વડોદરાના હરણી તળાવમાં મોટી દૂર્ઘટના સર્જાઈ છે. વડોદરાની સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હરણી તળાવ પ્રવાસમાં આવ્યા હતા. ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી. બોટમાં 16 લોકોની ક્ષમતા સામે 31 લોકોને બેસાડવામાં આવતા બોટ પલટી ગઈ હતી અને આ કરૂણાંતિકા સર્જાઈ હતી.
મળતી માહિતી અનુસાર બોટમાં 23 બાળકો, 4 શિક્ષક અને 4 સ્કૂલ સ્ટાફને બેસાડવામાં આવ્યા હતા. એકાએક બોટ તળાવમાં પલટી મારી જતા સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો. જેમાં 10થી વધુ વિધાર્થીઓ અને 2 શિક્ષિકોઓના મોત થયા છે. તો બચાવી લેવામાં આવેલા બાળકોને જ્હાનવી અને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વડોદરાની આ દુર્ઘટના બાદ સ્થાનિક તંત્ર તેમજ સ્કૂલ પર પણ વાલીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, ત્યારે તમને જણાવી દઈએ કે, હરણી તળાવમાં બોટનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ નામના ઇજારદારે લીધો છે. જ મોટું માથું હોવાનું મનાઈ રહ્યું છે, તો એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ પરેશ શાહે નિલેશ શાહને આપ્યો હતો. તો બોટિંગનો કોન્ટ્રાક્ટ નિલેશ શાહે અન્ય કોઈને આપ્યો હોવાની માહિતી સામે આવી છે.
તો આ દુર્ઘટના બાદ જે સ્કૂલના વિધાર્થીઓ હતો એ સનરાઈઝ સ્કૂલ સામે પણ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, ત્યારે તમને જણાવી દઈએ કે આ સ્કૂલનું સંચાલન વાડીયા પરિવાર કરે છે. રૂસી વાડિયા અને તેમના માતા સનરાઇઝ સ્કૂલના માલિક છે. વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે થોડા સમય પૂર્વ યોજાયેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં વાડિયા પરિવારના સદસ્યો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો આ માસૂમોનો શું ગુનો હતો ? જુઓ હરણી તળાવ દૂર્ઘટનાની હચમચાવી નાખતી તસવીરો
Published On - 8:30 pm, Thu, 18 January 24