Vijay rupani : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું રાજીનામુ, અટકળોનો આવ્યો અંત

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજ્યપાલને મળવા ગયા. આ બાદ પત્રકાર પરિષદ કરશે. ભાજપનાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી એકાએક ગુજરાતની મુલાકાતે છે.

Vijay rupani : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું રાજીનામુ, અટકળોનો આવ્યો અંત
CM Vijay Rupani (File Image)

CM Vijay Rupani: ગુજરાતનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યુ રાજીનામુ છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજ્યપાલને મળવા ગયા અને ત્યાર બાદ પત્રકાર પરિષદ યોજવામાં આવી. ભાજપનાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી પણ એકાએક ગુજરાતની મુલાકાતે છે. ગણતરીની મિનિટો સુધી બેઠક કર્યા બાદ વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને તેમાં જણાવ્યું કે તેઓને એક સામાન્ય કાર્યકરમાંથી મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા તે મોટી વાત છે અને પાર્ટી દ્વારા જે આદેશ કરવામાં આવશે તેને શિરોમાન્ય રાખ્યો છે.

આ તકે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે,   નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું. ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. પાર્ટીએ મનેમુખ્યપ્રધાનની જવાબદારી સોંપી હતી.  નવા નેતૃત્વમાં વિકાસની યાત્રા આગળ વધે. આ સાથે જ ભાજપનો આભાર મુકું છું.

 

આમ તો વિજય રૂપાણીના સ્થાને કોણ મુખ્ય પ્રધાન બનશે તે પહેલેથી જ ભાજપના હાઈકમાન્ડે નક્કી કરી રાખ્યુ હશે. પરંતુ બધુ સમુસુતરુ ઉતરે તે માટે હાઈકમાન્ડ વિજય રૂપાણીના ઉતરાધિકારીના નામની જાહેરાત કરવામાં થોડોક સમય લેશે. માનવામાં આવે છે કે, વિજય રૂપાણી સૌરાષ્ટ્રમાંથી આવતા હોવાથી તેમના સ્થાને સૌરાષ્ટ્રમાંથી જ કોઈને જવાબદારી સોપવામાં આવી શકે છે.

હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેવી ચર્ચા તેજ બની છે. હવે ભાજપ કોને મુખ્યમંત્રીનો પદભાર સોંપે છે, તેના પર સૌની નજર છે. હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે, તેને લઈને સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, મોવડી મંડળ નક્કી કરશે.

જો કે મુખ્યપ્રધાન માટે નીતિન પટેલ, પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, ગોરઘન ઝડફિયા અને સી આર પાટીલના નામ હાલ ચર્ચામાં છે. હાલમાં ચર્ચાતા પાટીદાર નામ પૈકી ત્રણ સૌરાષ્ટમાંથી આવી રહ્યાં છે. જ્યારે સી આર પાટીલ સુરતમાંથી આવી રહ્યાં છે. તો નીતિન પટેલ ઉતર ગુજરાતમાંથી આવી રહ્યાં છે.

 

ગુજરાત(Gujarat) ના સીએમ રૂપાણીએ(CM Rupani) રાજીનામુ આપ્યા બાદ અને નવા સીએમના નામોની ચર્ચા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah) આજે રાત્રે અમદાવાદ આવશે. તેવો રાત્રે 9 વાગે આવશે અમદાવાદ એરપોર્ટ આવશે. તેવો તત્કાલિન મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે બેઠક કરશે. તેમજ તેવો આવતીકાલે કમલમ ખાતે ધારાસભ્યની બેઠક માં હાજર રહેશે.

આ પણ વાંચો :Vijay Rupani Resignation: ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા બની શકે છે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન

આ પણ વાંચો :9/11 Attack: ઈતિહાસનો કાળો દિવસ, આજે પણ હુમલાની વાત સાંભળીને લોકોના રુંવાડા થઈ જાય છે ઉભા, જુઓ ફોટો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati