વાપીમાં તમંચાના નાળચે સોનાની લૂંટ, CCTVમાં કેદ થયેલા દ્રશ્યો કોઈ ફિલ્મી સ્ટંટથી ઓછા નથી
વલસાડ જિલ્લાના વાપીના ભડકમોરા વિસ્તારમાં જવેલર્સના વેપારીની કારમાં મુકેલા ઘરેણાંની બેગ લૂંટારુઓ ફાયરિંગ કરી લૂંટી ગયા હોવાની ઘટના બની છે. જવેલર્સની દુકાન બંધ કરી ઘરે જતી વેળાએ 3 જેટલા લૂંટારુઓ દ્વારા વેપારીને તમંચો બતાવી સોના ચાંદીના ઘરેણાં ભરેલી બેગ લઈ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ જિલ્લા પોલીસની ટીમને થતા પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધરી હતી.

વલસાડ જિલ્લાના વાપીના ભડકમોરા વિસ્તારમાં આવેલી અંબિકા જવેલર્સ સંચાલક દુકાન બંધ કરતી વખતે દુકાનમાં રહેલા તમામ ઘરેણાં બેગમાં ભરી ઘરે લઈ જય રહ્યા હતા. દુકાન બંધ કરવા સમયે દુકાન બહાર આ વેપારીએ કાર પાર્ક કરી કારમાં ઘરેણાની બેગ મૂકવા જય રહ્યો હતો.
દરમ્યાન 3 અજાણ્યા ઈસમોએ વેપારીને કટ્ટો બતાવી કારની પાછળની સીટ ઉપર મુકેલી ઘરેણાની બેગ લઈ લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા. વેપારી કઈ સમજે તે પહેલાં આરોપીઓ બેગ લઈ ફરાર થઇ ગયા હતા. વાપી પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં વાપી DySP, LCB, SOG સહિત જિલ્લાની પોલીસે જિલ્લામાં નાકાબંધી હાથ ધરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
વલસાડ જિલ્લાના વાપીના ભડકમોરા વિસ્તારમાં આવેલી અંબિકા જવેલર્સ સંચાલક ચિરાગ અજય સિન્હા રોજની આદત મુજબ રાત્રે દુકાન બંધ કરતી વખતે તમામ ઘરેણાંઓ બેગમાં લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. દૈનિક ક્રિયા મુજબ સોમવારે રાત્રે ચિરાગ દુકાન બંધ કરતી વખતે ઘરેણાં ભરેલી બેગ કારમાં મૂકી દુકાન બંધ કરવાની બાકીની કામગીરી કરી રહ્યો હતો.
આ સમયે 3 અજાણ્યા ઈસમોએ ચિરાગ પાસે આવી તેને કટ્ટો બતાવી કાર ખોલાવડાવી હતી. જે બાદ કારની પાછળની સીટ ઉપર મુકેલી સોના ચાંદીના ઘરેણાં ભરેલી બેગ લઈને અજાણ્યા 3 યુવકો ફરાર થઇ ગયા હતા. વેપારી ચિરાગ કઈ સમજે તે પહેલાં આરોપીઓ બેગ લઈ ફરાર થઇ ગયા હતા.
આ પણ વાંચો : વલસાડના ઉદવાડામાં 5 દુકાનમાં તસ્કરોનો તરકટ, ઘટના CCTVમાં કેદ
પહેલા તો આ ચોર ઇસમો જાણીતા હોવાનો અને મજાક કરતા હોવાનું અનુમાન વેપારી લગાવી બેઠો હતો. સમગ્ર ઘટના અંગે યુવકે પોલીસને જાણ કરી. વાપી DySP સહિત LCB, SOG અને વપીની પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. દુકાનની બાજુમાં લાગેલા CCTV કેમેરામાં સમગ્ર લૂંટની ઘટના કેદ થઈ ગઈ હતી. હાલ તો વલસાડ જિલ્લા પોલીસે cctvની મદદ લઈને ઘરેણાની લૂંટ ચલાવી બાઇક ઉપર ભાગેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.