અબુધાબી BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં ભવ્ય દિપોત્સવ, જુઓ Video

અબુધાબી BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં ભવ્ય દિપોત્સવ, જુઓ Video

| Updated on: Nov 01, 2024 | 11:33 PM

ઇસ્લામિક દેશનાં સૌ પ્રથમ હિન્દુ મંદિરમાં પહેલી દિવાળી ઈજવી રહ્યા છે. BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં ભવ્ય દીપોત્સવ યોજાયો. મૂર્તિઓને ખાસ વાઘા અને શણગાર ધરાવવામાં આવ્યો. મંદિરમાં રંગોળી અને દીવડાઓની સજાવટ પણ જોવા મળી. અખાતી દેશોમાંથી પણ ભારતીયો આવ્યા હતા.

જેમ અયોધ્યામાં આ વર્ષની દિવાળી ખુબ જ ખાસ છે તેમ અયોધ્યાથી હજારો કિલોમીટર દૂર યુનાઇટેડ આરબ અમીરાતમાં વસેલા ભારતીયો માટે પણ આ વર્ષે દિવાળીનો પર્વ ખુબ જ ખાસ હતો. ઇસ્લામિક દેશ યુનાઇટેડ આરબ અમીરાતમાં બનેલા સૌ પ્રથમ હિન્દુ શિખરબદ્ધ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી કરાઇ. અબુધાબી BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના આ પ્રસંગે ખાસ સજાવાયુ હતું. અલગ અલગ સાત શિખરો નીચે કરાયેલી શિવ પરિવાર, રામ પંચાયતન, વ્યંકટેશ-પદ્માવાતી, રાધા-કૃષ્ણ, ઐયપ્પાસ્વામી અને અક્ષરપુરુષોત્તમ મહારાજની મહારાજની મૂર્તિઓને વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા.

દિવાળી નિમિત્તે મંદિરમાં ચોપડા પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. મંદિરે મોટી સંખ્યામાં ભાવિકોએ ચોપડા પૂજન અને મહાપૂજાનો લાભ લીધો હતો. યુનાઇટેડ આરબ અમીરાત સહિત અન્ય અખાતી દેશોમાંથી ભારતીય મુળના લોકો દિવાળીનાં પર્વ માટે ખાસ અબુ ધાબીની મુલાકાતે આવ્યા હતા.

ચોપડા પૂજન બાદ મંદિર પરિસરમાં આવેલા ઘાટ પર વિશેષ મહાઆરતીનું આયોજન કરાયું. જેમાં હજારો ભાવિકોએ આરતીનો લાભ લીધો હતો. UAEનાં શાસક શેખ મહંમદ બિન ઝાયેદ અલ નાહ્યાન અને શેખ મહંમદ બિન રાશિદ અલમક્તુમે પણ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.

Published on: Nov 01, 2024 11:32 PM
g clip-path="url(#clip0_868_265)">