AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara : હિંદી ફિલ્મો ટીવી સિરિયલમાં કામ કરવાની મંજૂરી આપવા વડોદરાના PSI અરૂણ મિશ્રાએ DGPને લખેલો પત્ર ગૃહવિભાગને મોકલાયો

Vadodara: વડોદરાના PSI અરૂણ મિશ્રાનો હિંદી ફિલ્મો, ટીવી સિરિયલમાં કામ કરવા મંજૂરી માગતો પત્ર DGP કચેરીથી લઈ ગૃહ વિભાગ સહિતનાને મોકલવામાં આવ્યો છે. અગાઉ અરૂણ મિશ્રા સ્ટાર વનની શકુન્તલા સિરિયલમાં સેનાપતિ ચંદ્રભાનનો રોલ કરી ચુક્યા છે.

Vadodara : હિંદી ફિલ્મો ટીવી સિરિયલમાં કામ કરવાની મંજૂરી આપવા વડોદરાના PSI અરૂણ મિશ્રાએ DGPને લખેલો પત્ર ગૃહવિભાગને મોકલાયો
yunus.gazi
| Edited By: | Updated on: Jul 06, 2023 | 10:35 PM
Share

અત્યાર સુધી આપે ફિલ્મોમાં કલાકારોને જ પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોયા હશે પરંતુ આગામી ટૂંક સમયમાં રિયલ પોલીસ કોપ પડદા પર માફિયાઓ સાથએ ઢીશુમ ઢીશુમ કરતા જોવા મળી શકે છે. વર્ષ 1984માં ગુજરાત પોલીસમાં જોડાયેલા અને હાલ વડોદરા પોલીસમાં PSI તરીકે ફરજ બજાવતા PSI અરૂણ મિશ્રા લાંબા સમયથી હિંદી ફિલ્મોમાં કામ કરવા ઉત્સુક છે. જેમને વડોદરા પોલીસ કમિશનર અને રાજ્ય પોલીસ વડા તરફથી તો ફિલ્મ અને ટીવીના રૂપેરી પડદે કામ કરવા માટે લગભગ અંશત: લીલી ઝંડી મળી ચુકી છે.

પરંતુ, રાજ્ય પોલીસ વડાની કચેરીથી તેમની મંજૂરી માગતો પત્ર ગૃહવિભાગને ફોરવર્ડ કરવામાં આવ્યો છે. જો ગૃહ વિભાગ PSI અરૂણ મિશ્રાને ફિલ્મો અને ટીવી સિરિયલમાં કામ કરવા મંજૂરી આપી દેશે તો અરૂણ મિશ્રા ગુજરાત પોલીસ સાથે જોડાયેલા રહીને પોતાના અભિનયના કૌશલ્યનો લોકોને પડદા પરથી રસાસ્વાદ કરાવશે.

શકુન્તલા સિરિયલમાં સેનાપતિ ચંદ્રભાનનો રોલ કરી ચુક્યા છે PSI

અરુણ મિશ્રા અગાઉ ટીવી સિરિયલમાં કામ કરી ચુક્યા છે, psi અરુણ મિશ્રા ને લોકો PSI તરીકે જ ઓળખે છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે અરુણ મિશ્રા એક્સ આર્મી ઓફિસર છે. આર્મી માં સાડા છ વર્ષ સેવાઓ આપી VRS લીધું હતું. વર્ષ 2016માં ગુજરાત પોલીસ સાથે જોડાયા તે પૂર્વે અરુણ મિશ્રા સ્ટાર વન પર પ્રસારિત શકુંતલા સિરિયલમાં સેનાપતિ ચંદ્રભાનનો રોલ કરી ચુક્યા છે.

રાજસ્થાનના અજમેરમાં જન્મેલા PSI અરૂણ મિશ્રા જમ્મુમાં સાભાં સેક્ટરમાં આર્મીમાં ફરજ બજાવી ચુક્યા છે. તેમણે પુલવામાં ડોડા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પણ ફરજ બજાવી છે. વર્ષ 2016માં PSI તરીકે ગુજરાત પોલીસમાં જોડાયા હતા. કમાન્ડો ટ્રેનિંગ કરી ચુક્યા છે. વર્ષ 2017થી વડોદરા શહેર પોલીસની અલગ અલગ એજન્સીઓ ક્રાઈમ બ્રાંચ, SOG જુદા જુદા પોલીસ મથકોમાં ફરજ બજાવી ચુક્યા છે.

PSIની મહત્વપૂર્ણ કામગીરી દરમિયાન ક્રાઈમ બ્રાંચમાં ફરજ દરમિયાન માર્કશીટ કૌભાંડના આરોપી કેપ્લોન પ્રાઈવેટ લિમીટેડના વિરલ જયસ્વાલની ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2022માં પેરોલ જમ્પ હત્યાના આરોપીને જયપુરથી ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો : Vadodara: આખરે ઘી ના ઠામમાં ઘી ઢળ્યુ, બરોડા ડેરીના ઉપપ્રમુખ પદે ફરી એકવાર જી.બી. સોલંકીની સર્વાનુમતે વરણી

વર્ષ 2019માં ટિકટોક વિવાદમાં આવ્યા

ક્રાઈમ બ્રાંચમાં 2017માં હતા ત્યારે વીડિયો બનાવ્યો હતો જે વર્ષ 2019માં વાયરલ થયો અને ક્રાઈમ બ્રાંચમાંથી ટ્રાફિકમાં બદલી થઈ હતી. DCP ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી છે. આર્મીમાં 2008માં VRS લીધા બાદ ગુજરાત પોલીસમાં જોડાયા હતા.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
g clip-path="url(#clip0_868_265)">