Gujarati Video: સુરતમાં વધુ એક વાલીની બેદરકારી, બાળકીને જોખમી રીતે પાછળની સીટ પર ઉભી રાખી એક્ટિવા ચલાવી
Surat: સુરતમાં વધુ એક વાલીની બેદરકારી સામે આવી છે. જેમા એક પિતાએ બાળકીને જોખણી રીતે એક્ટિવાની પાછળની સીટ પર ઉભી રાખી એક્ટિવા ચલાવી રહ્યા છે. આ ગંભીર બેદરકારી ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
Surat: સુરતમાંથી વધુ એક વાલીની બેદરકારી સામે આવી છે. જયાં ચારથી પાંચ વર્ષની બાળકીને જોખમી રીતે એક્ટીવાના પાછળની સીટ પર ઉભી રાખી હતી. વાલીએ પોતાની બાળકીને ઉભી રાખી એક્ટીવા ચલાવી હતી. એલપી સવાણી રોડ પાસેનો આ વીડિયો વાયરલ થયો હતો.જે રોડ પર એક્ટીવા જઈ રહી હતી તે સમયે બીઆરટીએસના પતરાના બેરીકેડ લાગેલા હતા.
આ ઘટના પરથી અહીં અનેક સવાલ થાય છે કે, એક નાની ભૂલ ગંભીર અકસ્માત કરી શકે છે.વાલીઓ કયાં સુધી આવી બેદરકારી કરતા રહેશે? જો બાળકી નીચે પડી ગઈ હોત તો? વાલીઓ કેમ પોતાના બાળકને લઈ બેદરકાર છે? જો બાળકીને કંઈ થયું હોત તો? વાલીઓ કયારે પોતાના બાળકને લઈ સજાગ થશે?
આ અગાઉ પણ સુરતમાં જ એક રિક્ષાચાલકે બાળકને રિક્ષાનું સ્ટિયરિંગ પકડાવ્યુ હતુ અને નાનો બાળક રિક્ષા ચલાવી રહ્યો હતો શાળામાં જતા સમયે બાળકને રિક્ષા ચલાવવા આપી દીધી હતી. બાળકની રિક્ષા સવારીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ રિક્ષાચાલકને બેદરકારીએ અન્ય બાળકોના જીવ પણ જોખમમાં મુક્યા હતા.
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
