vadodara : ડભોઈ નગરપાલિકાના પ્રમુખના પતિના જન્મદિવસની જાહેરમાં ઉજવણી, નિયમો તો માત્ર લોકો માટે જ ?

વડોદરાના ડભોઈ નગરપાલિકાના પ્રમુખના પતિના જન્મદિવસની જાહેરમાં ઉજવણીનો વીડિયો સામે આવ્યો છે. ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 8:46 PM

vadodara : હવે તો લાગી રહ્યું છેકે કોરોનાના નિયમો નેતાઓ માટે છે જ નહીં. કારણ કે મોટા અને નામી લોકો દ્વારા જ કોરોનાના નિયમોના ભંગના અવારનવાર વીડિયો સામે આવી રહ્યાં છે. ત્યારે વડોદરાના ડભોઈ નગરપાલિકાના પ્રમુખના પતિના જન્મદિવસની જાહેરમાં ઉજવણીનો વીડિયો સામે આવ્યો છે. ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડ્યા હતા. સાથે જ ઉજવણીમાં હાજર લોકોએ માસ્ક પણ પહેર્યા નહતા. નગરપાલિકાના ભાજપના હોદ્દેદારો પણ ઉજવણીમાં સામેલ હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે, શું નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે ?

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">