Vadodra: ઢાઢર નદીમાં આવ્યુ ઘોડાપૂર, અનેક ગામો થયા સંપર્ક વિહોણા

હવામાન વિભાગે (Department of Meteorology) આગામી ત્રણ કલાક ભારે વરસાદની (Rain) આગાહી કરી છે. આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર , નર્મદા, ભરૂચ, તાપી, કચ્છ, ડાંગમાં પણ આગામી 3 કલાક દરમિયાન વરસાદ રહેશે.

Vadodra: ઢાઢર નદીમાં આવ્યુ ઘોડાપૂર, અનેક ગામો થયા સંપર્ક વિહોણા
ઢાઢર નદીમાં આવ્યા ઘોડાપૂર, અનેક ગામના સંપર્ક તૂટ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 12:11 PM

વડોદરા (Vadodra) જિલ્લામાં પણ ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ (Rain) ખાબક્યો હતો. વડોદરા શહેર અને જિલ્લામાં મૂશળધાર વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ડભોઈ અને પાદરા તાલુકામાં અનેક વિસ્તારો પાણીમાં ડુબી ગયા છે તો બીજી તરફ ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઈ ઢાઢર નદીમાં (Dhadhar River) પૂર આવ્યુ છે. નદી ગાંડીતુર બની હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દંગીવાડા, પ્રયાગપુરા, કરાલીપુરા, નારણપુરા, વિરપુરા,બંબોજ, ગોવિંદપુરા વગેરે ગામો ઢાઢર નદીના પાણી ફરી વળતા સંપર્ક વિહોણા થયા છે.

બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ

વડોદરા જિલ્લામાં વરસાદના કારણે બારેમેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. ડભોઈના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. દંગીવાડા, બંબોજ, સીમલિયા, ટીંબી, તરસાણા, વસઈમાં વરસાદ વરસ્યો છે. મહુડી ભાગોળ બહાર વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાયા છે. ડભોઈ શહેરમાં શિનોર રોડ, મહુડી ગેટ, સરિતા ક્રોસિંગ, ડેપો વિસ્તાર અને ઢાલનગર, બમ્બોજ, ચાંદોદ, સાઠોદ સહિત ગામોમાં વરસાદ ખાબક્યો હતો.

ઢાઢર નદીમાં પૂર આવ્યા

તો ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઈ ઢાઢર નદીમાં પૂર આવ્યા છે. વડોદરાના ડભોઈની ઢાઢર નદી ગાંડીતુર બની છે. ઢાઢર નદી કિનારે આવેલ ગામોને તંત્રએ એલર્ટ કર્યા છે. ડભોઈ- વાઘોડિયા રોડ ઉપર બ્રીજ ઉપરથી નદીના પાણી પસાર થઈ રહ્યા છે. જેના કારણે ડભોઈ વાઘોડિયા રૂટ પર વાહન વ્યવહાર ખોરવાયો છે. દંગીવાડા, પ્રયાગપુરા, કરાલીપુરા, નારણપુરા, વિરપુરા,બંબોજ, ગોવિંદપુરા વગેરે ગામો ઢાઢર નદીના પાણી ફરી વળતા સંપર્ક વિહોણા થયા છે.

આજનું રાશિફળ તારીખ : 02-11-2024
Video : છૂટાછેડા બાદ ક્રિકેટર હાર્દિક પંડયાએ પહેરી ખાસ અંગૂઠી
આ પાકિસ્તાની એક્ટર જે શાહરૂખ ખાન સાથે બેસીને પીતો સિગારેટ
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તેમની દીકરીનું નામ કર્યું જાહેર, પહેલી તસવીર કરી શેર
Vastu Tips : ઘરમાં દરરોજ આ સ્થાન પર દીવો કરો, ધનથી ભરાઈ જશે તિજોરી
ભારતમાં સૌથી સુરક્ષિત કાર કઈ છે? જુઓ ક્રેશ ટેસ્ટ રિપોર્ટ

વડોદરાના પાદરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. કોઠી ફળિયા અને પાણીની ટાંકી વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. ચોકસી ચેમ્બર, મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદી પાણીમાં અનેક વાહનો બંધ પડતા લોકો પરેશાન થઈ ગયા છે.

રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરી છે. આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર , નર્મદા, ભરૂચ, તાપી, કચ્છ, ડાંગમાં પણ આગામી 3 કલાક દરમિયાન વરસાદ રહેશે. સુરત, નવસારી, પાટણ, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે.

g clip-path="url(#clip0_868_265)">