તમાકુ, ગુટકા, સિગારેટ કે બીડી છોડવી છે ? અપનાવો આ તરકીબ, છુટી જશે તમારુ વ્યસન !!!
ગુજરાતમાં ગુટકા અને તમાકુ ઉપર રાજ્ય સરકારે વધુ એક વર્ષ માટે પ્રતિબંધ લંબાવ્યો છે. આ સંજોગોમાં ગુટકા અને તમાકુના વ્યસનીને સરકારના આ નિર્ણય આંચકા સમાન લાગ્યો હશે. પરંતુ તમાકુ અને ગુટકાના સેવન કરવામાં જેટલી જોખમી છે તેના કરતા છોડવી વધુ સહેલી છે. એક સર્વેક્ષણ અનુસાર ભારતીયો સરેરાશ આઠ જેટલી સિગારેટ કે બીડી પિવે છે. જેના […]

ગુજરાતમાં ગુટકા અને તમાકુ ઉપર રાજ્ય સરકારે વધુ એક વર્ષ માટે પ્રતિબંધ લંબાવ્યો છે. આ સંજોગોમાં ગુટકા અને તમાકુના વ્યસનીને સરકારના આ નિર્ણય આંચકા સમાન લાગ્યો હશે. પરંતુ તમાકુ અને ગુટકાના સેવન કરવામાં જેટલી જોખમી છે તેના કરતા છોડવી વધુ સહેલી છે.

એક સર્વેક્ષણ અનુસાર ભારતીયો સરેરાશ આઠ જેટલી સિગારેટ કે બીડી પિવે છે. જેના કારણે તેમના સ્વાસ્થય ઉપર લાંબાગાળે અસર જોવા મળે છે. તમાકુમાં રહેલા નિકોટીન નામનુ ઝેરી તત્વ શરીરને ભારે નુકસાન કરે છે. નિકોટીનની માત્રા વધતા જ શરીર ઉપર તેની અસર દેખાવા લાગે છે. ખાસ કરીને હ્રદય, ફેફસા, આંતરડામાં અલ્સર કે પછી પેટને લગતા રોગ અને અનિદ્રા મુખ્ય બિમારી છે.

તમે તમાકુ, ગુટકા, સિગારેટ કે બીડીના વ્યસની હોવ તો ઘરઘરેલુ દેશી પધ્ધતિએ જ ધીમે ધીમે વ્યસન મુક્ત થઈ શકો છે. તેના માટે તમારે થોડુક મન મક્કમ રાખવુ પડશે અને દેશી પધ્ધતિ અપનાવીને વ્યસન મુક્ત બનો.

તજ : તમાકુની લત છોડવા તજ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. જ્યારે પણ તમાકુ ખાવાની ઈચ્છા થાય ત્યારે તજનો એક ટુકડો મોઢામાં મુકવો. થોડા દિવસમાં તમે અનુભવવા લાગશો કે તલબ ઓછી થવા લાગી છે.

અજમો : ધૂમ્રપાનમાં અજમો અકસીર સાબિત થાય છે. અજમાનું નિયમિત સેવન કરવાથી ધૂમ્રપાનની તલબ ઓછી થશે અને ધૂમ્રપાનથી દૂર રહેવાનું મન થશે.

તુલસી : તમાકુ ખાવાની આદત ધરાવનાર વ્યક્તિને મોઢામાં કંઈ ને કંઈ ચાવવા જોઈએ છે. જો તેઓ નિયમિત પણે તુલસીના પાન સવાર સાંજ ચાવવાનું રાખે તો રાહત મળી શકે છે.

મધ : મધની અંદર રહેલું પ્રોટીન અને અન્ય તત્વો આસાનીથી સ્મોકિંગ છોડાવી શકવાની તાકાત રાખે છે. તેના સેવનથી શરીરના ઝેરી તત્વો પણ દૂર થઈ જાય છે.

ત્રિફળા ગુટખાના શોખીન લોકોએ ત્રિફળાનું સેવન શરૂ કરવું જોઈએ. રાત્રે રોજ એક ચમચી ત્રિફળા પાઉડર પાણીમાં નાંખીને પીવાથી ગુટખાની આદત છોડવામાં મદદ મળી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબનો સંપર્ક કરશો)
