Vadodara : વૃદ્ધાનો ભોગ લેનારી ગાયના માલિકની થઈ ધરપકડ, તંત્રએ ગટર -પાણીના જોડાણ કાપવાના આદેશ આપ્યા

રખડતા ઢોર અને તે અંગેની કામગીરી માટે ધારાસભ્ય કેયૂર રોકડિયાએ મ્યુનિસિપલ કમિશ્નર તેમજ પોલીસ કમિશ્નર સાથે ચર્ચા કરીને રખડતા ઢોરના માલિકો વિરૂદ્ધ કડક કામગીરી કરવાના આદેશ પણ જાહેર કર્યા હતા.

Vadodara : વૃદ્ધાનો ભોગ લેનારી ગાયના માલિકની થઈ ધરપકડ, તંત્રએ ગટર -પાણીના જોડાણ કાપવાના આદેશ આપ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2023 | 9:08 AM

વડોદરામાં  રખડતી ગાયોના હુમલાને કારણે વૃદ્ધાના દુ:ખદ  મોતની  ગંભીર ઘટના બાદ સ્થાનિકોનો આક્રોશ જોતા મોડે મોડે પણ તંત્ર હરકતમાં આવ્યું  હતું અને ગેરકાયદે ઢોરવાડો તોડી નાખ્યો હતો. સાથે જ સાથે જ વરણા વિસ્તારમાંથી ગાયના માલિક કરણ મૂલજીભાઈ રબારીની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ વડોદરાના તંત્ર દ્વારા ઢોર માલિકના ઘરના તમામ વોટર કનેક્શન, ડ્રેનેજ કનેક્શન કાપવા આદેશ કરવામાં આવ્યો છે

સ્ટેન્ડિંગ કમિટીના  ચેરમેન હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે  વૃદ્ધાનો ભોગ લેનાર ગાય માલિકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે તેમજ  પોલીસ પાસા સુધીની કાર્યવાહી કરે તેવી રજૂઆત કરી છે. હવે જે રસ્તા પર  ઢોર રખડતા મુકનારના પાણી અને ડ્રેનેજ કનેક્શન કપાશે.  તેમણે ઉમેર્યું હતું કે કોને ઢોરના ત્રાસથી મુક્ત કરવા ખટમ્બા ખાતે હોસ્ટેલ બનાવી છે પરંતુ પશુપાલકો તેનો લાભ નથી લેતા.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

પોલીસે હાથ ધરી વધુ કાર્યવાહી

સમગ્ર ઘટના એવી હતી કે વડોદરાના માણેજા પાસે આવેલી પંચરત્ન સોસાયટીમાં વૃદ્ધા નિશ્ચિત થઈને પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા. ત્યારે અચાનક જ યમદૂત બનીને આવેલી ગાયે હિંસક હુમલો કરી દીધો હતો. ગાયના ટોળાનો હુમલો એટલો તો હિંસક હતો કે નિ:સહાય વૃદ્ધાનો પગ ભાંગી ગયો હતો અને જોત જોતામાં ઘટનાસ્થળ ઉપર જ વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત થઇ ગયું હતું. આ ઘટના બાદ સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.

ધારાસભ્ય કેયૂર રોકડિયાએ આપ્યા કડક કામગીરીના આદેશ

રખડતા ઢોર અને તે અંગેની કામગીરી માટે ધારાસભ્ય કેયૂર રોકડિયાએ મ્યુનિસિપલ કમિશ્નર તેમજ પોલીસ કમિશ્નર સાથે ચર્ચા કરીને રખડતા ઢોરના માલિકો વિરૂદ્ધ કડક કામગીરી કરવાના આદેશ પણ જાહેર કર્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા તંત્રએ 40 રખડતા ઢોર ડબે પૂરી દીધા હતા.વૃદ્ધાના મોત બાદ સ્થાનિકોના આક્રોષને જોતા તંત્રએ  ગેરકાયદે ઢોરવાડો તોડી પાડ્યો હતો.

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">