ભારતમાં સૌથી સુરક્ષિત કાર કઈ છે?

1 નવેમ્બર, 2024

દરેક વ્યક્તિ પોતાના પરિવાર માટે સુરક્ષિત કાર ખરીદવા માંગે છે.

જો કાર સુરક્ષિત હશે તો પરિવાર સાથે ક્યાંય પણ જવું સરળ રહેશે.

ગ્લોબલ NCAP એ વિશ્વની એવી એજન્સી છે જે કારની સુરક્ષા રેટિંગ જાહેર કરે છે.

આમાં કાર ક્રેશ ટેસ્ટ પછી કારના સેફ્ટી ફીચર્સનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને રેટિંગ આપવામાં આવે છે.

સલામત કારની વાત કરીએ તો, Tata Safari એ NCAP ક્રેશ ટેસ્ટમાં સૌથી વધુ પોઈન્ટ્સ મેળવ્યા છે.

Tata Safari અને Harrier ભારતની સૌથી સુરક્ષિત કાર છે, જેને 34 માંથી 33.05 પોઈન્ટ મળ્યા છે.

Tata Safariની એક્સ-શોરૂમ કિંમત 16 લાખ 19 હજાર રૂપિયા અને Harrierની કિંમત 15.49 લાખ રૂપિયા છે.

સેફ કારના મામલે ટાટા નેક્સન બીજા સ્થાને છે, જેને 34માંથી 32.22 પોઈન્ટ મળ્યા છે.

Tata Nexonની એક્સ-શોરૂમ કિંમત 8.15 લાખ રૂપિયા છે, જેનો કુલ ત્રણ વખત ક્રેશ ટેસ્ટ કરવામાં આવ્યો છે.