Vadodara : નવલખી ગ્રાઉન્ડમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાશે, ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા, જુઓ Video

વડોદરામાં બાબા બાગેશ્વરના (Baba Bageshwar) દિવ્ય દરબારને લઇ પાસ વિતરણની શરૂઆત કરવામાં આવી હતી. દિવ્ય દરબારના પાસ લેવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગઇકાલ સવારથી જ લોકો પાસ લેવા માટે લાઇનમાં લાગી ગયા હતા. હાલ અશક્ત, વૃદ્ધ અને દિવ્યાંગ લોકોને પાસ આપવામાં આવી રહ્યા છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 10:08 AM

Vadodara : રાજકોટ બાદ વડોદરામાં 3 જૂન નવલખી ગ્રાઉન્ડમાં બાબા બાગેશ્વરનો  (Baba Bageshwar) દિવ્ય દરબાર યોજાશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના (Dhirendra Shastri) કાર્યક્રમને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મુખ્ય સ્ટેજ સહિત અન્ય ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. ધર્મગુરુ, મહાનુભાવો અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન અને ગૃહરાજયમંત્રીને દરબારમાં આવવા આયોજકો આમંત્રણ આપવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : World Bicycle Day 2023 : સુરત સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ બનાવી સાયકલની વિશાળ પ્રતિકૃતિ

વડોદરામાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આજે વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં બાબાનો દરબાર યોજાવાનો છે. ત્યારે થોડા દિવસ પહેલા વડોદરા શહેરના ઝોન 2 અને 3ના DCPએ નવલખી ગ્રાઉન્ડનું સ્થળ નિરીક્ષણ કર્યું હતુ. પોલીસની ટીમ દ્વારા એરપોર્ટથી કાર્યક્રમ સ્થળે આવવાના માર્ગો પર ટ્રાફિકની વ્યવસ્થાને લઇને સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ VVIP મહાનુભાવો તેમજ દરબારમાં ઉપસ્થિત રહેનારા લોકો માટે સુવિધાઓની ચકાસણી પણ કરવામાં આવી હતી.

પાસ વિતરણ શરુ કરવામાં આવ્યુ

વડોદરામાં બાબા બાગેશ્વરના (Baba Bageshwar) દિવ્ય દરબારને લઇ પાસ વિતરણની શરૂઆત કરવામાં આવી હતી. દિવ્ય દરબારના પાસ લેવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગઇકાલ સવારથી જ લોકો પાસ લેવા માટે લાઇનમાં લાગી ગયા હતા. હાલ અશક્ત, વૃદ્ધ અને દિવ્યાંગ લોકોને પાસ આપવામાં આવી રહ્યા છે. જેથી કરીને કાર્યક્રમ સમયે તેમને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે. મહત્વનું છે કે, અત્યાર સુધી 20 હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એટલું જ નહિં બાબાના દિવ્ય દર્શન કરવા માટે ખાસ ઉત્તર પ્રદેશથી પણ ભક્તો વડોદરા આવ્યા છે અને તેમણે પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વ્યારાની APMCમાં ચોખાના મહત્તમ ભાવ રૂપિયા 2150 રહ્યા
વ્યારાની APMCમાં ચોખાના મહત્તમ ભાવ રૂપિયા 2150 રહ્યા
Weather Forecast : રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે રહેશે વરસાદી માહોલ
Weather Forecast : રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે રહેશે વરસાદી માહોલ
હરામીનાળાથી પાસેથી ઘુસણખોર પાકિસ્તાની ધુવડ પક્ષી સાથે ઝડપાયો
હરામીનાળાથી પાસેથી ઘુસણખોર પાકિસ્તાની ધુવડ પક્ષી સાથે ઝડપાયો
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે
Surat : ACBએ છટકું ગોઠવી PSIના વચેટિયાને લાંચ લેતા ઝડપ્યો
Surat : ACBએ છટકું ગોઠવી PSIના વચેટિયાને લાંચ લેતા ઝડપ્યો
રાજ્યમાં સુરેન્દ્રનગરના ચુડામાં 3 કલાકમાં ખાબ્યો 5 ઈંચ વરસાદ
રાજ્યમાં સુરેન્દ્રનગરના ચુડામાં 3 કલાકમાં ખાબ્યો 5 ઈંચ વરસાદ
ખેલ મહાકુંભ 20.0ના રજીસ્ટ્રેશન કર્ટેઈન રેઝર ઈવન્ટનો પ્રારંભ
ખેલ મહાકુંભ 20.0ના રજીસ્ટ્રેશન કર્ટેઈન રેઝર ઈવન્ટનો પ્રારંભ
સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે ત્રણ જિલ્લામાં પૂરની સ્થિતિ
સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે ત્રણ જિલ્લામાં પૂરની સ્થિતિ
રાજુલા- જાફરાબાદમાં શ્રીકાર વરસાદ, ધાતરવડી- 2 ડેમ થયો ઓવરફ્લો
રાજુલા- જાફરાબાદમાં શ્રીકાર વરસાદ, ધાતરવડી- 2 ડેમ થયો ઓવરફ્લો
Gujarati Video : નર્મદાના કાંઠાના ગામોમાં હજારો હેકટર ખેતીને નુકસાન
Gujarati Video : નર્મદાના કાંઠાના ગામોમાં હજારો હેકટર ખેતીને નુકસાન