વડોદરા : હેલ્થ અવેરનેસના ભાગરૂપે સિએટ સિટી રોડ રનર્સ મેરેથોન યોજાઇ, 300 ખેલાડીઓએ ભાગ લીધો
દોડનો આરંભ બેન્જામીન વર્લ્ડ સ્કૂલથી થયો હતો. ગ્રીન એમરલ્ડથી સીધા આર્યા, ન્યુ અલકાપુરી રેસીડેન્સી જમણી તરફથી સીધા પ્રથમ બ્લુએત્સથી જમણી બાજુ સમન્વય પાર્કથી ડાબી બાજુ કેનાલ પાસેથી યુ ટર્ન કરીને સરખા રસ્તે બેન્જામીન વર્લ્ડ સ્કૂલ ખાતે દોડ સમાપ્ત થઇ હતી.

હેલ્થ અવેરનેસના(Health Awareness) ભાગરૂપે વડોદરામાં (Vadodara)યોજાઇ સિએટ સિટી રોડ રનર્સ મેરેથોન, (Marathon)પોલીસ કમિશ્નર ડો. સમશેરસિંઘે રવિવારે વહેલી સવારે દોડને પ્રસ્થાન કરાવીને દોડવીરોને પ્રોત્સાહીત કર્યા, ગોત્રી વિસ્તારમાં આવેલી બેન્જામીન વર્લ્ડ સ્કૂલ ખાતેથી દોડનો થયો શાનદાર પ્રારંભ.
હેલ્થ અવેરનેસના ભાગરૂપે વડોદરા શહેરમાં ‘ સિએટ સિટી રોડ રનર્સ મેરેથોન’ (Seat City Road Runners Marathon)યોજાઇ હતી. જેમાં ત્રણસોથી વધુ દોડવીરોએ ભાગલીધો હતો. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી બેન્જામીન વર્લ્ડ સ્કૂલ ખાતેથી સવારે ૬.૦૦ વાગે પોલીસ કમિશ્નર ડો સમશેરસિંઘે દોડને પ્રસ્થાન કરાવીને શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. તેની સાથે પોલીસ કમિશ્નરે દોડવીરોનો પ્રોત્સાહીત કરવા માટે શુભેચ્છા પાઠવી હતી.
જાણિતી ટાયર મેન્યુફેક્ચર કંપની સિએટ લિમિટેડ તથા વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી બેન્જામિન વર્લ્ડ સ્કૂલના સહયોગથી યોજાયેલી દોડમાં બે તબક્કા રાખવામાં આવ્યા હતા. ૧૦.૦૦ (દસ) કિલોમીટર તથા ૫.૦૦ (પાંચ) કિલોમીટરની બે વિવિધ દોડમાં ૩૦૦ જેટલા ખેલાડીઓ જોડાયા હતા. સિટી રોડ રનર્સ મેરેથોનની આ પાંચમી આવૃત્તિનો આરંભ શાનદાર કરવામાં આવ્યો હતો. દેશભક્તિ અને રમત-ગમતને પ્રોત્સાહીત આપતાં ગીત-સંગીત સાથે નિકળેલા દોડવીરોના વડોદરાવાસીઓએ ઠેર ઠેર વધાવી લીધા હતા. તેની સાથે ઠેર ઠેર આકાશમાં બલૂન છોડીને વર્તમાન સંજોગોમાં શાંતિનો સંદેશ પણ દોડવીરો તથા ભૂલકાઓએ આપ્યો હતો. દોડ પૂરી થયા બાદ બેન્જામીન વર્લ્ડ સ્કૂલના પટાંગણમાં દોડવીરોએ ગીત સંગીત માણ્યું હતું.
દોડનો આરંભ બેન્જામીન વર્લ્ડ સ્કૂલથી થયો હતો. ગ્રીન એમરલ્ડથી સીધા આર્યા, ન્યુ અલકાપુરી રેસીડેન્સી જમણી તરફથી સીધા પ્રથમ બ્લુએત્સથી જમણી બાજુ સમન્વય પાર્કથી ડાબી બાજુ કેનાલ પાસેથી યુ ટર્ન કરીને સરખા રસ્તે બેન્જામીન વર્લ્ડ સ્કૂલ ખાતે દોડ સમાપ્ત થઇ હતી.
બેન્જામીન વર્લ્ડ સ્કૂલના સંચાલક મિહીર પારેખે જણાવ્યુ હતુ કે, કોરોનાકાળ બાદ પોતાની જાતને તંદુરસ્ત રાખવા માટે જાગૃતિ આણવાના ભાગરૂપે આ દોડનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શહેરના અનેક જાણીતા દોડવીરો તથા મહાનુભાવો પણ જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં વિસ્તારના સ્થાનિક યુવાનો, વિવિધ સંગઠનોના આગેવાનો તથા પોલીસની કામગીરી પણ અભૂતપૂર્વ રહી હતી.
આ પણ વાંચો : અમદાવાદ : ખોખરા સર્કલ પર રાયપુર ભજીયા હાઉસમાં ભીષણ આગ, આસપાસના વિસ્તારમાં દોડધામ
આ પણ વાંચો : નવસારી જિલ્લાના ખેડૂતોનું આધુનિકતા તરફ પ્રયાણ , ખેડૂતોની આવકમાં કેમ થયો બમણો વધારો ? જાણો