Vadodara: બરોડા ડેરીના પશુપાલકો આનંદો, 82.58 કરોડનો ભાવ ફેર મળશે, પ્રમુખે કરી જાહેરાત

Vadodara: બરોડા ડેરી સાથે સંકળાયેલા પશુપાલકોને 82.58 કરોડનો ભાવફેર આપવાની ડેરીની મળેલી વાર્ષિક સામાન્ય સભામાં જાહેરાત કરવામા આવી છે. જો કે ગત વર્ષની સરખામણીએ અઢી કરોડ લીટર દૂધ ઓછુ આવ્યુ હોવાની કબૂલાત કરાઈ છે.

Vadodara: બરોડા ડેરીના પશુપાલકો આનંદો,  82.58 કરોડનો ભાવ ફેર મળશે, પ્રમુખે કરી જાહેરાત
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Aug 27, 2023 | 12:01 AM

Vadodara: બરોડા ડેરીની 66 મી વાર્ષિક સામાન્ય સભા વડોદરાના કેલનપુર દાદા ભગવાન મંદિરના હોલમાં યોજાઈ હતી. પ્રમુખપદેથી સંબોધન કરતા સતીષ નિશાળીયા એ જણાવ્યું હતું કે અઢી કરોડ લીટર દૂધ ગત વર્ષની સરખામણી એ ઓછું આવ્યું છે છતાં સભાસદોને નુકસાન ન જાય તે હેતુથી ભાવફેરમાં કોઈ ઘટાડો કર્યો નથી અને આ વખતે 82.58 કરોડ જેટલો ભાવફેર મળશે તેવી જાહેરાત કરી હતી.

સામાન્ય સભા પૂર્ણ થયા બાદ ડેસર તાલુકા દૂધ મંડળી ના પ્રમુખ સુરેશ પટેલ જે ભાવ વધારો જાહેર કર્યો તેને ઓછો ગણાવ્યો હતો, જો છૂટક દૂધ છાશના વેચાણમાં ભાવ વધારો થતો હોય તો પશુપાલકોને પણ ભાવ વધારો મળવો જોઈએ,ગત વર્ષે 99 લાખ જેટલો વધારો અને ભાવ ફેર ની રકમ અપાઈ હોય તો આ વખતે 82 લાખ જેટલી રકમ કેમ તેવો પ્રશ્ન સુરેશ પટેલે કર્યો હતો,પશુ પાલકો ને દૂધ વેચવું પોસાતું નથી એટલે બરોડા ડેરીમાં દૂધ ઓછું આવે છે, સભા પૂર્ણ થયાની જાહેરાત બાદ સુરેશ પટેલ બોલવા માટે ઉભા થયા ત્યારે માઇક બંધ કરી દેવાતા સભાસદોનો અવાજ રૂંધવા માં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતી.

જ્યારે બરોડા ડેરીના પ્રમુખ ઉપ પ્રમુખે સુરેશ પટેલના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અમુક લોકો સસ્તી પ્રસિદ્ધ માટે સભા પૂર્ણ થયા બાદ બિનજરૂરી મુદ્દા ઉઠાવે છે, ઉપપ્રમુખ જીબી સોલંકી એ જણાવ્યું કે તેઓને રજુઆત કરવી હતી તો 14 દિવસ પહેલા સભાની નોટિસ આપવામાં આવે છે 7 દિવસ પહેલા તેઓની રજુઆત ના મુદ્દા મોકલી શકે છે પરંતુ આજે સભા શરૂ થઈ ત્યાં સુધી કોઈ પણ સભાસદ તરફથી કોઈ પણ રજુઆત આવી નહોતી. દરેક વખતે સભા પૂર્ણ થયા બાદ અમુક લોકો હોબાળો કરતા હોય છે અને છેલ્લા કેટલાક સમયની આવી ઘટનાના ચહેરા જોશો તો એકના એકજ ચહેરા હશે.

Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?

ચેરમેન સતીષ નિશાળીયા એ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે સમગ્ર ફેડરેશનમાં અન્ય દૂધ સંઘો માં 5 ટકા થી 15 ટકા ઓછું થાય છે, અન્ય સંઘની  સરખામણીએ બરોડા સંઘનો ભાવ યોગ્ય ગણાવ્યો હતો, અન્ય સંઘો બહારના રાજ્યો માં ઊંચા ભાવે દૂધ વેચી તેનો નફો ઉમેરી ને આપતા હોય છે જ્યારે બરોડા ડેરી પાસે વધારા નો દૂધ નો જથ્થો નથી હોતો કે જેથી અન્ય રાજ્યો માં વેચી શકાય.

આ પણ વાંચો : Gujarati Video: સુરતમાં વધુ એક વાલીની બેદરકારી, બાળકીને જોખમી રીતે પાછળની સીટ પર ઉભી રાખી એક્ટિવા ચલાવી

બરોડા ડેરી ની વાર્ષિક સામાન્ય સભા ચોક્કસ રાજકીય ચહેરાઓના ઈશારા પર કેટલાક સભાસદો મહોરા બનાવી હોબાળો મચાવવાની કોશિશ કરતા હોય છે. આ પ્રયાસ આ વખતે પણ થયો પરંતુ ડેરીના ડિરેક્ટર્સ અને સ્ટાફ અગાઉથીજ સજ્જ હતો, કેટલાક ચોક્કસ સભ્યો હોબાળાને ઉગ્ર રૂપ આપે તે પૂર્વજ ડિરેક્ટર્સ અને સભાસદો હોલ બહાર નીકળવા લાગ્યા હતા એ સાથેજ બંદોબસ્તમાં તૈનાત પોલીસ પણ હોલમાં પ્રવેશી ચુકી હતી. જોકે પોલીસને કઈ કરવાની જરૂર પડી નહોતી.

વડોદરા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">