Surat : દિવાળીની રજામાં મરવાનું નહીં, કહી મૃતદેહ લઈને આવેલા પરિવારજનો પર ભડક્યો સ્મશાનનો કર્મચારી, જુઓ Video
સુરત ખાતે આવેલું અશ્વની કુમાર સ્મશાન ગૃહ વિવાદમાં આવ્યુ છે. દિવાળીના દિવસે સ્મશાનમાં મૃતદેહ લઈને આવેલા લોકો પર સ્મશાનના કર્મચારી ભડક્યા હોવાની ઘટના બની છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સ્મશાનના કર્મચારીએ માનવતા નેવે મુકતા મૃતકના પરિવારને ઉડાવ જવાબ આપ્યા હતા. સ્મશાનના કર્મચારીએ ભડકતા કહ્યું કે, દિવાળીના પગલે માણસો રજા પર છે અને તમે મૃતદેહ લાવો છો. દિવાળીએ મરવું ના જોઈએ. સ્મશાનના કર્મચારીઓના ગેરવર્તનના પગલે મૃતદેહ લાવેલો પરિવાર કલાકો સુધી અટવાઈ પડ્યો હતો.
સ્માશનના મેનેજરે માગી માફી !
બીજી તરફ આ સમગ્ર વિવાદ મામલે સ્મશાન ગૃહના મેનેજરનું નિવેદન સામે આવ્યું છે. સ્મશાનના મેનેજરે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. આ સાથે જ મેનેજરે કહ્યું છે કે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે ધ્યાન રાખવામાં આવશે. જે વ્યક્તિએ ઉડાઉ જવાબ આપ્યો તેમની તબિયત નાદુરસ્ત છે. કર્મચારી શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ હોવાનું મેનેજરે જણાવ્યુ છે. સમગ્ર ઘટના અંગે સ્મશાનના મેનેજરે માગી માફી છે.