Vadodara: બે વર્ષ બાદ જામશે ગરબાની રમઝટ, લક્ષ્મી વિલાસ પેલેસમાં હેરિટેજ ગરબાનું આયોજન

વડોદરાનો (Vadodara) ગરબા ઉત્સવ આખી દુનિયામાં પ્રખ્યાત છે અને જ્યારે કોઈ સારા હેતુ માટે તેનું આયોજન કરવામાં આવે છે ત્યારે તે વધુ ખાસ બની જાય છે. ત્યારે આ વર્ષે આ ગરબા, ખેલૈયાઓની અપેક્ષાઓ પર ખરા ઉતરશે તેવુ માનવામાં આવે છે.

Vadodara: બે વર્ષ બાદ જામશે ગરબાની રમઝટ, લક્ષ્મી વિલાસ પેલેસમાં હેરિટેજ ગરબાનું આયોજન
લક્ષ્મી વિલાસ પેલેસમાં હેરિટેજ ગરબાનું આયોજન
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jul 18, 2022 | 2:58 PM

કોરોના મહામારીના (Corona) પગલે છેલ્લા બે વર્ષથી વડોદરામાં (Vadodara) ગરબા યોજાતા ન હતા. જો કે આ વર્ષે ધામધૂમથી ગરબાની રમઝટ જામશે. વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં (Lakshmi Vilas Palace) હેરિટેજ ગરબાનું આયોજન કરવામાં આવશે. મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય (MCSU), વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશનના સહયોગથી આ વર્ષે નવરાત્રી ગરબા મહોત્સવ 2022નું આયોજન કરશે. વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશન મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલયની ટીમને ગરબા મહોત્સવનું આયોજન કરવા અને ગરબા મહોત્સવ 2022 દરમિયાન કલાકારો અને કસ્બીઓને પ્રોત્સાહિત કરવા માટે મદદ કરશે.

મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય (MCSU), છેલ્લા 107 વર્ષથી મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગ સાહસિકતાના વિકાસ માટે કાર્યરત છે. કોવિડ દરમિયાન, સમાજના આર્થિક રીતે પછાત વર્ગના ઘણા પરિવારોએ તેમના કમાતા સભ્ય ગુમાવ્યા અથવા તેમની આજીવિકા ગુમાવી દીધી હતી. ત્યારે MCSU એ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને તેમના માટે આર્થિક તકો ઊભી કરવા કાર્યક્રમો શરૂ કર્યા. આ તમામ કાર્યક્રમોને અમલમાં મૂકવા માટે MCSU એ વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશન સાથે હાથ મિલાવ્યા છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

કલા, સંસ્કૃતિ અને રસોઇકલા

ગરબા મહોત્સવમાં દેશભરમાંથી કલાકારો અને કારીગરોને તેમની પ્રતિભા અને ઉત્પાદનોનું પ્રદર્શન કરવા આમંત્રિત કરવામાં આવ્યા છે. આપણા દેશની કલા અને કૌશલ્યો વિશે સમાજને સાચી સમજ મળશે. હસ્તકલા ભારતમાં રોજગારીનું બીજું સૌથી મોટું ક્ષેત્ર છે. ત્યારે હસ્તકલા પણ લોકો સુધી વધુમાં વધુ પહોંચશે. લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે આ એક અનોખી અને સર્વોપરી ગરબા ઇવેન્ટ છે, જે મુલાકાતીઓને ઐતિહાસિક અને ભવ્ય સંસ્કૃતિનું આદાન-પ્રદાન કરવાની તક આપશે. અહીં મુલાકાતીઓને બહુસાંસ્કૃતિક ભોજન પણ આપવામાં આવશે.

મહિલા સશક્તિકરણ હેતુ

વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશન વડોદરા અને આસપાસના વિસ્તારોમાં સામાજિક ઉત્થાન માટે કાર્યરત છે. તે મહિલા સશક્તિકરણ અને આજીવિકા સર્જન માટે કામ કરે છે. આ ઉપરાંત વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશન, કળા, હસ્તકલા વગેરેમાં રસ ધરાવતા ઉદ્યોગસાહસિક પુરૂષો અને સ્ત્રીઓ દ્વારા શરૂ કરાયેલા સ્ટાર્ટ-અપ્સના ઇન્ક્યુબેશન અને વિકાસ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે.

મર્યાદિત સંખ્યામાં ગરબાનું આયોજન

વડોદરાનો ગરબા ઉત્સવ આખી દુનિયામાં પ્રખ્યાત છે અને જ્યારે કોઈ સારા હેતુ માટે તેનું આયોજન કરવામાં આવે છે ત્યારે તે વધુ ખાસ બની જાય છે. ત્યારે આ વર્ષે આ ગરબા, ખેલૈયાઓની અપેક્ષાઓ પર ખરા ઉતરશે તેવુ માનવામાં આવે છે. કારણ કે તેમને મોતીબાગ ગ્રાઉન્ડ ખાતે સચિન લિમયે અને આશિતા લિમયેની મંડળી દ્વારા ગાયેલા મંત્રમુગ્ધ મધુર ગરબા પર નૃત્યનો આનંદ માણવા મળશે. આ કાર્યક્રમ મર્યાદિત સંખ્યામાં આમંત્રિત અને નોંધાયેલા મહેમાનો માટે આયોજિત કરવામાં આવી રહ્યો છે, જેઓ સુંદર સ્થળ, મધુર ગાયકો અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની હાજરીમાં અનોખા ગરબાનો અનુભવ કરશે.

g clip-path="url(#clip0_868_265)">