AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara : મુખ્યમંત્રીની મુલાકાતની સકારાત્મક અસર, પ્રશાસન એકતાનગરના રહીશોની મદદે પહોંચ્યુ

એકતાનગર વિસ્તારમાં નાગરિકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો( PMJAY- MA) લાભ મળી રહે તે માટે જરૂરી એવા આવકના પ્રમાણપત્રો આપવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Vadodara : મુખ્યમંત્રીની મુલાકાતની સકારાત્મક અસર, પ્રશાસન એકતાનગરના રહીશોની મદદે પહોંચ્યુ
Vadodara: The positive effect of the Chief Minister's visit, the administration reached out to the residents of Ektanagar
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 7:42 PM
Share

Vadodara : પ્રશાસન દ્વારા એકતાનગરમાં  કેમ્પ યોજીને આવકના દાખલા અને માં કાર્ડ કાઢી આપવામાં આવ્યા, આ કેમ્પમાં 300 નાગરિકોને આવકના પ્રમાણપત્રો અને 150 લાભાર્થીઓને આરોગ્ય તંત્ર દ્વારા માં-કાર્ડ કાઢી આપવામાં આવ્યા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શહેરના બાપોદ વિસ્તારમાં આવેલ એકતાનગર (Ekta Nagar) ઝૂંપડપટ્ટીમાં કોઇપણ જાતના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ સિવાય શુક્રવારે ઓચિંતી મુલાકાત લઈ ત્યાં વસવાટ કરતા લોકોની સમસ્યાઓ જાણી હતી. મુખ્યમંત્રીની મુલાકાતની સકારાત્મક અસરને પરિણામે પ્રશાસન એકતા નગરના નિવાસીઓના દ્વારે પહોચ્યું હતું.

એકતાનગર વિસ્તારમાં નાગરિકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો( PMJAY- MA) લાભ મળી રહે તે માટે જરૂરી એવા આવકના પ્રમાણપત્રો આપવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 300 નાગરિકોને આવકના પ્રમાણપત્રો અને 150 લાભાર્થીઓને આરોગ્ય તંત્ર દ્વારા માં કાર્ડ કાઢી આપવામાં આવ્યા હોવાનું શહેર મામલતદાર (પૂર્વ) આર.બી.પરમારે જણાવ્યું છે.આ કામગીરીમાં આરોગ્ય તંત્રનો પ્રશંસનીય સહયોગ સાંપડ્યો હતો. આ કેમ્પનો એકતા નગરના રહીશોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.

નોંધનીય છેકે ગત શુક્રવારે મુખ્યપ્રધાને વડોદરાના એકતાનગર અને સુખાલીપુરા ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી. જેમાં તેમણે વડોદરામાં ઝુપડપટ્ટી વિસ્તારમાં લોકોની ઓચિંતી મુલાકાત કરી હતી. તેઓએ એકતાનગરની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પહોંચીને લોકોને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી અને તેમના પ્રશ્નોને સાંભળ્યા હતા. તેઓ કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે અંગેની વિગતો મુખ્યપ્રધાને પોતે ત્યાંથી મેળવી હતી.

મુખ્યપ્રધાનની આ મુલાકાતની મહત્વની વાત એ છે કે મુલાકાત અંગે પહેલેથી ન તો ત્યાંના કોઇ સ્થાનિક તંત્રને જાણ હતી. ન તો ત્યાંના ધારાસભ્ય કે ન તો ત્યાંના કોઇ પ્રતિનીધિને આ અંગે જાણ હતી. જેના કારણે આ વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિનો મુખ્યપ્રધાનને અંદાજ આવી શકે. તો આ મુલાકાત દરમિયાન અનેક મહત્વના મુદ્દા મુખ્યપ્રધાન સમક્ષ આવ્યા હોવાની વાત જાણવા મળી છે.

તો વળી ભૂપેન્દ્ર પટેલને કોઇ જ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ કે સરકારના કોઇ અધિકારીઓ, જિલ્લાતંત્ર વાહકોને જાણ કર્યા વિના વડોદરાના આ સુખાલીપુરા ગામે પહોચી ગયેલા જોઇ ગ્રામજનો તો અચંબામાં પડી ગયા. મુખ્યમંત્રીએ પણ પોતાના વાહનમાંથી ઉતરી ગ્રામીણખેડૂતો-માતા-બહેનોના ઘર આંગણે જઇને તેમની સાથે સહજ વાતચીત સંવાદથી જનસેવક તરીકેની અનોખી સંવેદના દર્શાવી.

આ પણ વાંચો : પાટણ : અપુરતા વીજ પુરવઠાને લઇને ખેડૂતોમાં ચિંતા, ખેડૂતોનો પાક સંકટમાં

આ પણ વાંચો –  શું સબા આઝાદ અને રિતિક રોશને તેમની રિલેશનશિપ ઓફિશિયલ કરી ? જુઓ Photos

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">