AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વલસાડવાસીઓ પાણીની બચત કરતા રહેજો, થોડાં જ દિવસોમાં પાણી માટે વલખા મારવાનો વારો આવી શકે છે

લગભગ દોઢ લાખની વસ્તી ધરાવતા વલસાડ શહેરમાં પાલિકાના લાપરવાહ વહીવટના કારણે જળ સંકટ ઉભું થવાની દેહશત વર્તાઈ રહી છે. વલસાડ શહેરને પાણી પૂરું પાડતા ડેમમાં પાણીની સપાટી ઘટી છે અને એના કારણે થોડાજ દિવસોમાં પાણી પૂરું થઇ જશે. જેથી વલસાડની જનતાએ પાણીની કોઈ વૈકલ્પિક વ્યસ્થા કરવી પડશે. હાલમાં શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી માત્ર ૧૫-૨૦ મિનીટ અપાઈ […]

વલસાડવાસીઓ પાણીની બચત કરતા રહેજો, થોડાં જ દિવસોમાં પાણી માટે વલખા મારવાનો વારો આવી શકે છે
Sachin Kulkarni
| Edited By: | Updated on: Feb 03, 2019 | 8:44 AM
Share

લગભગ દોઢ લાખની વસ્તી ધરાવતા વલસાડ શહેરમાં પાલિકાના લાપરવાહ વહીવટના કારણે જળ સંકટ ઉભું થવાની દેહશત વર્તાઈ રહી છે. વલસાડ શહેરને પાણી પૂરું પાડતા ડેમમાં પાણીની સપાટી ઘટી છે અને એના કારણે થોડાજ દિવસોમાં પાણી પૂરું થઇ જશે.

જેથી વલસાડની જનતાએ પાણીની કોઈ વૈકલ્પિક વ્યસ્થા કરવી પડશે. હાલમાં શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી માત્ર ૧૫-૨૦ મિનીટ અપાઈ રહ્યું છે. તો કેટલાક વિસ્તારોમાં છેલ્લા ૮ દિવસથી પાણી પહોંચ્યું જ નથી. જેના કારણે લોકો પરેશાન થઇ ગયા છે.
ખાસ કરીને ગૃહિણીઓ ભારે મુશ્કેલીમાં મૂકાઈ છે. વલસાડમાં જે પાણી આવે છે એ કાંકરા પાર કેનલ થકી આવે છે. પરંતુ ત્યાં મરામત ચાલતી હોવાથી હાલમાં પાણી નથી આવતું. જેથી વર્તમાન પરિસ્થિતિ માત્ર ૧૦ દિવસ અને તે પણ કાપ  મૂકીને ચાલે એટલું જ પાણી વલસાડ વોટર વર્કસમાં છે. તો બીજી બાજુ આ પરિસ્થિતિને પોહચી વળવા પાલિકાએ બોર કર્યા હોવાના દાવા થઇ રહ્યા છે. પરંતુ તેમ છતાં લોકોને પાણી મળતું નથી.

TV9 Gujarati

તો બીજી બાજુ વિરોધ પક્ષે પાલિકાના પૂર્વ આયોજનને નબળું ગણાવ્યું છે. પાલિકાને પહેલાથી જાણ હતી કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પાણી મળવાનું નથી. તો આ માટે તંત્રે પહેલા જ કોઈ વ્યસ્થા કરવી જરૂરી હતી. જોકે હાલમાં જે બોર કર્યા છે એ પણ નિષ્ફળ ગયા હોવાનું વિરોધ પક્ષનું કેહવું છે અને જયારે બોર્ડમાં આ મુદ્દો ઉઠાવવામાં આવે છે તો પાલિકાના સત્તાધીશો કોઈ જવાબ આપતા ન હોવાનું વિપક્ષ કહી રહ્યા છે.
શિયાળાના સમયમાંજ વલસાડમાં જળ સંકટ ઉભું થયું છે તો વિચારી શકાય કે ઉનાળામાં શું પરિસ્થિતિ ઉભી થઇ શકે છે.ત્યારે વલસાડની જનતા પાણી વગર તરસી રહી છે અને પાણી ખરીદવાનો વારો આવી રહ્યો છે.ત્યારે વલસાડ નગરપાલિકાનું તંત્ર પાણીની આ સમસ્યા નિવારી શકશે કે પછી વલસાડ એ પાણી વગરજ રેહવાનો વારો આવે છે એ એક સવાલ છે.
[yop_poll id=1026]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">