ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં અમૂલના નવા ચેરમેન તરીકે વિપૂલ પટેલની નિમણૂક થઇ છે. તો વાઇસ ચેરમેન પદે કાંતિ સોઢા પરમારની વરણી કરવામાં આવી છે. આઝાદી બાદ પહેલીવાર અમૂલ પર ભાજપનો કબ્જો જોવા મળી રહ્યો છે. જો કે સત્તાવાર જાહેરાત હજુ કરવાની બાકી છે. વિપુલ પટેલને અમૂલના ચેરમેન તરીકે અને કાંતિ સોઢા પરમારને વાઇસ ચેરમેન તરીકેનો મેન્ડેડ આપી દેવામાં આવ્યો છે.
આઝાદી બાદ પહેલીવાર અમૂલ પર ભાજપનો કબજો જામ્યો છે. અમૂલમાં ભાજપના ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી થઇ છે. પીએમ મોદીના નેતૃત્વ અને સહકાર મંત્રી અમિત શાહની આગેવાનીમાં ડેરી પર ભાજપનો સંપૂર્ણ કબજો જોવા મળી રહ્યો છે.
ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત
ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના આવ્યા પછી એક પ્રકારનો ટ્રેન્ડ બન્યો હતો કે સહકારના રાજકારણમાં પણ મેન્ડેડ સાથે આગળ વધવાનું રહેશે. ધીરે ધીરે ગુજરાતમાં મોટા ભાગની જે સહકારી મંડળીઓ છે તેમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. સૌથી મોટી ડેરી અમૂલમાં ભાજપે પોતાનો કબ્જો કર્યો છે. ભાજપના ચેરમેન તરીકે વિપુલ પટેલ અને વાઇસ ચેરમેન ચરીકે કાંતિ સોઢા પરમારને મેન્ડેડ આપવામાં આવવામાં આવ્યા છે. ટુંક સમયમાં સત્તાવાર રીતે તેમના નામોની જાહેરાત કરવામાં આવશે.
કોણ છે વિપુલ પટેલ ?
વિપુલ પટેલ ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ છે. તેઓ બેંક તેમજ સહકારી માળખાઓ સાથે સંકળાયેલા છે. તેઓ ખેડા કો-ઓપરેટિવ બેંક સાથે જોડાયેલા છે. વિપુલ પટેલ છેલ્લી 2 ટર્મથી નડિયાદ APMCના ચેરમેન છે. આણંદ APMCમાં 2 ટર્મ સભ્ય રહી ચૂક્યા છે. તેઓ આરકો ગુલના પણ 2 ટર્મથી ચેરમેન છે. તેઓ અમૂલ ડેરી અને ગુજકોમાસોલના ડિરેક્ટર છે.
કોણ છે કાંતિ સોઢા પરમાર?
કાંતિ સોઢા પરમાર 2017માં આણંદ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે. જો કે જાન્યુઆરી 2023માં જ તેઓ ભાજપમાં જોડાયા હતા.