AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO : વલસાડના એક પરિવારે દિકરીના લગ્નમાં સમાજને ચિંધ્યો નવો રાહ, અનોખી કંકોતરી બની આકર્ષણનું કેન્દ્ર !

વલસાડના (Valsad) અનાવિલ બ્રાહ્મણ સમાજે દિકરીના લગ્ન પ્રસંગમાં અનાજનો ખોટો બગાડ થતો અટકાવવા અનોખી પહેલ કરી છે.

VIDEO : વલસાડના એક પરિવારે દિકરીના લગ્નમાં સમાજને ચિંધ્યો નવો રાહ, અનોખી કંકોતરી બની આકર્ષણનું કેન્દ્ર !
Wedding Invitation
Dipen Padhiyar
| Edited By: | Updated on: May 18, 2022 | 9:55 AM
Share

Valsad News : સામાન્ય રીતે લગ્ન પ્રસંગ (Marriage Function) હોય કે સામાજીક પ્રસંગ થોડા ઘણાં અંશે અન્નનો બગાડ થતો જ હોય છે, ત્યારે વલસાડના (Valsad)  અનાવિલ બ્રાહ્મણ સમાજે દિકરીના લગ્ન પ્રસંગમાં અનાજનો ખોટો બગાડ થતો અટકાવવા અનોખી પહેલ કરી છે.વલસાડમાં (Valsad) રહેતા ભદ્રેશભાઈ દેસાઈની દિકરીના બંસરીના લગ્ન 21 મેના રોજ છે,ત્યારે દિકરીના લગ્નની તૈયારીમાં લાગેલા દેસાઈ પરીવારે અન્નનો બગાડ અટકાવવા એક મોટો નિર્ણય લીધો છે.લગ્ન-પ્રસંગમાં કેટલાં આમંત્રિતો અને સ્વજનો આવશે તેને લઈને અંદાજ જ લગાવવો પડતો હોય છેઅને કેટલા આવશે અને કેટલા ભોજન લેશે તેનું પણ કોઈ ઠેકાણું હોતું નથી.

અન્નનો થતો બગાડ અટકાવવા આ પહેલ

પરિણામે લગ્ન-પ્રસંગમાં અન્ન અને પૈસાનો બગાડ થતો હોય છે,પરંતુ આ પરિવારે(Desai Family)  આ વાતને ગંભીરતાથી લઈ નવો ચીલો જ ચાતર્યો છે. સમાજમાં પ્રથમ વખત બંસરીના પિતા ભદ્રેશભાઈએ સગાં-વ્હાંલાઓને વિશ્વાસમાં લઈને લગ્નની ઈ-કંકોત્રીની સાથે એક ઈ-કાર્ડ પણ છપાવ્યું છે,આ ઈ-કાર્ડમાં આમંત્રિતોને પુછાય છે કે દિકરીના લગ્નમાં તમે કેટલાં લોકો જમાણવારમાં પધારશો. પરીવારના આ અભિગમને સ્વજનો અને આમંત્રિતોએ પણ આવકારી રહ્યા છે.

જુઓ અનોખી કંકોતરી

અન્નનો બગાડ અટકાવવા પરીવારની આ પહેલને સારો પ્રતિસાદ મળ્યો છે.બંસરીના પિતા ભદ્રેશભાઈએ દરેક આમંત્રિતો અને સ્વજનોને 18 મે સુધીમાં લગ્ન પ્રસંગમાં કેટલા લોકો હાજર રહેશો તેનો જવાબ ઈ-કાર્ડ દ્રારા માંગ્યો હતો.અત્યાર સુધીમાં 50 ટકાથી વધારે સ્વજનો અને આમંત્રિતોએ ઈ-કાર્ડ દ્રારા વ્હોટસેપ પર ભદ્રેશભાઈને કેટલા લોકો હાજર રહેશે તેની સંખ્યા આપી છે.અનાવિલ સામાજમાં આ એક નવી પહેલ છે અને ભદ્રેશભાઈએ દિકરીના લગ્ન દ્રારા સમાજને નવી રાહ સિધીં છે.

ભદ્રેશભાઈએ દિકરીના લગ્ન દ્રારા સમાજને નવી રાહ ચિંધી

આ અંગે બંસરીના પિતા ભદ્રેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે લગ્નમાં જમણવાર માટે મેં કેટેરીંગવાળા(Cateering)  મિત્ર સાથે વાતચીત કરી, ત્યારે કેટેરીંગવાળા મિત્રએ મને એક કિસ્સો કહ્યો જે સાંભળીને મને આ વિચાર આવ્યો. કેટેરીંગવાળાએ તેમને થયેલા એક અનુભવ અંગે કહ્યું કે એક જગ્યાએ લગ્નમાં દિકરીના પિતાએ ઓર્ડર કરેલી ડીશ કરતાં સવાર અને સાંજે 200-200 લોકો ઓછા આવ્યાં. જેના કારણે દિકરીના પિતાને 1.5 લાખનું નુકસાન થયું. આ વાત સાંભળ્યા બાદ તેમણે ઘરના સભ્યો સાથે આ વાત કરી, ત્યારે તેમના સામાજમાં પણ આ વિચારક્રાંતિ કરવી જોઈએ તેવી પ્રેરણા મળી.

ભદ્રેશભાઈએ જણાવ્યું હતું કે તેમના અભિગમને સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને અમારી આ પહેલ બાદ અનાવિલ સમાજમાં પણ પારસી સમાજની જેમ આ ટ્રેન્ડ શરૂ થઈ જશે. સમાજમાં એક દિવસે એકથી વધારે લગ્ન હોવાથી ઘણાં લોકોએ લગ્નમાં હાજર નહીં રહી શકે અથવા પરિવારને બદલે એક વ્યક્તિ હાજર રહેશે તે પ્રકારે જવાબ મળઈ રહ્યો છે. આ પહેલથી અન્ન અને પૈસા બંનેનો બગાડ અટકશે. ઘણી વખત વધેલું અનાજ ઉનાળામાં ગરીબો સુધી પહોંચે તે પહેલાં જ બગડી જતું હોય છે અથવા ગરીબો સુધી પહોંચાડનાર કોઈ હોતું નથી. જેના કારણે અનાજનો બગાડ થતો હોય છે,ત્યારે વલસાડના દેસાઈ પરિવારની આ અનોખી પહેલ અન્ય સમાજ માટે પ્રેરણા રૂપ છે.

g clip-path="url(#clip0_868_265)">