Vadodara: આખરે ઘી ના ઠામમાં ઘી ઢળ્યુ, બરોડા ડેરીના ઉપપ્રમુખ પદે ફરી એકવાર જી.બી. સોલંકીની સર્વાનુમતે વરણી

બરોડા ડેરીના ઉપપ્રમુખ પદે જી.બી. સોલંકી ફરી એકવાર આરૂઢ થયા છે. આગામી અઢી વર્ષ માટે પુનઃ એકવાર તેઓની ઉપપ્રમુખ પદે સર્વાનુમતે વરણી થઈ છે.બરોડા ડેરીના દૂધિયા રાજકારણમાં હાલ પૂરતુ તો ઘીના ઠામમાં ઘી ઢળ્યુ છે.

Vadodara: આખરે ઘી ના ઠામમાં ઘી ઢળ્યુ, બરોડા ડેરીના ઉપપ્રમુખ પદે ફરી એકવાર જી.બી. સોલંકીની સર્વાનુમતે વરણી
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jul 04, 2023 | 9:01 PM

બરોડા ડેરીના નવા પ્રમુખ ઉપપ્રમુખની આજે ચૂંટણી થવાની હતી પરંતુ અપેક્ષા મુજબ જ નવા પ્રમુખ ઉપપ્રમુખની સર્વાનુમતે બિનહરીફ વરણી થઈ અને આખરે ઘી ના ઠામ માં ઘી ઢળી ચૂક્યું છે, પરંતુ આગામી અઢી વર્ષ નવા પ્રમુખ ઉપ પ્રમુખ માટે વહીવટ કરવો સરળ નહિ હોય.

છેલ્લા બે વર્ષથી પશુપાલકોના હિતોના મુદ્દે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીના માંધાતાઓ વિરુદ્ધ જંગ છેડ્યો હતો અને એ જંગ મહદંશે સફળ રહ્યો હતો. ડેરીના તે સમયના ચેરમેન દિનેશ પટેલ અને તે સમયના ઉપપ્રમુખ જીબી સોલંકીએ રાજીનામું આપવું પડ્યું ત્યાં સુધી કેતન ઇનામદારનો હાથ ઉપર રહ્યો હતો. પરંતુ ફરી એકવાર જી બી સોલંકી ઉપપ્રમુખ પદની એજ ખુરશીએ આરૂઢ થતા કોનો હાથ ઉપર રહ્યો અને કોનું સ્વમાન જળવાયું તે એક યક્ષ પ્રશ્ન બન્યો છે. કેતન ઇનામદારનો ભારે વિરોધ છતાં જી બી સોલંકી ફરી એકવાર બરોડા ડેરીના ઉપપ્રમુખ પદે આરૂઢ થયા છે. તેથી વડોદરાનું દૂધીયુ રાજકારણ ઉજળું બનશે કે ઉકળતું બનશે તે પ્રશ્ન પણ ઉભો થયો છે.

પશુપાલકોના ભાવ અને ડેરીના વહીવટમાં ગેરરીતિઓના વિવિધ આક્ષેપો સાથે સાવલીના ધારાસભ્ય કેતન ઇનમદારે છેડેલ જંગને કારણે બરોડા ડેરીના વહીવટ પર ગંભીર અસર પડી હતી. વિધાનસભાની ચૂંટણીઓ બાદ દિનેશ પટેલ ઉર્ફે દીનું. મામાએ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું અને બાદમાં કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ જી. બી. સોલંકીએ પણ એમ કહીને રાજીનામુ આપ્યું કે ડેરીના વહીવટમાં શાંતિ કરવા માટેના યજ્ઞમાં પોતાના રાજીનામાં રૂપી આહુતિ આપું છું. આમ જીબી સોલંકીએ ડેરીના રાજકારણમાં અને વહીવટમાં સ્થિરતા લાવવાની કોશિશ કરી હતી અને બાકીના અઢી માસ માટે સતીષ નિશાળીયા પ્રમુખ તથા કૃપાલસિંહ સોલંકી ઉપ-પ્રમુખ બન્યા હતા. પરંતુ આગામી અઢી વર્ષ માટેના નવા પ્રમુખ ઉપ-પ્રમુખની ચૂંટણી ટાણે ફરી એક વખત મડાગાંઠ સર્જાઇ અને જિલ્લાના સહકારી ક્ષેત્રે એક અલગ જ પ્રકારની રાજનીતિ આકાર લઈ રહી હતી પરંતુ વડોદરા જિલ્લાના સહકારી રાજકારણની નવી આકાર પામી રહેલી આકૃતિ કોઈ નવી દિશા પકડે તે પૂર્વેજ પ્રદેશ મોવડીઓએ ખૂબ જ કુનેહપૂર્વક નારાજ ડિરેક્ટરો અને સહકારી આગેવાનોને મનાવી લઈ તેઓનું મન પણ રાખી લીધું અને પોતાનો હાથ પણ ઉપર રાખ્યો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

બરોડા ડેરીના દુધિયા રાજકારણ ની મલાઈ ચાખવામાં પ્રદેશ મોવડીઓ પણ એક વખત થાપ ખાઈ ગયા હતા. પરંતુ ગોરધન ઝડફિયા જેવા અનુભવીને મેદાનમાં ઉતારીને પ્રદેશ ભાજપના મોવડીઓએ પોતાની ગયેલી આબરૂને બચાવી લીધી છે. જો ગત 26 મી એ પ્રદેશ ભાજપે મોકલેલા મેન્ડેટ મુજબ ચૂંટણી યોજાતી તો જરૂરથી જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ મોવડીઓને નીચા જોણું થવાનો વારો આવ્યો હોત પરંતુ ડેરીની ચૂંટણી માટેના ચૂંટણી અધિકારીએ હાઇકોર્ટનું બહાનું ધરી ને ગેરહાજર રહી ઉચ્ચ સ્તરેથી આવેલા આદેશનું પાલન કર્યું અને પ્રદેશ ભાજપના મોવડીઓની આબરૂ બચી ગઈ.

26 મી એ શું થયું હતું ?

નવા પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી આમ તો 26 મી એ થવાની હતી પરંતુ આ ચૂંટણી પૂર્વ સેન્સ પ્રકીર્યા માટે આવેલા પ્રદેશ નિરીક્ષકો જશવંતસિંહ ભાભોર અને જનક બગદાણા એ પૂર્વ પ્રમુખ દિનેશ પટેલ સહિત ના 4 ડિરેકટર ને સેન્સ લેવા બોલાવ્યા નહિ, અહીથીજ દિનેશ પટેલ જૂથ નારાજ થયું, નક્કી કર્યું કે પ્રદેશ ભાજપ માંથી આવેલ મેન્ડેટ ની વિરુદ્ધ મતદાન કરવું,11 ડિરેક્ટરો ના સહયોગ થી જીબી સોલંકીએ પ્રમુખ તરીકે અને સંગ્રામસિંહ એ ઉપ પ્રમુખ તરીકે પોતાની દાવેદારી ઉભી કરતાજ ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ, ચૂંટણી અધિકારીને ગેર હાજર રખાયા અને ચૂંટણી મુલતવી કરાવી દેવાઈ.

પ્રદેશ પ્રમુખે મામલો હાથમાં લેવો પડ્યો

નવી ચૂંટણીની તારીખ પણ જાહેર કરી દેવાઈ હતી અને ખુદ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મામલો પોતાના હાથમાં લીધો. ડિરેક્ટરો અને પદાધિકારીઓને ગાંધીનગર બોલાવ્યા. નવેસરથી સેન્સ પ્રક્રિયા હાથ ધરવા નક્કી થયું. જશવંતસિંહ અને જનક બગદાણાની જગ્યાએ ગોરધન ઝડફિયાને કમાન સોંપાઈ. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ રવિવારે વડોદરા ખાતે ભૂમિપૂજન ના કાર્યક્રમમાં આવ્યા ત્યારે પણ ડેરીના મુદ્દે સર્કિટ હાઉસ ખાતે બેઠક કરી પક્ષનો હાથ ઉપર રહે તે માટે અંતિમ ઘડી સુધી પ્રયાસરત રહ્યા.

સાંસદ, ધારાસભ્યો, જિલ્લા ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા

રવિવારે વડોદરા સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ડેરી ની મડાગાંઠ મુદ્દે કરેલી બેઠક સમયે સાંસદ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા, જેઓ ગત 26 મી એ યોજાયેલી ચૂંટણી સમયે હાજર રહ્યા નહોતા પરંતુ આજે ડેરી ખાતે નવા પ્રમુખ ઉપ પ્રમુખ ની વરણી સમયે સાંસદ રંજન બેન ભટ્ટ, જિલ્લા ના પાંચેય ધારાસભ્યો અને જિલ્લા ભાજપ ના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Gujarati video : વડોદરામાં સીઆર પાટીલે બરોડા ડેરીના ડિરેક્ટરો અને સ્થાનિક નેતાઓ સાથે યોજી બેઠક

નવા પ્રમુખ ઉપ પ્રમુખ ડેરીમાં અનેક વાર પદ ભોગવી ચુક્યા છે

નવા પ્રમુખ ઉપ-પ્રમુખ ડેરીમાં અનેકવાર પદ ભોગવી ચુક્યા છે. આગામી અઢી વર્ષ માટે પ્રમુખ બનેલા સતીષ નિશાળીયા 31. 01.2014 થી 15.08.2014 સુધી બરોડા ડેરીના પ્રમુખ પદે રહી ચૂક્યા છે. છેલ્લે અઢી માસ માટે પ્રમુખ બન્યા હતા તો 26.07.2007 થી 09.07.2008 સુધી ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. ગણપતસિંહ સોલંકી 09.11.2012 થી 30.01.2014 અને 16.08.2014 થી 22.02.2023 સુધી ઉપપ્રમુખ પદે રહી ચૂકયા છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">