છૂટાછેડા બાદ હાર્દિક પંડયાએ પહેરી ખાસ અંગૂઠી

1 નવેમ્બર, 2024

હાર્દિકે પોતાના જીવનની ખાસ પળોને આંગળીમાં કેદ કરી હતી.

હાર્દિક પંડ્યા ઘણીવાર તેની રમત અને અંગત જીવનને લઈને ચર્ચાનો વિષય રહે છે. હાલમાં તેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

વાયરલ તસવીરમાં હાર્દિકે એક ખાસ પ્રકારની વીંટી પહેરી છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડરે પોતાના જીવનની ખૂબ જ ખાસ ક્ષણને રિંગમાં કેદ કરી છે, તે છે T20 વર્લ્ડ ચેમ્પિયન બનવાની ક્ષણ.

વાસ્તવમાં, હાર્દિકે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસવીર શેર કરી છે, જેમાં તેણે સિલ્વર રંગની વીંટી પહેરી છે. તેના પર અંગ્રેજીમાં વર્લ્ડ ચેમ્પિયન લખેલું છે અને T20 વર્લ્ડ કપની ટ્રોફી પણ છે.

 મુંબઈ ઈન્ડિયન્સે તેને IPL 2025 માટે રિટેન કર્યો છે. આના પર તેણે ફ્રેન્ચાઇઝીનો આભાર વ્યક્ત કર્યો અને છેલ્લી હાર બાદ આગામી સિઝનમાં વાપસી કરવાની જાહેરાત કરી.

મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ત્રીજા નંબર પર રિટેન કર્યો છે. આ માટે તેને 16.35 કરોડ રૂપિયા મળ્યા છે.