World Bicycle Day 2023 : સુરત સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ બનાવી સાયકલની વિશાળ પ્રતિકૃતિ, જુઓ Video

World Bicycle Day 2023 : સુરતના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના પરિસરમાં ગુરૂકુળના 500  જેટલા વિદ્યાર્થીઓએ  3 જૂન-વિશ્વ સાયકલ દિવસના ઉપલક્ષ્યમાં લોકોને પર્યાવરણ સંરક્ષણ અને સ્વાસ્થ્ય જાળવણી માટે પ્રેરિત કરવાં અને સાયકલ ચલાવવાથી થતા અગણિત ફાયદાઓ સમજાવવા  સાયકલની વિશાળ  પ્રતિકૃતિ બનાવી હતી.

Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jun 03, 2023 | 12:50 PM

World Bicycle Day 2023 : 3 જૂન વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે . જેના ભાગરૂપે સુરતમાં વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના પરિસરમાં 500 જેટલા વિદ્યાર્થીઓએ સાયકલની વિશાળ માનવ પ્રતિકૃતિ બનાવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક રીતે સિમ્બોલ બનાવી સાયકલના ઉપયોગ અને જાગૃત્તિનો સંદેશ જનજન સુધી પહોંચાડવાની ઉમદા પહેલ કરવામાં આવી હતી.

સુરતના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના પરિસરમાં ગુરૂકુળના 500  જેટલા વિદ્યાર્થીઓએ  3 જૂન-વિશ્વ સાયકલ દિવસના ઉપલક્ષ્યમાં લોકોને પર્યાવરણ સંરક્ષણ અને સ્વાસ્થ્ય જાળવણી માટે પ્રેરિત કરવાં અને સાયકલ ચલાવવાથી થતા અગણિત ફાયદાઓ સમજાવવા સાયકલની વિશાળ  પ્રતિકૃતિ બનાવી હતી.

વિદ્યાર્થીઓ દ્વારા લોકજાગૃતિન  પ્રયાસ

શાળાના આચાર્ય અરવિંદભાઈ ઠેસિયા અને ધર્મેશભાઈ સલીયા તેમજ પૂ. ધર્મવલ્લભ સ્વામી, પ્રભુ સ્વામી અને દેવપ્રકાશ સ્વામીની પ્રેરણાથી વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક રીતે સિમ્બોલ બનાવી સાયકલના ઉપયોગ અને જાગૃત્તિનો સંદેશ જનજન સુધી પહોંચાડવાની ઉમદા પહેલ કરવામાં આવી હતી. પરિવહન માટેના એક સરળ, પોષણક્ષમ અને ખર્ચરહિત, પર્યાવરણની સુરક્ષા માટે અત્યંત અનુકૂળ સાધન એવી સાયકલનો સિમ્બોલ બનાવી ગુરૂકુળના વિદ્યાર્થીઓ દ્વારા લોકજાગૃતિનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

3 જૂને વિશ્વભરમાં વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે

દર વર્ષે 3 જૂને વિશ્વભરમાં વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે. તેનો હેતુ સાયકલનું મહત્વ સમજાવીને સ્વાસ્થ્ય અને પર્યાવરણના ફાયદાઓ વિશે જાગૃત કરવાનો છે. સાયકલ ચલાવવાના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તેને નિયમિત રીતે ચલાવવાથી શરીર સ્વસ્થ અને ફિટ રહે છે. લોકોમાં ઉત્સાહનો સંચાર કરે છે. જેના લીધે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ જાગૃતિ ફેલાવવા માટે 2018 માં ‘વર્લ્ડ સાયકલ ડે’ ઉજવવાનું શરૂ કર્યું.

સાયકલ દિવસની ઉજવણી પાછળનો ઇતિહાસ

આ વર્ષે છઠ્ઠો ‘વિશ્વ સાયકલ દિવસ’ ઉજવવામાં આવી રહ્યો છે. ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 3 જૂન, 2018 ના રોજ વિશ્વ સાયકલ દિવસ ઉજવવાની સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુએનના અધિકારીઓ, ખેલાડીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સાયકલ ચલાવવાનું મહત્વ અને તેના સ્વાસ્થ્યને થતા ફાયદાઓ પણ સમજાવવામાં આવ્યા હતા. તેની બાદ આ દિવસ સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવ્યો.

વિશ્વ સાયકલ દિવસનું મહત્વ

યુનાઈટેડ નેશન્સ અનુસાર, આ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ વિશ્વભરના દેશોને વિવિધ વિકાસ વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, પ્રાદેશિક વિકાસ નીતિઓ અને કાર્યક્રમોમાં સાયકલ ચલાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ સાથે, રાહદારીઓની સલામતી અને સાયકલ ચલાવવાની સલામતીને પણ પ્રોત્સાહન આપવાનું છે. તેમાં લોકોમાં સાયકલનો વ્યાપ વધારવા અને તેના ફાયદાઓ વિશે માહિતી આપવાનો સમાવેશ થાય છે. જેથી લોકો સાયકલ ચલાવવાને તેમના જીવનનો એક ભાગ બનાવી શકે.

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">