વિધીના નામે હવસખોર તાંત્રિકની ચુંગાલમાં ફસાઈ સુરતની યુવતી, જાણો શું હાલ થયા યુવતીના, પોલીસે ઝડપી પાડ્યો ઢગભગત

સુરત: બળદેવ સુથાર  સુરતની યુવતીએ પોતાનો વેપાર બરાબર ન ચાલતો હોવાને લઈને વડોદરાના એક તાંત્રિક પાસે વિધિ કરાવી હતી. જોકે, આ વિધિ દરમિયાન સુરતની યુવતી સાથે તાંત્રિકે દુષ્કર્મ આચર્યુ હતું. આ તાંત્રિક વિરુદ્ધ ભાવનગર ખાતે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સુરતની યુવતીએ પણ આ તાંત્રિક વિરુદ્ધ હિંમત એકઠી કરીને કતારગામ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં […]

વિધીના નામે હવસખોર તાંત્રિકની ચુંગાલમાં ફસાઈ સુરતની યુવતી, જાણો શું હાલ થયા યુવતીના, પોલીસે ઝડપી પાડ્યો ઢગભગત
TV9 Web Desk101

| Edited By: Kunjan Shukal

Oct 29, 2020 | 7:27 PM

સુરત: બળદેવ સુથાર 

સુરતની યુવતીએ પોતાનો વેપાર બરાબર ન ચાલતો હોવાને લઈને વડોદરાના એક તાંત્રિક પાસે વિધિ કરાવી હતી. જોકે, આ વિધિ દરમિયાન સુરતની યુવતી સાથે તાંત્રિકે દુષ્કર્મ આચર્યુ હતું. આ તાંત્રિક વિરુદ્ધ ભાવનગર ખાતે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સુરતની યુવતીએ પણ આ તાંત્રિક વિરુદ્ધ હિંમત એકઠી કરીને કતારગામ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં તાંત્રિકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 vidhi na name havaskhor tantrik ni chungal ma fasai surat ni yuvti jano shu hal thaya yuvti na police e jadpi padyo thagbhakt

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સુરતના કતારગામ ખાતે રહેતી યુવતી પરિવારને સાડીમાં સ્ટોન લગાડીને આર્થિક રીતે મદદ કરતી હતી. જોકે, તેનો વેપાર બરાબર ન ચાલતો હોવાથી તેણીએ તેના એક સંબંધીએ તાંત્રિક પાસે વિધિ કરવાનું કહ્યું હતું. યુવતીનો પરિવાર 2017માં પોતાનો વેપાર-ધંધો સારી રીતે ચાલે તે માટે વડોદરાના તાંત્રિક-જ્યોતિષ હિરેન પુરોહિત પાસે વિધિ કરાવી હતી. આ માટે તેમણે હિરેન નરેન્દ્ર પુરોહિતને સુરત બોલાવ્યો હતો.

હિરેન યુવતીના ઘરે ગયો હતો અને સમયે તેણે કહ્યુ હતુ કે, તેના પર માતાજીના આશીર્વાદ છે. કેટલાક જાદુ પણ કર્યા હતા. જેથી યુવતીના પરિવારજનો તેનાથી પ્રભાવિત થયા હતા. ઘરના તમામ સભ્યો પર તેણે વિધિ કરી હતી. હિરેને વિધિના રૂપિયા પણ લીધા હતા. સૌથી છેલ્લે યુવતી પર વિધિ કરવાના સમયે હિરેને કહ્યું કે, તેની વિધિ એકાંતમાં કરવી પડશે. જો, અનિષ્ટ તત્વો બહાર નીકળશે તો તે બીજાને ચોંટી જાય એમ છે. એમ કહીને યુવતીને અલગ રૂમમાં બોલાવી હતી. ત્યાં તેણી પર વિધી કરીને ઘેનવાળો પ્રસાદ ખવડાવ્યો હતો. તેથી યુવતી બેભાન થઈ ગઈ હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

vidhi na name havaskhor tantrik ni chungal ma fasai surat ni yuvti jano shu hal thaya yuvti na police e jadpi padyo thagbhakt

યુવતીના આક્ષેપ મુજબ તે બેભાન થઈ ત્યારે હિરેને તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં તેણીના નગ્ન ફોટા પણ પાડી લીધા હતા. ઘટનાની જાણકારી મળતા યુવતીએ પોતાની આબરૂ બચાવી લેવા તાંત્રિક સાથે લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. આ સમયે તાંત્રિકે પોતે કુંવારો હોવાનું જણાવ્યું હતું. યુવતીના પરિવારે યુવતીને તાંત્રિક સાથે લગ્ન કરવાની ના પાડી તો યુવતીએ ભાગી જવાની ધમકી આપી હતી. બાદમાં યુવતીએ તાંત્રિક સાથે લગ્ન કર્યા હતા. પછી ખબર પડી કે તાંત્રિક પહેલાથી પરણેલો છે અને વિવાદાસ્પદ છે.

જે બાદમાં યુવતીએ 2019માં છૂટાછેડા લઈ લીધા હતા. આ તાંત્રિક વિરુદ્ધ તાજેતરમાં ભાવનગર ખાતે એક મહિલા દ્વારા બળાત્કારની ફરિયાદ કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ આ યુવતીએ પણ હિંમત એકઠી કરીને તાંત્રિક વિરુદ્ધ સુરતના કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે કાર્યવાહી કરતા પોલીસે તાંત્રિકની ધરપકડ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati