વડોદરા : સાવલીના ગોઠડા ગામે નશીલા પદાર્થ પીવાથી એક વ્યક્તિનું મોત
તાડી જેવા નશીલા પદાર્થ પીવાથી ત્રણ સંતાનોના પિતાનું મોત થયાનો આરોપ છે. ગોઠડા ગામે રૂ.10 માં વેચાતા નશીલા પદાર્થ પીવાથી વ્યક્તિનું મોત થયાનો મૃતકના પરિજનોએ આક્ષેપ લગાવ્યો છે.
વધુ એકવાર નશીલા પદાર્થે એક વ્યક્તિનો ભોગ લીધો છે. વડોદરાના સાવલીના ગોઠડા ગામે નશીલા પદાર્થ પીવાથી એક વ્યક્તિનું મોત થવાની ઘટના સામે આવી છે. તાડી જેવા નશીલા પદાર્થ પીવાથી ત્રણ સંતાનોના પિતાનું મોત થયાનો આરોપ છે. ગોઠડા ગામે રૂ.10 માં વેચાતા નશીલા પદાર્થ પીવાથી વ્યક્તિનું મોત થયાનો મૃતકના પરિજનોએ આક્ષેપ લગાવ્યો છે.
આ પણ વાંચો :Vadodara : રખડતી રંજાડનો ત્રાસ યથાવત, 79 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
મૃતદેહને સાવલીના જમનોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો. જ્યાં મૃતકના પરિજનોએ હોબાળો મચાવ્યો હતો. મહત્વનું છે કે, ગોઠડી ગામે જાહેરમાં નશીલા પદાર્થની હાટડીઓ ચાલતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે તંત્ર મુકપ્રેક્ષકની જેમ બેઠુ રહેશે કે કોઈ એક્શન લેશે તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
સાવલીના ગામે નશીલા પદાર્થ પીવાથી એક વ્યક્તિનું મોત, નશીલા પદાર્થ પીવાથી મોત થયાનો મૃતકના પરિજનોનો આક્ષેપ#Vadodara #Gujarat #TV9News pic.twitter.com/bPT4ecIfFH
— Tv9 Gujarati (@tv9gujarati) March 9, 2023
રાજ્યમાં સતત નશીલા પદાર્થ ઝડ્પાય છે
થોડા દિવસ અગાઉ પણ દાહોદમાં લોકલ ક્રાઈમ બ્રાંચે 47 લાખથી વધુનો દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બુટલેગરો મધ્યપ્રદેશથી ગુજરાતમાં આવતા ટ્રક મારફતે દારુ લાવવામાં આવતો હતો. બુટલેગરો દારુનો જથ્થો સફેદ પાઉડરની થેલીઓની આડમાં ગુજરાતમાં લાવવામા આવતો હતો. પોલીસે ખંગેલા બોર્ડર નજીક બાતમીના આધારે 47.48 લાખનો દારુનો જથ્થો ઝડપાયો હતો.પોલીસે દારુના જથ્થો અને ટ્રક મળીને કુલ 77.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
થોડા દિવસો પહેલા સુરત શહેરમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો પીકઅપ વાનમાં દારુ ભરીને લાવી રહ્યા હતા, ત્યારે આવા જ એક કીમિયાનો સુરત પીસીબી પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસે લાખો રુપિયાનો દારુનો જથ્થો ઝડપી લીધો હતો.
તો બીજી તરફ બનાસકાંઠાના થરાદમા ચોખાની આડમાં થતી વિદેશી દારુની હેરા ફેરીનો પર્દાફાશ થયો હતો. પોલીસે બાતમીના આધારે ભારતમા બનાવેલ વિદેશી દારુની 198 પેટીઓને ઝડપી પાડી હતી.