AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચાલતા ચાલતા માણસ ગટરમાં સરકી પડે, આજ છે તંત્રની કામગીરીનો હિસાબ આપતુ રિપોર્ટ કાર્ડ– જુઓ CCTV Video

એકતરફ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે અને કોર્પોરેટરો, નગરસેવકો તેમના રિપોર્ટ કાર્ડ લઈને જનતા સમક્ષ મસમોટા વિકાસના દાવા કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા કેવી નક્કર કામગીરી કરવામાં આવે છે તેની પોલ ખોલતો વીડિયો વલસાડના પારડીથી સામે આવ્યો છે. જે દર્શાવે છે કે તંત્રની કથની અને કરણીમાં જમીન આસમાનનો તફાવત છે.

ચાલતા ચાલતા માણસ ગટરમાં સરકી પડે, આજ છે તંત્રની કામગીરીનો હિસાબ આપતુ રિપોર્ટ કાર્ડ-- જુઓ CCTV Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2026 | 9:23 PM
Share

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને 26મીએ ચૂંટણીઓ થવાની છે ત્યારે ગુજરાતના વિકાસનો આ બોલતો પુરાવો છે. તંત્ર દ્વારા રોડ રસ્તા, ગટરના કામો કેવા કરવામાં આવ્યા છે, તેનુ રિપોર્ટ કાર્ડ રજૂ કરતી વલસાડના પારડીમાં બનેલી આ ઘટના છે. જ્યા એક રાહગીર ગટરની નજીક રસ્તા પર ઉભો છે અને ગટરનું બાંધકામ એટલું નબળુ છે કે પળવારમાં એમ કહો કે ફ્રેક્શન ઓફ સેકન્ડના ટાઈમમાં ગટરની ઉપરનું બાંધકામ જમીનમાં ગરક થઈ જાય છે અને એ ખાડામાં અચાનક રાહગીર પણ ગરકાવ થઈ જાય છે. હાલ આ રાહગીરની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે. ત્યારે તંત્ર દ્વારા રોડ રસ્તા, ગટરની સુવિધાના કેવા કામ કરવામાં આવે છે તે ગુજરાતની જનતા જોઈ જ રહી છે અને સમજી પણ રહી છે.

પહેલા વીડિયો જુઓ

આપને જણાવી દઈે કે અહીં દૃશ્યોમાં જે ભયાનક ઘટના દૃશ્યમાન થઈ રહી છે વલસાડના પારડી તાલુકામાંથી સામે આવી છે. જ્યાં હાઈવેના કિનારે આવેલી ગટરો રાહદારીઓ અને પશુઓ માટે જોખમી સાબિત થઈ રહી છે. આ જર્જરિત ગટરમાં પશુઓ અને માણસો ખાબકવાના બનાવો અવારનવાર બની રહ્યા છે. વધુ એક આવી જ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે ગટરના ઢાંકણા પર ઊભા રહી એક વ્યક્તિ વાત કરી રહ્યો હતો ત્યારે જ ગટરનું ઢાંકણું તૂટી જતા તે ગટરમાં ખાબક્યો હતો.

આ ઘટના બનતાની સાથે જ યુવકની બૂમ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. જે બાદ લોકોએ તેને ગટરની બહાર કાઢવામાં મદદ કરી હતી. પ્રાથમિક જાણકારી પ્રમાણે ગટરમાં ખાબકનાર વ્યક્તિ મોબાઈલ દુકાનના સંચાલક હોવાનું સામે આવ્યું છે. જે પોતાની દુકાનની બહાર ફોનમાં વાત કરી રહ્યા હતા.આ ઘટનામાં દુકાનદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. સાથે જ આ ઘટનાએ તંત્રની નબળી કામગીરી સામે ગંભીર સવાલ ઉભા કર્યા છે. લોકોએ ખુલ્લા અને નબળા બાંધકામ મુદ્દે ભારે રોષ ઠાલવી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

“આજે રાત્રે એક સભ્યતા ખતમ થઈ જશે….” ઈરાનને ટ્રમ્પની અત્યાર સુધીની સૌથી મોટી ધમકી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">