહ્મણ યુવતીને ધર્મપરિવર્તન કરાવીને લગ્ન કરાવવાનો કિસ્સો સામે આવ્યા બાદ આ માંગણી ઉગ્ર બની હતી. ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ મુખ્યમંત્રીને પત્ર લખીને આ કાયદો ઝડપથી ગુજરાતમાં લાગુ કરવા માંગ કરી હતી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">