“આ તો લોકશાહીનું હનન છે” ભાજપનો ઉમેદવાર જીતશે ત્યાંજ…. વલસાડ જિલ્લામાં MLA ના વિવાદિત નિવેદન બાદ રાજકારણ ગરમાયું, જુઓ Video
વલસાડ જિલ્લામાં આવતીકાલે ગ્રામ પંચાયત ચૂંટણી છે. ભાજપ ધારાસભ્ય રમણ પાટકરના વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. તેમણે જીતના બદલામાં વિકાસ અને ઉમેદવારોને રૂપિયા આપવાનો દાવો કર્યો છે.

ગુજરાતમાં લાંબા ગાળા બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે રાજકીય નિવેદનો વધ્યા છે. રાજકીય વિખવાદો ઊભા થયા છે. વલસાડ જિલ્લાના ઉમરગામના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી રમણભાઈ પાટકરે વિભાજિત નિવેદન કરતા રાજકીય હોબાળો થયો છે.
પોતાના વિસ્તારના પળગામની મુલાકાતે ગયેલા રમણભાઈ પાટકરે પોતાના સમર્થિત ઉમેદવારોને પૈસા આપ્યા છે અને સત્તાધારી પાર્ટીના ઉમેદવારો હશે ત્યાં જ વિકાસ થશે જેવા નિવેદનો કરતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાના ચકડોળે ચડ્યા છે…
ઉમરગામના ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય મંત્રી રમણભાઈ પાટકરે પોતાના ઉમરગામ વિસ્તારની 22 જેટલી ગ્રામ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાની હતી, જેમાં બે ગ્રામ પંચાયતો સમરસ થતા હવે 20 જેટલી પંચાયતો માં સામાન્ય ચૂંટણી યોજવાની છે.
ઉમરગામ તાલુકા પંચાયતના સભ્ય દ્વારા પોતાના વિસ્તારમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપ પર આક્ષેપ કરતા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું જેને લઈને ઉશ્કેરાયેલા રમણભાઈ પાટકરે ગર્ભિત ચીમકી ઉચ્ચારતા ભાજપ સમર્પિત ઉમેદવારો હશે ત્યાં જ વિકાસ થશે અને પોતાના સમર્થિત ઉમેદવારોને પૈસા આપ્યા હોવાનું પોતાના વક્તવ્યમાં નિવેદન કર્યું હતું. જેને પગલે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને પગલે રમણભાઈ પાટકરે ખુલાસો આપ્યો છે અને પોતે પોતાના પક્ષ સાથે સંકળાયેલા તાલુકા પંચાયત સભ્યોના નિવેદન અને આરોપને પગલે પ્રત્યુતર આપ્યો હોવાની વાતનો ખુલાસો કર્યો છે. લોકશાહીમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ખૂબ મહત્વની હોય છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામ પંચાયતો સ્થાનિક કક્ષાએ વિકાસની દિશા અને દશા નક્કી કરતા હોય છે તેવા સમયે ગર્ભિત ધમકી આપી રાજકારણ ઘરમાં આવ્યું છે.
સાથે પક્ષ સમર્પિત ચૂંટાયેલા ઉમેદવારો હશે ત્યાં જ વિકાસ થશે અને સમર્થિત ઉમેદવારોને પૈસા પણ આપ્યા હોવાના જે વિવાદિત નિવેદનો આપ્યા છે એને લઈને વલસાડના રાજકારણમાં ગરમાટો આવ્યો છે….
પાટકરના આ નિવેદનથી લોકશાહી પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે. વિરોધ પક્ષ કોંગ્રેસે આ નિવેદનનો કડક વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, “આ તો લોકશાહીનું હનન છે.” સાથે જ કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાની જાહેરાત પણ કરી છે.
(ઈનપુટ ક્રેડિટ – નીલેશ ગામીત)